Last Update : 23-June-2011, Thursday
 
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
 
અભિનેત્રી ગર્ભવતી હોવાની વાતને બચ્ચન પરિવારે સમર્થન આપ્યું
મુંબઇ તા.૨૨
તાજેતરમાં ફેશન પંડિતો ઐશ્વર્યા રાય બચ્ચનના વધતા જતા વજનની ટીકા કરતા હતા પરંતુ હવે તેનું વજન વધવાનું મૂળ કારણ જાણ્યા પછી ફેશન પંડિતોનાં મોં બંધ થઇ જવાની શક્યતા છે. અને આ કારણ જાણી તેઓ ખુશ થઇ ઝૂમી પણ ઉઠશે અમિતાભ બચ્ચનની ટ્વિટ પરથી જાણવા મળવા પ્રમાણે ઐશ્વર્યા ગર્ભવતી છે. 'ન્યુસ ન્યુસ ન્યૂસ ! હું દાદા બનવાનો છું. ઐશ્વર્યા ગર્ભવતી છે હું ઘણો ખુશ અને રોમાંચિત છું.' એમ સિનિયર બચ્ચને ટ્વિટ કર્યું હતું.
પોતાના પ્રોફેશનલ અભિગમ માટે જાણીતી ઐશ્વર્યા મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઇનનું શૂટિંગ પૂરું કર્યા પછી જ 'મેટર્નિટિ લીવ' પર ઊતરશે. તેમના એક મિત્રે જણાવ્યા પ્રમાણે, 'ઐશ્વર્યા પોતાનો બધો ફાજલ સમય તેના ભાઇ અને ભાભીના સંતાન સાથે પસાર કરે છે. આથી એમ કહી શકાય છે કે ટૂંક સમયમાં જન્મનારા તેના સંતાનના આગમન માટે તે માનસિક રીતે તૈયાર થઇ રહી છે.'
અમિતાભ બચ્ચને જણાવ્યા પ્રમાણે, 'હા, આ વાત સાચી છે, તે ગર્ભવતી હોવાની વાતને તાજેતરમાં જ તબીબોએ પુષ્ટિ આપી હતી અમે બધાં ઘણાં ખુશ છે.'
અમિતાભે વધુમાં જણાવ્યા પ્રમાણે, 'ઘણીવાર ઇચ્છા હોવા છતાં પણ આપણે સંતાનો જોડે વધુ સમય પસાર કરી શકતા નથી પરંતુ દાદા કે નાના બન્યા પછી આ સમય સરભર કરવાની તક મળે છે. આગામી દિવસોમાં અમારે ત્યાં આવનારા આ નવા મહેનાનને લાડ કરવાનો એને તેને પ્રેમ અને કંપની આપવાનો તેમજ તેની સાથે અમારું બાળપણ ફરી એક વાર માણવાનો સમય નજીક આવી રહ્યો છે.
અમિતાભે પોતાના બ્લોગમાં પોતાની ખુશીનું વર્ણન કરતા જણાવ્યા પ્રમાણે, 'લોકો તરફથી મળેલી શુભકામનાઓ માટે હું તેમનો આભાર માનું છું. એ વાત સાચી છે કે પૌત્ર તેના દાદા માટે તેનું બાળપણ ફરી જીવંત કરે છે.
તેમના પિતા હરિવંશરાય બચ્ચનનો વંશવેલો આગળ વધશે એની અમિતાભે ખુશી પણ વ્યક્ત કરી હતી. 'અમારી આસપાસ ખુશીનું વાતાવરણ છવાઇ ગયું છે. અમારા પિતાનો વારસો આગળ વધશે. મારા માતા-પિતાના અજિતાભ અને હું એમ બે સંતાન છીએ. શ્વેતા અને અભિષેક મારા સંતાનો છે. જ્યારે નીલિમા, નમ્રતા, નૈના અને ભીમ અજિતાભના સંતાનો છે. જેમના લગ્ન થવાના બાકી છે. મારી પુત્રી શ્વેતાને નવ્યા અને અગસ્ત્ય નામના બે સંતાનો છે હવે બચ્ચન અટક ધરાવતી નવી પેઢીની શરૃઆત મારો પુત્ર કરશે. આ જોઇ મારા માતા-પિતાનો આત્મા ઘણો ખુશ થશે. નવા પેઢીના આગમનની અમને ઘણી ખુશી છે.' એમ અમિતાભે જણાવ્યું હતું.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved