Last Update : 23-June-2011, Thursday
 
આંકલાવ તાલુકામાં અછોડો તોડનારા બે ચેઈન સ્નેચર્સ ઝડપાયા
 

આણંદ - આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી રોડ ઉપર દસ દિવસ પૂર્વે થયેલ ચીલ ઝડપના બનાવમાં સંડોવાયેલા બે ચેઈન સ્નેચરોને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડીને વધુ પુછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને શખ્શોએ તે જ દિવસે બોરસદના સૂર્યમંદિર પાસે આવેલ એક હોસ્પિટલ આગળથી મોટરસાયકલની પણ ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી હતી.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી રોડ ઉપર ગત તા.૧૨મી જૂનના રોજ બપોરના સમયે આણંદના હનીફભાઈ મેમણ પોતાની સ્કુટી લઈ કામ અર્થે આસોદર જવા નીકળ્યા હતા. દરમ્યાન તેમની પાછળ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્શો સાઈડ કાપી આસોદર જવાનો રસ્તો પુછી મોકો મળતાં જ હનીફભાઈના ગળામાં પહેરેલ સોનાની ચેઈન તોડી નાસવા જતા હતા.

ત્યારે તેમની મોટરસાયકલ સ્કુટી સાથે અથડાતા જ બંને ચેઈન સ્નેચરો રોડ ઉપર પડી ગયા હતા. દરમ્યાન સ્કુટીસવાર હનીફભાઈ મેમણે ચોર ચોરની બુમો પાડતા જ અત્રેથી પસાર થતાં રાહદારીઓ સ્થળ ઉપર એકત્રિત થાય તે પહેલા જ બંને અછોડા તોડ પોતાની મોટરસાયકલ સ્થળ ઉપર મુકી ભાગી ગયા હતા. આ બનાવ અંગે હનીફભાઈ મેમણે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે અજાણ્યા ચેઈન સ્નેચરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીએ નાયબ પોલીસ અધિક્ષક બી.જે.પઠાણ, એલસીબી પીઆઈ જે.બી.ગોહેલ તથા આંકલાવ પોલીસ તેમજ અન્ય પોલીસ મથકોને નાકાંબધીનો આદેશ જારી કરી બંને ચેઈન સ્નેચરોને ઝડપી પાડવાની સુચના આપી હતી. દરમ્યાન આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અછોડો તોડનાર બંને શખ્શો સ્થળ પર જે મોટરસાયકલ છોડીને ભાગી ગયા હતા તે મોટરસાયકલની તપાસ કરતા મોટરસાયકલ પરથી એક પ્લાસ્ટીકની થેલીમાં કપડા મળી આવ્યા હતા.

જેમાં તપાસ કરતા એક શર્ટ પણ મળી આવ્યું હતું. જેના ઉપર કેલીબર ટેલર ચીખોદરા લખેલ હતું. જે આધારે પોલીસે ચીખોદરા ગામના ટેલરોની પુછપરછ કરી હતી. પરંતુ કોઈ ટેલરોએ નામ જણાવેલ નહીં. દરમ્યાન પોલીસે ખાનગી રાહે આ શર્ટ બાબતે તપાસ કરતા આ શર્ટ ચીખોદરાના શૈલેષ ઉર્ફે પીન્ટુ નામના શખ્શનું હોવાનું જણાઈ આવેલ. જેથી પોલીસે શૈલેષના મમ્મી મંજુલાબેનને આ શર્ટ બતાવતા તેઓએ પોતાના દિકરા શૈલેષ ઉર્ફે પિન્ટુ ઉમેદભાઈ પરમારનું હોવાનું જણાવેલ.

આમ આ શર્ટના આધારે એક ચેઈન સ્નેચરનું નામ જાહેર થવા પામ્યું હતું. પરંતુ ચેઈન સ્નેચર પોલીસને હાથ લાગ્યો ન હતો. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે શૈલેષ પરમાર ગઈકાલ મોડી સાંજે પોતાના ઘરે આવનાર છે. એવી મળેલી બાતમીના આધારે પોલીસે ગઈકાલ સમીસાંજના સુમારે ચીખોદરા ગામે શૈલેષ પરમારને ત્યાં છાપો મારીને તેને ઉંઘતો ઝડપી પાડયો હતો અને તેઓની પ્રાથમિક પુછપરછ કરતા તે ભાગી પડયો હતો અને આ ગુનો તેણે પોતાના સાથીદાર રોહિત અંબાલાલ પઢિયાર (રહે.ચીખોદરા) સાથે મળીને કર્યો હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.

પોલીસે ગણતરીના જ કલાકોમાં શૈલેષ પરમારના સાગરીત રોહિત પઢિયારને પણ ઝડપી પાડયો હતો. પોલીસે સોનાના અછોડા સંદર્ભે બંને શખ્શોની પુછપરછ કરતા ચોરી કરેલ સોનાનો દોરો આશરે સવા તોલાનો કિંમત રૃા.૨૦,૪૮૦/-નો પોતાના ઘરે સંતાડી રાખ્યો હોવાની કબુલાત કરી હતી. જે પોલીસે બાદમાં કબ્જે લીધો હતો.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved