Last Update : 23-June-2011, Thursday
 

ભાવનગર અને સોનગઢ નજીકથી ૧૭ જુગારીઓ લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

 

ભાવનગર - ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાંથી અને સોનગઢ નજીકના પાંચવડા ગામની સીમમાં ચાલતા જુગારધામો પર ક્રાઈમ બ્રાંચે રેઈડ કરી સતર જુગારીઓને ઝડપી રોકડ, વાહનો, મોબાઈલ મળી લાખો રૃપિયાની માલમત્તા કબ્જે લઈ સોનગઢ અને એ ડિવીઝન પોલીસ મથકમાં જુદા જુદા ગુના દાખલ કરાવ્યા હતા.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલ પૂર્વ બાતમીના પગલે પી.આઈ. સહિતના સ્ટાફએ સોનગઢ નજીકના પાચવડા ગામની સીમમાં આવેલ એકલીવાયા મહાદેવ મંદિરની નજીક તળાવ બાજુમાં આવેલ મહાવીરસિંહની વાડીની ખુલ્લી જગ્યામાં રેઈડ કરતા કિશોર મનજીભાઈ ડાભી રે. સોનગઢ, રાજેશ ભુપતભાઈ રે. સોનગઢ, રામજી મોહનભાઈ રે. સરદારનગર ભાવ., ભુપત કવા મેર રે. બોરતળાવ, ભાવ., કાળુ પરસોતમભાઈ રે. રૃવાગામ, વિરસંગ અભેસંગ રે. રતનપર ગાયકવાડ, મુકેશ ધનજીભાઈ રે. હાદાનગર, ધિરૃ વેલજીભાઈ રે. રામનગર, ગુંદાળા અને મહાવિરસિંહ દરાસિંહ રે. પાંડવાને રંગેહાથ ઝડપી લઈ ઉક્ત શખ્સોના કબ્જામાંથી રોકડ રૃા. ૧૦૧,૮૦૦, ૪ બાઈક કિ. રૃા. ૧.૨૦ લાખ, આઠ મોબાઈલ કિ. ૮૦૦૦ મળી કુલ રૃા. ૨,૨૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ સોનગઢ પોલીસ મથકમાં તમામ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં ગત મોડી રાત્રીના વડવા તલાવડી, શિવાજી ચોક પાસે આવેલ ભુખમારના ડેલામાં ક્રાઈમ બ્રાંચે રેઈડ કરતા પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા આઠ જુગારી પોપટ કાનજીભાઈ રે. વડવા તલાવડી, કિશોર અમરશીભાઈ રે. કુંભારવાડા, રાજુ બાબુભાઈ રે. વડવા, મહેબુબ કરીમભાઈ રે. કુંભારવાડા, રમેશ બચુભાઈ રે. સિંહાકોલોની, ઈન્દ્રીશ મજીદભાઈ રે. વડવા, સંજય જયંતભાઈ રે. કુંભારવાડા, અજીત પરશોતમભાઈ રે. વડવાવાળાને રોકડ રૃા. ૫૨૯૦૦, ત્રણ વાહનો, ૫ મોબાઈલ મળી કુલ રૃા. ૧,૨૨,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉક્ત તમામ જુગારી સામે ક્રાઈમ બ્રાંચે એ ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરાવી લોકઅપ હવાલે કરી દીધા હતા.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved