Last Update : 23-June-2011, Thursday
 
મારૃતી એગ્રો તથા સી જે પ્રાઈમ સોસા.નાં ત્રણ ભેજાબાજોએ ૧૫ લાખનું ફુલેકુ ફેરવ્યું

 

આણંદ - આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની આસોદર ચોકડી ખાતે આવેલ મારૃતી એગ્રો એજન્સી અને સી.જે.પ્રાઈમ સોસાયટીના ત્રણ ભેજાબાજ સંચાલકો આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના દસથી વધુ વેપારીઓ પાસેથી ઉધાર માલ મેળવી ૧૫ લાખથી વધુ માતબર રકમનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયા હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાવી દીધી છે.

આ ત્રણેય શખ્શોએ આણંદના એક વેપારી પાસેથી રૃા.૩,૦૪,૫૯૩/-નો માલ ઉધાર લઈ ખોટા ચેકો આપી છેતરપીંડી કરી હોવાના બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે. હાલમાં તો માત્ર ૩ લાખની જ છેતરપીંડી બહાર આવી છે. પરંતુ આ ત્રણેય શખ્શોએ ૧૫ લાખથી વધુ રકમની ઠગાઈ આચરી હોવાની અને આંકડો વધવાની સંભાવના સેવાઈ રહી છે. આંકલાવ પોલીસે ત્રણેય ભેજાબાજ ચીટરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આંકલાવ તાલુકાની આસોદર ચોકડી ખાતે મારૃતી એગ્રો એજન્સીની ઓફિસ ખોલી તેમજ સી.જે.પ્રાઈમ સોસાયટીના મકાનોનું બાંધકામ કરવાની સ્કીમ મુકનાર આસોદરના કનુભાઈ કાશીરામ ઈશ્વરભાઈ પટેલ, ઉમેશભાઈ ઠક્કર અને રાજુભાઈ પટેલે આસોદર, બોરસદ અને આણંદના વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરી તેઓની પાસેથી ઉધાર માલ મેળવ્યો હતો.

આણંદની ચિખોદરા ચોકડી પાસે સ્ટીલનો વ્યવસાય કરતા હરેશભાઈ ધનાભાઈ પટેલ (રહે.સત્યમ, મહાલક્ષ્મી પાર્ક, ઓવરબ્રીજ પાસે, રાજોડપુરા, આણંદ) પાસેથી આ ત્રણેય શખ્શોએ સોસાયટીમાં મકાનોના બાંધકામ માટે સિમેન્ટ અને સ્ટીલના સળીયા ખરીદ્યા હતા. કનુભાઈ પટેલ સહિતના આ ત્રણેય શખ્શોએ હરેશભાઈની દુકાનમાંથી ૩૦૦ થેલી સિમેન્ટ અને ૬ ટન સ્ટીલના સળીયા મળીને કુલ્લે રૃા.૩,૦૪,૫૯૩/-નો માલ ઉધાર ખરીદ્યો હતો. અને તે પેટે તેઓએ જરૃરી ડોક્યુમેન્ટસ તેમજ આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતાના ખોટા ચેક આપી નાણાં પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.

આ બનાવ અંગે હરેશભાઈ ધનાભાઈ પટેલે આંકલાવ પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય શખ્શો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય શખ્શો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કનુભાઈ પટેલ સહિતના આ ત્રણેય શખ્શોએ આ જ રીતે આણંદની એક એપ્લાયન્સીસમાંથી ઘરઘંટી તેમજ અન્ય સરસામાન તેમજ આણંદ અને બોરસદની બે ટાયર્સની દુકાનમાંથી ટાયરો તેમજ આસોદર ખાતે આવેલ એક સ્ટીલમાંથી ૫.૩૦ લાખની કિંમતના સ્ટીલના સળીયા ખરીદ્યા હતા.
આશરે દસેક લાખથી વધુ રૃપિયાનો માલ ખરીદ્યા બાદ આ ત્રણેય શખ્શો આસોદર ચોકડી પાસેની પોતાની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે જે વેપારીઓ પાસેથી આસોદરની આ ભેજાબાજ ત્રિપુટીએ ઉધાર માલ ખરીદ્યો હતો તે વેપારીઓને નિયત વાયદા મુજબ નાણાં નહી મળતા તેમજ આઈસીઆઈસીઆઈ બેંકમાં ચેક જમા કરાવવા જતાં આ ખાતુ હજુ એક્ટીવ જ નહી થયુ હોવાનું જણાવતા વેેપારીઓ ચોંકી ઉઠયા હતા અને ત્રણેય શખ્શોએ તેમને માતબર રકમનો ચુનો ચોપડયો હોવાનો અહેસાસ થયો હતો. ઠગાઈનો ભોગ બનેલા વેપારીઓએ હાલમાં તો આ ત્રણેય શખ્શોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ તેઓનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. આંકલાવ પોલીસે આ ત્રણેય ચીટરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved