Last Update : 23-June-2011, Thursday
 
ટેલરને ફીટ કરવા પાછળ એક રાજકીય નેતાનું ભેજું

ટેલરનું ઓપરેશન કરી માનીતાને બેસાડી દેવા ખેલ રચાયાની પણ ચર્ચા, શા માટે સિટી ઇજનેર તરીકે કોર્પો. બહારના ઉમેદવાર આવતા નથી

વડોદરા - ભ્રષ્ટાચાર સામેની લડઇનો આજકાલ દેશભરમાં માહોલ જામ્યો છે અને લોકપાલ બિલના મુદ્દે સરકાર તથા સિવિલ સોસાયટીના સભ્યોએ સામસામે તલવારો ખેંચી છે ત્યારે બદનામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા અધિકારીઓએ ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી નાખી છે તેનો એક પૂરાવો મંગળવારની રાતે જ બહાર આવ્યો છે. આખા વડોદરા શહેરના કોર્પોરેશનના એન્જિનિયરીંગ નેટવર્કનો સૌથી મોટો સાહેબ ટેલર રૃા.૮૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાય તેનાથી બીજું કલંકિત શું હોઇ શકે ?

જો મોટો સાહેબ જ રૃપિયા ખાતો હોય તો પછી તેનાથી નીચેનો સ્ટાફ રૃપિયા ખાય તેમાં શી નવાઇ ? ટેલરને ગટરના એક કોન્ટ્રાકટરે જ લાંચના છટકામાં આબાદ કેદ કરાવી દીધો. કોર્પોરેશનના અધિકારીઓનો ભ્રષ્ટાચાર સમગ્ર સભામાં અવારનવાર ગાજતો રહે છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની સાંઠગાંઠ વર્ષોથી પાકી ભાઇબંધી જેવી છે. બંને એકબીજાના વિકાસના પૂરક છે. એકબીજાના ટેકાથી જ તેઓ ખાઇખાઇને લોંઠકા બન્યા છે. કોઇ કામના અંદાજ કરતા ૭૦ થી ૧૦૦ ટકા વધુ ભાવના ટેન્ડરોને જ કોર્પોરેશનના સાહેબો જ યોગ્ય સાબિત કરાવે છે. પ્રજાનો પૈસો આ રીતે કોન્ટ્રાકટરોના ખિસ્સામાં જાય છે અને ત્યાંથી સાહેબોના ખિસ્સામાં જાય છે. કોન્ટ્રાકટરો કંઇ ઘરના પૈસા સાહેબોને નથી આપતા !

કોર્પોરેશનના સાહેબો અને કોન્ટ્રાકટરોના સંબંધો વરવહુ જેવા છે. સંબંધો બગડે તો તરત જ સુધરી જાય. કોર્પોરેશનમાં થતી ચર્ચાઓ મુજબ ટેલરના પ્રકરણમા તો પોલિટિકલ સુપર બ્રેઇન કામ કરી ગયું છે. ટેલરને કોન્ટ્રાકટરો સાથે પાકો ધરોબો હતો, પરંતુ કોઇ પોલિટિકલ બ્રેઇને બરાબરની કુકરી ખેલી છે. અંદરો અંદરના હિસાબો, લેતીદેતીની પતાવટો અને તેમાં જ ક્યાંક કોઇક મુદ્દે ઘડો લાડવો કરી નાખ્યો હોવાનું ચર્ચાય છે.

થોડાક દિવસ પૂર્વે કોઇક બોલ્યું પણ હતું કે ટેલરનો ખેલ ટૂંક સમયમાં ખતમ થઇ જશે. એ વખતે આ વાક્યનું એવું અર્થઘટન થતું હતું કે જી-૪૦ના કામોના ભ્રષ્ટાચારની તપાસના હેવાલ પર સમગ્ર સભામાં નિર્ણય થશે ત્યારે ટેલરને ફીટ કરી દેવાશે, પરંતુ મંગળવારે રાતે જે ઓપરેશન કરાયું તેની કોઇએ કલ્પનાં સુધ્ધાં કરી ન હતી. આ બધા અંદરો અંદરના ડખા સમજ્યા પણ વડોદરાનો સીટી ઇજનેર રૃપિયા લેતા રંગેહાથ પકડાય તે ઘટનાએ કોર્પોરેશનના ઇતિહાસને કલંકિત બેશક કરી નાખ્યો છે.

ટેલરના સ્થાને હવે કોને મૂકવો તેમાંય આટાપાટા ખેલાશે. ટેલરનું ઓપરેશન કરીને તેની જગ્યાએ કોઇ માનીતાને બેસાડી દેવાનો ધંધો ન થાય તે માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખે તટસ્થતાથી વર્તવું પડશે. સવાલ એ ઊઠે છે કે વડોદરાને ઇમાનદાર સીટી એન્જિનિયર ક્યારે મળશે ?

આઠ નવ વર્ષ અગાઉ સીટી ઇજનેરની પસંદગી કરવાની હતી ત્યારે ટેલર ઉપરાંત બીજા બે ઉમેદવાર હતા. જેમાં એક કોર્પોરેશનના જ હતા અને બીજા કોર્પોરેશન સિવાયના એટલે કે ઉચ્ચ કંપનીના હતા. કોર્પોરેશનમાં વર્ષોથી અંદરના સ્ટાફમાંથી જ સીટી ઇજનેર બનાવવામાં આવે છે. શા માટે બહારથી ઉમેદવાર લાવવામાં આવતો નથી ?

વર્ષોથી કોર્પોરેશનના આંતરિક રાજકારણ અને બગડેલા માહોલ વચ્ચે ઉછરેલો અધિકારી સીટી ઇજનેર બને તેની પાસે સ્થાનિક લોકોને સાચવવા સિવાયનું બીજું કોઇ નવું વિઝન હોતું નથી. જો કે કોર્પોરેશનમાં બહારની વ્યક્તિને લાવવાનો ભૂતકાળનો અનુભવ બહુ સારો રહ્યો નથી. કોર્પોરેશનનું સ્થાનિક રાજકારણ, રાજકીય નેતાઓ અને કર્મચારીઓ બહારની વ્યક્તિને ટકવા જ ન દે. પણ આનો અર્થ એ નથી કે બહારની વ્યક્તિને કોર્પોરેશનમાં ટકવા જ ન દેવી અને તેને સ્થિર થવા માટેનું તંદુરસ્ત વાતાવરણ ઊભું જ કરવું ? કોર્પોરેશનના અધિકારીઓનો ભ્રષ્ટાચાર જગજાહેર થઇ ચૂક્યો છે અને આ પ્રથમ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. હજી પણ આવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાય તો જ કોર્પોરેશનની ગંગોત્રી થોડી શુધ્ધ બનશે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved