Last Update : 23-June-2011, Thursday
 
કોમર્સમાં પ્રવેશ સંખ્યા માટે રકઝક શરૃ, ૪૧૦ બેઠક વધશે
 

વડોદરા - રાજ્ય સરકારે યુનિવર્સીટીઓ અને કોલેજોને ક્લાસ દીઠ મહત્તમ ૧૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે ત્યારે એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પ્રથણ વર્ષમાં ક્લાસ દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓની જગ્યાએ ૧૧૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વિચારણા કરી છે.

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ આ અંગે નિર્ણય લેવા માટે આવતીકાલે તમામ વિભાગીય વડાઓ અને કો ઓર્ડીનેટરની બેઠક બોલાવી છે.સરકારે તો ક્લાસ દીઠ ૧૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે પરંતુ કોમર્સના સત્તાધીશો ૧૧૦થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાલના તબક્કે તૈયાર નથી તેવુ ચીત્ર ઉપસી રહ્યુ છે.

મેઈન બીલ્ડીંગ ખાતે પ્રથમ વર્ષના ૧૭,યુનિટ બીલ્ડીંગ (હાયર પેમન્ટ સીટ)ખાતે ૧૫ અન ગર્લ્સ કોલેજ ખાતે ૯ ડીવીઝન છે.જો સત્તાધીશો ક્લાસ દીઠ ૧૦૦ની જગ્યાએ ૧૧૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે તો મેઈન બીલ્ડીંગ ખાતે ૧૭૦,યુનિટ બીલ્ડીંગ ખાતે ૧૫૦ અને ગર્લ્સ કોલેજ ખાતે ૯૦ બેઠકો એમ કુલ મળીને ૪૧૦ જેટલી બેઠકો વધશે.આ ઉપરાંત પ્રવેશ મળ્યા બાદ ફી નહી ભરનારા વિદ્યાર્થીઓના કારણે બીજી કેટલીક બેઠકો ખાલી પડશે.એ જોતા લાગે છે કે ૫૦ થી ૫૩ ટકા સુધીના જે વિદ્યાર્થીઓને વેઈટીંગ લીસ્ટમાં મુકવાનો વારો આવ્યો છે તેમને પ્રવેશ મળવામાં વાંધો નહી આવે.

જોકે ૪૫ ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મામલે હજી સત્તાધીશો પોતાનુ વલણ સ્પષ્ટ નથી કરી રહ્યા.આ બાબતે તા ૨૪મીએ કાર્યકારી વાઈસ ચાન્સેલર સાથે કોમર્સના ડીનની બેઠક યોજાવાની છે.

કોમર્સ ફેકલ્ટીના મેઈન બીલ્ડીંગ,યુનિટ અને ગર્લ્સ કોલેજ અને પાદરા ખાતે ગત વર્ષે ૬૮૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેની સરખામણીમાં આ વખતે પ્રવેશના ધારાધોરણો કડક બનાવી દેવાયા છે.જો સત્તાધીશો તેમાં કોઈ ઢીલ ના મુકે તો આ વર્ષથી એફ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓની સંખ્યામાં સીધો ૧૯૦૦ જેટલો ધરખમ ઘટાડો નોંધાય તો નવાઈ નહી.

૪૫ ટકાથી ઓછા માર્કસવાળા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એવા છે જેેમણે હવે હારીથાકીને અન્ય કોલેજો અથવા તો આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવાની કવાયત શરુ કરી દીધી છે.કોમર્સના પ્રવેશનો પ્રશ્ન લોકપાલ બીલની જેમ ટલ્લે ચઢાવીને પોતાનો કક્કો ખરો કરવાનો સત્તાધીશોનો વ્યૂહ કામયાબ નીવડી રહ્યો છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved