Last Update : 23-June-2011, Thursday
 
તળાવમાં પંપિંગ સ્ટેશન અને પાણીની ટાંકી બાંધી દીધી
ખુદ મ્યુનિ. કોર્પોરેશને જ તળાવમાં બાંધકામ કર્યું
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વડોદરા શહેરમાં ગાયકવાડી સમયના અને હાલના મળીને કુલ ૪૭ તળાવ છે. જેમાં એક તળાવમાં ગાજરાવાડી પંપિંગ સ્ટેશન અને પાણીની ટાંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવી દીધી છે. આમ, ખુદ કોર્પોરેશને જ તળાવમાં બાંધકામો કરી નાખ્યા છે.
વડોદરામાં ગાયકવાડી સમયના અને હાલના મળી કુલ ૪૭ તળાવો છે
જોવાની ખૂબી એ છે કે સુપ્રીમ કોર્ટે તળાવો અને જળસ્ત્રોતોનું જતન કરવા અને તેને સુરક્ષિત રાખવાના આદેશો આપેલા જ છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા જ તળાવમાં પાણીની ટાંકી અને પંપિંગ સ્ટેશનનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે.
જનતાદળ (યુ)ના નેતા અને માજી ડેપ્યુટી મેયરે સમગ્ર સભામાં કમિશનરને પૂછેલા લેખિત પ્રશ્નોના જવાબમાં જણાવાયું હતું કે વડોદરામાં ગાયકવાડી સમયમાં ૧૪ તળાવ હતા. જેમાંથી હાલ ૧૩ તળાવ છે. કોર્પોરેશનની હદ વધ્યા બાદ કોર્પોરેશન દ્વારા કોઈ નવા તળાવનું આયોજન કરાયું નથી, પરંતુ કોર્પોરેશનના હદ વિસ્તારમાં ૩૩ તળાવો આવેલાં છે. આમ કુલ મળીને ૪૭ તળાવ છે, પરંતુ એકને બાદ કરતાં કુલ ૪૬ તળાવો છે. જીડીસીઆરના નિયમ મુજબ તળાવોમાં બાંધકામની પરવાનગી અપાઈ નથી પરંતુ જેતલપુરના સર્વે નં.૯૫ની જમીન કે જે ૧૯૮૪ થી ૧૯૯૬ સુધીના વુડાના વિકાસ યોજનામાં રહેણાંક ઝોનમાં હતી તથા તેના થોડા ભાગમાં ઘણાં વર્ષોથી રહેણાંકના મકાનો પણ હયાત છે. ૧૯૯૬ બાદ વુડાએ બનાવેલ પુનઃ વિકાસ યોજનામાં સર્વે નં.૯૫ની જમીન તળાવ તરીકે દર્શાવી છે, પરંતુ રેવન્યુ રેકોર્ડ જોતાં તવાઈ હોવાનો ઉલ્લેખ નથી. ખાનગી માલિકીની જગ્યા દર્શાવેલી છે, તથા એન.એ. ઓર્ડર પણ થયેલાં છે. જેતલપુરના રેવન્યુ સર્વે નં.૯૫ના ભાગમાં સુધાનગર સોસાયટી છે. વુડાએ જે તળાવ દર્શાવેલ છે, જે સુધારવા માટે વુડા દ્વારા તળાવમાંથી રહેણાંક ઝોનમાં ફેરફાર કરવા સરકારને દરખાસ્ત પાઠવેલ છે. જેને ધ્યાનમાં રાખીને જે તે સમયે પરવાનગી અપાઈ છે.
બીજા એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે, ટીપી સ્કીમ નં.૩માં બાવન, નં.૪માં ૪૮ તથા ટીપી સ્કીમ નં.૫માં ઓપન સ્પેસ, ગ્રીન બલ્ટ અને ગ્રીન સ્ટ્રીપના ૧૦૬ મળીને ગ્રીન બેલ્ટના કુલ ૨૦૬ પ્લોટો છે. ટીપી સ્કીમ નં.૩માં ૬, ટીમ સ્કીમ નં.૪ માં ૩ અને ટીપી સ્કીમ નં.૫ માં ૨ મળીને કુલ ૧૧ સંસ્થાઓને ગ્રીનરી માટે પ્લોટો દત્તક અપાયા છે. આ પ્લોટોનો કરાર દર પાંચ વર્ષે રીન્યુ કરવામાં આવે છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved