Last Update : 23-June-2011, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૬-૨૦૧૧ ગુરૂવાર
જેઠ વદ આઠમ - વૃદ્ધિતિથિ
બજારોમાં - હવામાનમાં ફેરફારી ?
કચ્છ-માંડવી-ઘનશ્યામજીનો ઉત્સવ.


દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૪ મિ., (સૂ) ૬ ક. ૪૮ મિ., (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પૂર્વા ભાદ્રપદ સવારના ૮ ક. ૩૫ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - વૃષભ, બુધ - મિથુન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭, શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત, શક સંવત્સર ઃ કર, દક્ષિણાયન, વર્ષાૠતુ, જેઠ વદ આઠમ ને ગુરૂવાર. વદ આઠમ વૃદ્ધિતિથિ છે. કાલાષ્ટમી. બુધ ઉદય પશ્ચિમમાં. બજારોમાં, હવામાનમાં ફેરફારી જણાય. પંચક છે. કચ્છ-માંડવી, ઘનશ્યામજીનો ઉત્સવ. ખ્રિસ્તી કોરપસ ગુરૂવાર. રૂ, અનાજ, કપડામાં મંદી ? અનાવૃદ્ધિ, પીડા વધે.
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રજ્જબ માસનો વીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ બહમન માસનો નવમો રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ લોભ-લાલચમાં, કોઈની વાતથી દોરવાઈ જવામાં આપને નુકસાન થાય. નોકરી-ધંધાના- મકાન-જમીન- મીલકતના કાનૂની-ખાતાકીય પ્રશ્નમાં સંભાળવું પડે.
વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ચંિતા-રૂકાવટ-મુશ્કેલી હળવી થાય. કામની સફળતા-પ્રગતિથી-આવકથી આનંદ રહે. સંતાનનું કામ થાય.
મિથુન ઃ નોકરી-ધંધામાં મીઠા માણસો તમને મુશ્કેલીમાં મુકવા, તમને બંધન-બાનમાં લેવાના પ્રયત્ન કરે પરંતુ તમારી સતર્કતાથી બચી શકો.
કર્ક ઃ ચંિતા-વ્યથામાંથી મુક્ત થઈ પોતાના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. બહાર જઈ શકો. નોકરી-ધંધાનું, સંતાનનું કામ કરી શકો.
સંિહ ઃ નાણાંકીય કે અન્ય જવાબદારી નોકરી-ધંધાની કે ઘર-પરિવાર- કુટુંબની હોય તેમાં તમારી તકલીફ પીડા-ચંિતાથી અનંિદ્રા રહે.
કન્યા ઃ હરો-ફરો, કામકાજ કરો પરંતુ નકારાત્મક વિચારો- નિરાશામાં અટવાયેલા રહો. પત્ની-મિત્રવર્ગ-સંતાનની ચંિતા રહે.
તુલા ઃ પિતૃપક્ષની, નોકરી-ધંધાની- મિત્રવર્ગની ચંિતા-વ્યસ્તતામાં રહો. કામના ઉકેલ માટે ચંિતા-ખર્ચ- દોડધામ, ઉતાવળ કરવી પડે.
વૃશ્વિક ઃ રોજીંદા કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધામાં સાનુકૂળતા જણાય. ધંધો થાય, આવક થાય, આનંદ રહે.
ધન ઃ સગાસંબંધી-મિત્રવર્ગના, નોકરી-ધંધાના કામ અંગે ચંિતા-ઉચાટ રહે. મકાન, બાંધકામના- વાહન વેચાણના ધંધામાં સંભાળવું પડે.
મકર ઃ નોકરચાકર-કારીગરવર્ગ- મિત્રવર્ગના કારણે ઉચાટ-ઉદ્વેગમાં રહો. બહાર કે બહાર ગામ જવાનું હોય, કોઈને મળવા જવાનું હોય તો તમારું કામ બગડે,
કુંભ ઃ નાણાંની લેવડદેવડના વ્યવહારમાં, નાણાંન ી ઉઘરાણીમાં તમે ચંિતીત રહો. પુત્રપૌત્રાદિકના પરાવરલંબિત કામમાં મુશ્કેલી અનુભવો.
મીન ઃ ઉશ્કેરાટ-ગુસ્સો-વિવાદ-કંટાળો કર્યા વગર તમારું તેમજ અન્યનું કામ કરવામાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું જરૂરી રહેશે.

[Top]
 

સુપ્રભાતમ્

સેવકો અને ઘરેણાંને તેમને યોગ્ય સ્થાને જ રખાય છે. જેમકે ચૂડામણિને પગમાં અને ઝાંઝરને મસ્તક ઉપર ધારણ કરાય નહિ.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

નિયમિત ચાલવાથી અમૃતનો લાભ થાય
'રોજ ચાલવાથી ઘણો લાભ થાય ?'
પ્રશ્નકર્તા સામે આચાર્ય સસ્મિત જોઈ રહ્યા. પછી મસ્તકને હકારમાં હલાવ્યું. તે પ્રશ્નકર્તાની સામે હજી સ્મિત ફરકાવતા જોઈ રહ્યા છે.
'શું લાભ થાય ?'
'અમૃતનો લાભ થાય.'
'એટલે ?'
પછી આચાર્યે જે સમજણ આપી તેન સાર આ છે.
પ્રાચીનોની એવી ઉક્તિ છે કે ચલો, ચાલો. ચાલે છે તે અમૃતને પામે છે. મૃતત્વ દૂર ને દૂર થાય છે. આયુષ્ય અને આરોગ્ય વધે છે.
ચાલવાથી નિયમિત સવાર-સાંજ પ્રાણવર્ધક લાભ મળે છે. સાદી વાત પ્રાણવાયુ (ઑક્સિજન)-ની છે. જીવંત શરીરને સતત પ્રાણવાયુની જરૃર છે. શ્વસન દ્વારા ઑક્સિજન પામીએ છીએ. ચાલવાથી એનું પ્રમાણ વધે છે. ઑક્સિજન (અને ગ્લુકોઝનું) દહન થાય તો શક્તિ-ઉર્જા વિશેષ પ્રાપ્ત થાય છે. સતત શરીરમાં ઑક્સિજનની અને ગ્લુકોઝનું દહન (ઑક્સિડેશન) થવાથી જીવનશક્તિ વધે છે.
આજના સંશોધકોય સંશોધનનો સાર તારવીને કહે છે કે નિયમિત ચાલો.
આપણું રોજિંદુ જીવન, નાના મોટા નગરોનું, યંત્રનું ગુલામ બની ગયું છે. તેવી ગુલામી અનિવાર્ય શરત બની ગઈ છે. તે સ્વીકાર્યાપછી પણ સવારે અને સાંજે સમયની અનુકૂળતા પ્રમાણે નિયમિત ચાલવાનો નિયમ રાખવો તે પરમ હિતકારી છે. લાંબું, રોગરહિત અને સશક્ત રહીને જીવવું હોય તો આવા નિયમો પાળવાનો આગ્રહ રાખવો જોઈએ.
સાવ બેઠાડું જીવન, શ્રમનો અભાવ અને અતિશય આહાર શરીરને મેદસ્વી કરી નાખે એને આ અનેક રોગોથી આવી વ્યક્તિઓ ઘેરાઈ જાય.
ચોખ્ખી હવાવાળા સ્થળે ચાલવાનું પસંદ કરવું. ભરચક વાહનોની અવન-જાવન-ભીડમાં હવા પ્રદૂષિત હોય. હા, ચાલો. પોતાના આરોગ્ય અને દીર્ઘાયુ માટે નિયમિત સાનંદ ચાલો.

Top]
 

આજ ની જોક

ચંગુ અને મંગુ એક જ સ્કુલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. બન્નેની મૌખિક પરીક્ષા હતી.
સાંજના બન્ને ઘરે આવ્યા એટલે એના મમ્મી ચંપાએ ચંગુને પૂછ્‌યું, ‘‘આજે પરીક્ષામાં સાહેબે શું પૂછ્‌યું?’’
‘‘મને પૂછ્‌યું કે... તારા પપ્પાનું નામ શું છે?’’ ચંગુ બોલ્યો, ‘‘એટલે મેં કહ્યું કે શામલાલ.’’
‘‘બરોબર,’’ ચંપાબેન બોલ્યા, ‘‘અને તને મંગુ?’’
‘‘મને પણ એ જ પૂછ્‌યું કે તારા પપ્પાનું નામ શું છે?’’
‘‘તો તેં શું જવાબ આપ્યો?’’ ચંપા બોલી.
‘‘મેં કહ્યું કે રામલાલ’’ મંગુએ જવાબ આપ્યો.
‘‘કેમ તેં એવું કર્યું? તારા પપ્પાને બદલે પડોશી રામભાઇનું નામ કેમ કહ્યું?’’
‘‘મમ્મી, કેમકે,’’ મંગુ બોલ્યો, ‘‘ચંગુએ મને શીખવેલું કે આપણા બન્નેના જવાબ એક સરખા ન આવે એનું ઘ્યાન રાખજે... નહીંતર સાહેબને થશે કે કોપી કરી છે.’’

[Top]
 

આજ ની રેસીપી

ગુલકન્દ ડિલાઇટ

સામગ્રી ઃ ૨ લીટર દૂધ, ૧૨૦ ગ્રામ ગુલકંદ, ૪૦૦ ગ્રામ ખાંડ, ૬૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ બટરસ્કોચ, પા ચમચીરોઝ એસેન્સ, ૫૦ ગ્રામ કાજુ-પીસ્તા.

રીત ઃ સૌથી પહેલા બટરસ્કોચ તેયાર કરો. એના માટે અડધો કપ ખાંડ એક તવી પર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય એટલે એમાં કાજુ પીસ્તા બદામના નાના નાના ટુકડા મિક્સ કરો. બઘુ સરખી રીતે હલાવી. મિક્સ કરી એક ટ્રેમાં (થોડું ઘી લગાવીને) રાખી મૂકો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે સરખી રીતે પાઉડર બનાવી લો. હવે આ તૈયાર બટર-સ્કોચ બાજુમાં મૂકી દો.
દૂધને ઘટ્ટ અને ક્રીમી થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. એમાં ગુલકંદ તૈયાર કરેલો બટરસ્કોચ, માવો અને એસેન્સ મિક્સ કરો. પછી ફરીથી ધીમા તાપે ઉકાળો છેલ્લે એકવાસણમાં ભરી ફ્રીઝરમાં મૂકી દેવું. પીરસતી વખતે ગુલાબની પાંદડીઓ ઉપર ભભરાવો. આ મિશ્રણ કુલ્ફીમાં મોલ્ડમાં પણ નાખી શકાય.

[Top]
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved