Last Update : 23-June-2011, Thursday
 
ગુજરાતી વિદ્યાર્થી પણ અમદાવાદ IITનું ઓપ્શન સ્વીકારતા નથી !
મોટા ઉપાડે સ્થાપના તો થઈ પણ

અમદાવાદ, બુધવાર
દેશના એન્જિનિયરીંગમાં રસ ધરાવતા સ્ટુડન્ટસ માટે સપનું ગણાતી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ એન્જિનિયરીંગની એક શાખા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં અમદાવાદ ખાતે ખૂલી તો ગઈ છે પરંતુ અમદાવાદના એક પણ રેન્કર્સ અમદાવાદ આઇઆઇટીને પોતાના હોટલીસ્ટમાં ગણતા નથી.
ત્રણ વર્ષથી ભાડાના મકાન- કેમ્પસમાં ચાલતી રાષ્ટ્રીય સંસ્થામાં ભણાવવા ફેકલ્ટી મુંબઈથી આવે છે
છેલ્લા ત્રણ વર્ષથી કેન્દ્ર સરકારે આઇઆઇટીને મંજૂરી તો આપી પરંતુ ત્રણ વર્ષ પછી પણ અમદાવાદના વિશ્વકર્મા ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગના બિલ્ડીંગમાં ચાલતી આઇઆઇટીમાં ઢંગનું પાટિયું પણ નથી કે જેથી કોઈને ખબર પડે કે આ આઇઆઇટી ક્યાં આવી ? બહુ જ મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિદ્યાર્થીઓને અહીં એન્જિનિયરિંગનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આખા ભારતમાં કુલ ૧૭ આઇઆઇટી સંસ્થાનો છે જેમાંથી મુખ્ય આઇઆઇટી સંસ્થાનો દિલ્હી, મુંબઈ, રૃડકી, કાનપુર, ચેન્નાઈ, ખડગપુર ખાતે આવેલા. આ છ આઇઆઇટીની રાહબરી હેઠળ કેન્દ્ર સરકારે આઠ નવી આઇઆઇટીની રચના કરી છે. આખા ભારતની આઇઆઇટીની કુલ ૧૦,૦૦૦ સીટો માટે આખા દેશના સાયન્સ સ્ટુડન્ટો વચ્ચે ગળાકાપ સ્પર્ધા થાય છે.
જો કે હાલ ભાડાના મકાનમાં ચાલતી ગુજરાતની એકમાત્ર પનોતી આઇઆઇટીની ઉપરોક્ત સંસ્થાઓ સાથે સરખામણી શક્ય જ નથી પરંતુ એક આઇઆઇટી જેવી સંસ્થામાં વિદ્યાર્થીઓ આસપાસના ફ્લેટમાં રહીને ભણવા આવે તે ખરેખર એક રાષ્ટ્રીય સંસ્થાન માટે અશોભનીય કહેવાય.
ગુજરાતના વિદ્યાર્થીઓ હવે JEE ની પરીક્ષા આપીને સેન્ટ્રલ લેવલે રેન્ક મેળવી રહ્યા છે ત્યારે એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમની સામે ગુજરાત આઇઆઇટીનું ઓપ્શન આવતાં જ તેઓ ચોખ્ખી ના પાડે છે. ઘણા વિદ્યાર્થીઓ આઇઆઇટીની ખાસ મુલાકાતે પણ જઈ આવ્યા અને ગુજરાતની આઇઆઇટીની દશા જોઈને વિચારમાં પડી ગયા.
ત્રણ વર્ષ પછી પણ અમદાવાદ આઇઆઇટી ક્યારે ગાંધીનગરમાં ખસેડાશે તે હજુ પ્રશ્ન છે. આ અંગે સમીર શાહ નામનો વિદ્યાર્થી જણાવે છે કે અત્યારે મારા એન્જિનિયરિંગના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે ત્યારે મને ઇચ્છા થઈ કે લાવને અમદાવાદની આઇઆઇટીને જોઈ આવું જેથી મને મારો ગોલ બનાવવામાં મક્કમતા વધે પરંતુ ચાંદખેડા વિસ્તારમાં ક્યાંય આઇઆઇટીનું પાટિયું સુધ્ધાં નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાયં નેશનલ કક્ષાની ગંભીરતા નથી. વળી લેબોરેટરીની સગવડ પણ વિશ્વકર્મા ઇન્સ્ટિટયૂટ સાથે ભાગીદારીમાં ચાલે છે.
હાલમાં અમદાવાદ આઇઆઇટી, મુંબઈ આઇઆઇટીની રાહબરી નીચે ચાલી રહી છે જેમાં કેમિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ એમ ત્રણ કોર્સ ચાલી રહ્યા છે. આ તમામ કોર્સ માટે ફેકલ્ટી મુંબઈથી આવે છે. ફેકલ્ટીઓની કેબિન બહાર નેમપ્લેટ પણ સાદી સફેદ કાગળના પ્રિન્ટઆઉટમાંથી બનાવીને ચોંટાડવામાં આવી છે.
આની સામે ભારતની અન્ય આઇઆઇટી સંસ્થાઓ સાથે અમદાવાદની સરખામણી શક્ય જ નથી. કારણ કે મુંબઈ આઇઆઇટી ૫૬૦ એકરના ભવ્ય કેમ્પસમાં પથરાયેલી છે. રૃડકી આઇઆઇટી ૩૯૦ એકરના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા કેમ્પસમાં બનાવવામાં આવી છે. તો કાનપુર આઇઆઇટીને સરકારે ૧૦૫૫ એકર જમીન ફાળવેલી છે. ક્રમશઃ દિલ્હી આઆઇટીને ૩૨૦ એકર, ગૌહાટી ૩૨૦ એકર, ચેન્નાઈને ૬૫૦ એકરનું કેમ્પસ બનાવી આપવામાં આવ્યું છે તો વળી ખડગપુર આઇઆઇટીને ૨૦૦૦ એકરની અતિ વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. ઉપરોક્ત બધી જ આઇઆઇટીમાં રૃડકી આઇઆઇટી એશિયાના સૌથી જૂના ઇન્સ્ટિટયૂટ તરીકે નામના ધરાવે છે. હવે ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આઇઆઇટીમાં પસંદગી પામી રહ્યા છે ત્યારે અમદાવાદ આઇઆઇટી ચોથા વર્ષના ભાડુઆત પટ્ટામાંથી ક્યારે બહાર આવીને પોતાની સાચી ઓળખ આપશે તે એક પ્રશ્ન છે.

ભારતની આઇઆઇટી અને તેના વિશાળ કેમ્પસ

 

કેમ્પસ(એકરમાં)

આઇઆઇટી મુંબઈ

૫૬૦ એકર

આઇઆઇટી રૃડકી

૩૯૦ એકર

આઇઆઇટી કાનપુર

૧૦૫૫ એકર

આઇઆઇટી દિલ્હી

૩૨૦ એકર

આઇઆઇટી ગૌહાટી

૩૨૦ એકર

આઇઆઇટી ચેન્નાઈ

૬૫૦ એકર

આઇઆઇટી ખડગપુર

૨૦૦૦ એકર

આઇઆઇટી અમદાવદ

ત્રણ વર્ષ પછી પણ કેમ્પસના ઠેકાણા નથી

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved