Last Update : 23-June-2011, Thursday
 
વિધાનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ
 

આણંદ - વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા છ વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૨, જુલાઈ શનિવારના રોજ ભગવાન જગન્નાથની સાતમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા આણંદ સ્થિત શ્રી દ્વારકાધીશ બેઠક મંદિરથી સાંજે ૪ઃ૦૦ વાગે પ્રારંભ થઈ ગામડીવડ, ફાયર બ્રિગેડ, નગરપાલીકા, ગોપાલ સિનેમા, જીપીઓ, બેઠક મંદિર, નવા બસ સ્ટેન્ડ, ટાઉનહોલ, બિગબજાર થઈ સાંજે ૭ઃ૩૦ વાગે ઈસ્કોન મંદિર વિદ્યાનગર પહોંચશે.

રથયાત્રા પ્રસંગે જગન્નાથી ભગવાનના મુખ્ય સેવક તરીકે લંડનથી ત્રિદંડી સંન્યાસી શ્રીમદ્ ભક્તિ વિકાસ સ્વામી મહારાજ તથા અમદાવાદથી ઈસ્કોન ગુજરાતના ઝોનલ સેક્રેટરી પૂ.જશોમતીનંદન પ્રભુ પધારી રહ્યા છે. આ અનેરી રથયાત્રામાં ભાગ લેવા માટે ન્યુયોર્ક, રશિયા, આફ્રિકા અને લંડન જેવા દેશોમાંથી ૨૦થી ૨૫ વિદેશી ભક્તો પધારશે ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ૫૦થી ૬૦ ભક્તો પધારશે.

આ ઉપરાંત આણંદ તથા વિદ્યાનગરના હજારો ભાવિક ભક્તો ભગવાનનો રથ ખેંચવાનો તથા પ્રસાદ લેવાનો લાભ લેશે. આમ તો સામાન્ય લોકોને મંદિરમાં ભગવાનની આરતી કરવાનો મોકો મળતો નથી પરંતુ આ વિશેષ દિવસે ૧૦૦થી વધુ ભક્તોને રથારૃઢ ભગવાનની આરતી ઉતારવાનો તથા ચડાવો ચડાવવાનો મોકો મળશે. રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથની પ્રસાદીરૃપે સાઠાં પ્રસાદ ૫૦,૦૦૦ પેકેટસોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ઈસ્કોનના સત્સંગી ભક્તો દ્વારા ભગવદ્ગીતા તથા રામાયણ જેવાં પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત સંપૂર્ણ રથયાત્રાના મુખ્ય આકર્ષણ તરીકે હરે કૃષ્ણ મહામંત્રનું સતત કીર્તન કરવામાં આવશે. જેમાં ઓછામાં ઓછાં ૭ થી ૧૦ મૃદંગ અને ૧૫ જોડા કરતાલ સાથે તાલમય, મધુર હરેકૃષ્ણ ધુન કરવામાં આવશે. જે લોકો મંદિર નથી જતાં તેમના માટે ભગવાન જગન્નાથ બહાર આવે છે. પરંતુ તેઓ પણ દરેક ગલી અને શેરીમાં નથી જતા, જ્યારે આ હરેકૃષ્ણ મહામંત્રના કીર્તનથી ભગવાન નામરૃપે આણંદ તથા વિદ્યાનગરની ગલી ગલીમાં અને શેરી શેરીમાં રહેલા લોકોને તેમનો સાક્ષાત્કાર કરવાનો મોકો આપશે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved