Last Update : 23-June-2011, Thursday
 
મ્યુનિ. પ્રા. શિક્ષકો પગાર વગર શાળા પ્રવેશોત્સવ ક-મને જોડાશે
 

ભાવનગર - ભાવનગર શહેરમાં કાલે તા. ૨૩થી૨૫ દરમિયાન એમ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ દરમ્યાન જુદી જુદી શાળામાં ૭૦૦૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ પુરો થયા પછી કાલથી શહેરી વિસ્તારમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ શરૃ થશે. પરંતુ બાળકોને ભણાવવાની અને ભાવિ પેઢી નિર્માણ કરવાની ગંભીર જવાબદારી વહન કરતા મ્યુનિ.પ્રાથમિક શિક્ષકોને હજુ ગત માસનો પગાર મળ્યો નથી તેનું શું ? નિવૃત્તોને પેન્શન મળ્યું નથી તેનું શું ? સરકાર મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવનું ડિંડક કરે છે પરંતુ પ્રાથમિક શિક્ષકોને બબ્બે માસ સુધી પગાર ન મળે તેનું શું ?

આજની કારમી મોંઘવારીમાં બબ્બે માસ સુધી પગાર ન થાય ત્યારે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું ? અત્યારેશાળાઓમાં વેકેશન ખુલી ગયું છે. શિક્ષકોને તેના બાળકોને અન્ય શાળામાં કે કોલેજોમાં દાખલ કરવા માટે ફિ ભરવાની હોય છે. છેલ્લા ૧૦ વર્ષથી ભાવનગર મ્યુનિ. પ્રાથમિક શિક્ષકોને પગાર નિયમિત થતો નથી. ગાંધીનગરથી આવતા સરકારના મંત્રીઓએ લોભામણા ભાષણ કરવાને બદલે મ્યુનિ. પ્રાથમિક શિક્ષકોને સમયસર પગાર મળે તેવું કંઈકકરીને જાય તો સારૃ ! બાકી ભારતના ભાવિ ઘડવૈયા તૈયાર કરવાનું કામ કરતા શિક્ષકોને પગાર વગર શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં કેટલો રસ હોય તે શિક્ષકો જ જાણે.
શહેરમાં મ્યુનિ. હસ્તકની પ્રાથમિક શાળાઓની હાલત પણ સારી નથી. વડવા વોશીંગ ઘાટ, તલાવડી તથા પ્રભુદાસ તળાવ મ્યુનિ.પ્રા. શાળા આસપાસ બારેમાસ ગંદકી હોય છે અને મોટાભાગની શાળાઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. કમિશ્નરે શાળા તપાસ માટે જે નોડલ ઓફિસરની નિમણુંક કરી છે તે આંટા ફેરા મારીને જતા રહે છે.

મ્યુનિ. પ્રા. શાળાઓમાં જ્યાં ૮મું ધોરણ શરૃ થયું છે ત્યાં ગ્રેજ્યુએટ કે બી.એડ. શિક્ષકને જ આ વર્ગ સોંપવો તેની બદલે કેટલીક શાળામાં શાળાના આચાર્યો ઘરની ધોરાજી હાંકીને તેના માનીતાઓને ૮મું ધોરણ સોંપતા બાળકોના અભ્યાસ વિશે પ્રશ્નાર્થ ખડો થયો છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved