Last Update : 22-June-2011, Wednesday
 

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

- વિશ્વની સૌથી વિશાળ સોલાર પાવરથી ચાલતી બોટની પૃથ્વી પ્રદક્ષિણા

કાર્બન ડાયોક્સાઈડ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યો છે. અશ્મિજન્ય બળતણ (ફોસીલ ફ્યુઅલ) જેા કે પેટ્રોલ, ડિઝલ, કેરોસીન જે ઝડપે વપરાશમાં લેવાઈ રહ્યાં છે. તે જોતાં બહુ જલદી તેનું તળિયું દેખાવા લાગશે. વાહન વ્યવહાર, વિજ ઉત્પાદન અને ખોરાક પકવવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને વધી રહ્યો છે. આવનારી સદીઓમાં માનવીએ ઉર્જા મેળવવા નવાં સ્રોતો પેદા કરવા પડશે. ફ્યુઅલનો ઉપયોગ કરતાં મહત્તમ કાર્યક્ષમતા મળે તેવી ટેકનોલોજી વિકસાવવી પડશે. શું આ પૃથ્વી પર ઉર્જાનાં એવા કોઈ સ્રોત નથી જે ક્યારેય ખતમ ન થાય ? ઉર્જાનું કોઈ અક્ષયપાત્ર ખરું ?

 

અખંડ ઉર્જા પૃથ્વી અનેક સ્વરૃપે વહેતી રહે છે. ઉર્જાના આ સ્રોતને નાથીને તેમાંથી ઉર્જા મેળવવાનું મનુષ્યએ શિખવું પડશે ! કુદરતી રીતે એટલે કે સૂર્યપ્રકાશ, પવન, વર્ષા, ભરતી, ભુઉષ્મા (જીઓ થર્મલ) વગેરે ઉર્જાનાં એવા સ્રોત છે જે વાપરતા રહે તો પણ, કુદરત તેને ભરપાઈ કરતી રહે છે. કુદરત દ્વારા ઉર્જાનાં જે સ્રોત રિચાર્જ થતા રહે છે. તેવા ંસ્રોતોને 'રિન્યુએબલ' એનર્જી કહે છે. ઉર્જા-કટોકટી નિવારવાનાં ઉપાય તરીકે વૈજ્ઞાાનિકો, 'રિન્યુએબલ એનર્જી' ઉપયોગમાં લેવાનું સુચવે છે.

 

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં વપરાતી કુલ ઉર્જાનો ૨૦ ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ એનર્જી દ્વારા મેળવવામાં આવે છે. ૧૮% રિન્યુએબલ એનર્જી સોર્સ દ્વારા વિજ-ઉત્પાદન કરવામાં આવે છે. વિશ્વમાં વપરાતી વિજળીમાંથી ૧૫% વિજળી હાઈડ્રોપાવર એટલે કે પાણીમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. દર વર્ષે પવન ઉર્જાનો ઉપયોગ ૩૦%ના દરે વધી રહ્યો છે. વર્ષે દહાડે જૈવિક પ્રક્રિયા દ્વારા ૯૩ અબજ લીટર બાયો-ડિઝલ પેદા કરવામાં આવે છે. વિશ્વનાં ગેસોલીન (પેટ્રોલ)નો ૫% ટકા હિસ્સાની બચત બાયો-ડિઝલનાં કારણે થઈ રહી છે. રિન્યુએબલ એનર્જીના કારણે જો સસ્તામાં સિદ્ધપુરની જાત્રા થઈ શકાતી હોય તો, તેનો ઉપયોગ વધારવામાં કેમ આવતો નથી ?

 

સામાન્ય માનવી સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભુ ઉષ્મા વગેરેનો ઉપયોગ કરી, અશ્મિજન્ય બળતણનો બચાવી કરી શકે છે. અશ્મીજન્ય બળતણનો બચાવ એટલે પર્યાવરણનો બચાવ, ગ્લોબલ વાર્મીંગને થોડી ઠંડક પહોંચાડનારી રમત અને વિજ્ઞાાન દ્વારા ઉર્જાને મહત્તમ કાર્યક્ષમતા બક્ષવાનું પ્રથમ પગથિયું. કાશ ! વિશ્વ આખામાં રિન્યુએબલ એનર્જી વાપરવાનો સંદેશો પહોંચે ! સંદેશો પહોંચાડવાનો એક પ્રયોગ કેયલાંક કટિબદ્ધ લોકોએ અમલમાં મુક્યો છે. પ્લાનેટ સોલાર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા દ્વારા સંચાલિત વિશાળકાય ક્રિડ-નૌકા એટલે કે લક્ઝરી યૉટની રચના કરવામાં આવી છે. સંપૂર્ણ રીતે સૌર ઉર્જાનો ઉપયોગ કરી, પૃથ્વીની ગોળ પ્રદક્ષિણા પુરી કરવાનો તેનો મકસદ છે. આ પ્રોજેક્ટના ંભાગીદારો લોકોને એ સંદેશો આપવા માગે છે કે સૌર ઉર્જા દ્વારા, પૃથ્વીની પરિક્રમા જેવું ભગીરથ કાર્ય થઈ શકે છે. સૌર-ઉ૪જાનો ઉપયોગ કરવાથી, વાતાવરણમાં અન્ય બળતણ વાપરવાથી જે પ્રદુષણ થતું હતું તેનો પણ અટકાવ થાય છે. ઉર્જાનું અક્ષયપાત્ર એટલે કે સૂર્ય તેનાં પ્રકાશ વડે આપણને એટલી ઉર્જા પુરી પાડે છે કે જે ક્યારેય ખતમ થાય તેમ નથી. ઉર્જાનાં સ્વચ્છ સ્રોત તરીકે સૌર ઉર્જા પ્રથમ સ્થાને આવે છે.

 

સ્વીત્ઝર્લેન્ડ અને જર્મનીનાં પ્રકૃતિચાહક બિઝનેસમેન અને સ્વપ્નદ્રષ્ટીની જોડીએ વિશ્વની સૌ પ્રથમ અને સૌથી વિશાળ નૌકાનુ નિર્માણ કર્યું છે જેનું નામ છે 'ટુરાનોર પ્લાનેટ સોલાર'. નામ હી કાફી હૈ કામ બતાને કે લીએ.

 

૨૦૧૦માં સૌર ઉર્જાનો ઉપયોગ કરી, સોલાર ઇમ્પલ્સ નામનાં વિમાને ૨૪ કલાક કરતાં વધારે સમય ઉડ્ડયન કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું સોલાર ઇમ્પલ્સનું ટાર્ગેટ ૨૦૧૩ છે. પરંતુ... બધુ જ રાબેતા મુજબ અને સમુસુતરું પાર ઉતરશે તો, સૌર ઉર્જા સંચાલિત વિશ્વની સૌથી વિશાળ બોટ 'ટુરાનોર પ્લાનેટ સોલાર' પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ સૌર-વાહન તરીકે ઇતિહાસમાં નામ નોંધાવશે. 'ટુરાનોર' ખરા અર્થમાં તેનું નામ સાર્થક કરશે. ટુરાનોરનો અર્થ થાય. 'ધ પાવર ઓફ સન' જે આર. આર. ટોલ્કીનની 'લોર્ડ ઓફ રીંગ'માં આ નામ લેવામાં આવ્યું છે. ટુરાનોર પૃથ્વીની અડધી પ્રદક્ષિણા કરી હાલ, ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેન બંદરે પહોંચી ચુક્યું છે

 

ટુરાનોર પ્લાનેટ સોલાર દ્વારા પૃથ્વીની પરિક્રમા કરવાની શરૃઆત મોનાકોથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦માં કરવામાં આવી હતી. મિશનનો મુખ્ય ધ્યેય સૌર ઉર્જા વિશ્વસનીય અને અસરકારક છે તે સાબિત કરવાનો છે. આ ધ્યેય સિદ્ધ કરવા જતાં વિશ્વને, નવાં વૈજ્ઞાાનિક સંશોધનનો લાભ મળે તેમ છે. પ્લાનેટ સોલાર પ્રોજેક્ટની સ્થાપના, સ્વીઝરલેન્ડનાં રાફેલ ડોમજાને કહી હતી. રાફેલ ડોમજાન કહે છે કે, 'પ્રોજેક્ટનો કી-મકસદ, આજની ટેકનોલોજી વડે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે શું કરી શકીએ છીએ તે લગાવવાનો છે. ઉપરાંત પ્રદુષણ, પર્યાવરણ અને ગ્લોબલ વોર્મીંગ ક્ષેત્રે કાર્બન રિડક્શન (કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો) કરવાનો છે.'

 

સ્વીસ રાફેલ ડોમજાન ઉપરાંત, બિઝનેસમેન ઇર્મા સ્ટ્રોટર પણ આ પ્રોજેક્ટનાં સહયોગી છે. ઈમો સ્ટ્રોહર કહે છે કે પ્રોજેક્ટનો એક ધ્યેય સૌર ઉર્જાની 'મોબીલીટી' બતાવવાનો છે. એક સ્થળે ફીટ કરેલ સાધનો વડે જ સૌર ઉર્જા મેળવી શકાતી નથી. હરતાં ફરતાં (મોબાઈલ) યુનીટ વડે પણ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. આ હિસાબે નવી ટેકનોલોજી વડે ક્લાયમેટ પ્રોટેક્શન અને આજની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં બદલાવ લાવી શકાય તેમ છે.

 

ટુરાનોર ૩૧ મીટર લાંબી અને ૧૫ મીટર પહોળી છે. તેમાં છ થી સાત માણસ આરામદાયક રીતે પ્રવાસ કરી શકે તેમ છે. બોડ પર મહત્તમ ૧૩ માણસોને લઈ જઈ સકાય તેમ છે. બોટ બંદર ઉપર લાંગરેલી હોય ત્યારે, ઓન બોર્ડ ૪૦ વ્યક્તિ બોટ પર સમાવી શકાય તેમ છે. ટુરાનોર યૉટની ડિઝાઈન વર્લ્ડ ફેમસ ન્યુઝીલેન્ડર ક્રેગ લુમ્સની કંપની લોમોસન ડિઝાઈન દ્વારા તૈયાર કરવામાં આવી છે. ડિઝાઈનમાં 'વેવ-પીઅસીંગ' અને 'વેવ કટ થુ્ર' સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંતનાં કારણે પરંપરાગત સ્વરૃપે વપરાતી ઉર્જા કરતાં, ઓછી ઉર્જા વાપરવી વધારે 'કાર્ય' કરાવી શકાય છે. બોટનું બાંધકામ જર્મનીનાં નિરિમ યોટબુ અને 'હોવાલ્ડસરેક ડચ વેફટ' (HDW)નાં સહયોગમાં કરવામાં આવ્યું છે. ટુરાનોરનાં બાંધકામમાં ૨૦ ટન કાર્બન ફાઈબર, ૧૧.૫૦ ટન ફોમ કોર અને ૨૩ ટન રેઝીન અને હાર્ડનરનો ઉપયોગ થયો છે. બૉટનું મુખ્ય આકર્ષણ તેની સોલાર પેનલ છે. બર્લીનની સોલોનએજી દ્વારા સોલાર પેનલ પુરી પાડવામાં આવી છે. અમેરિકાની કેલિફોર્નિયા સ્થિત કંપની સનપાવર દ્વારા પેનલમાં લગાડવાનાં સોલાર સેલ પુરા પાડવામાં આવ્યા છે. ૩૮ હજાર ફોટોવોલ્ટીક સેલથી બનેલ ૮૨૫ મોડયુલ ફીટ કરાયા છે. સોલાર પેનલનો કુલ વિસ્તાર ૫૩૭ ચોરસ મિટર જેટલો છે. સૌર-ઉર્જા દ્વારા મેળવાયેલ વિદ્યુતને છ ડઝન જેટલી અલ્ટ્રા મોર્ડન મેઈન્ટેનન્સ ફ્રી લિથીયમ આયન બેટરીમાં સંગ્રહ કરવામાં આવે છે. પરંપરાગત લીડ બેટરી કરતાં આ બેટરીનું વજન માત્ર સાતમા ભાગ જેટલું છે. નુટેનબર્ગની ચાર વિદ્યુત મોટર, બેટરીમાંથી મેળવેલ વિજળીથી ચાલે છે જે બે સાફટને ગોળ ફેરવતી રહે છે. મોટરનો આઉટપુટ ૧૨૦ કિલોવોટ છે. મોટરની ઉર્જાને કાર્યમાં રૃપાંતરીત કરવાની ક્ષમતા ૯૦% જેટલી છે. જેને 'આદર્શ યંત્ર'ની નજીકની ગણાય. વોઈથ ટર્બો મરીન કોમ્પોઝીટ ટેકનોલોજી એ કાર્બન પ્રોપેલર બેસાડવામાં આવ્યા છે. દરેક પ્રોપેલરનો વ્યાસ બે મિટર જેટલો છે. બોટનાં બાંધકામમાં ૧૨.૫૦ કરોડ યુરોનો ખર્ચ થયો છે. બોટનું બાંધકામ, સ્વિઝરલેન્ડની ઘડિયાળ બનાવનાર કંપની 'કેન્ડીનૉ' અને એનર્જી મેનેજમેન્ટ કંપની 'ઇમોસોલાર' દ્વારા કરવામાં આવી છે.

 

સૌર-ઉર્જા સંચાલીત બોટ દ્વારા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો આઈડિયા રાફેલ ડોમજાનનો હતો. પ્લાનેટ સોલાર પ્રોજેક્ટની ટીમમાં ભૌતિકશાસ્ત્રી, ઇજનેરો, વહાણ બાંધકામનાં વિશેષજ્ઞાો, અને ટેકનોલોજીનાં વિશેષજ્ઞા છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર ટુરાનોરનાં કેપ્ટન ફ્રેચમેન, પેટ્રીક મોર્સેસું છે. અન્ય ક્રુ મેમ્બરમાં ક્રિસ્ટીઅન ઓ ચબેન, જેન્સ લેંગવાસર, ડેનિઆન સ્ટાલ, મિકાલાવોન કોશ્કલ છે. મોનાકોથી શરૃ કરેલ યાત્રા ૨૭ નવેમ્બરે મીયામી પહોંચી હતી. યાત્રાનો મુખ્ય પડાવ કેનકુન ખાતે આવ્યો હતો. અહીં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ક્લાઈમેટ કોન્ફરન્સ ભરાઈ હતી. સોલાર પાવર બોટની પબ્લીસીટી મીડીયા દ્વારા અવારનવાર થતી રહે છે તેથી તેનો પ્રચારનો ધ્યેય પણ પુરો થાય છે. બોટની મહત્તમ ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક (૧૪ નોટીકલ માઈલ) છે. જો કે ટુરાનોર ૧૪ કી.મી. પ્રતિ કલાક (૭.૫ નોટ)નાં હિસાબે યાત્રા કરે છે. ઓક્ટોબરનાં અંત સુધી ટુરાનોર યુરોપની યાત્રા કરશે. ટુરાનોર આટલાંટીક એ પેસીફીકને જોડતાં ૮૦ કી.મી. વોટર વે પસાર કરીને પનામા સીટીની મુલાકાત પણ લીધી હતી. જાન્યુઆરીનાં અંત ભાગમાં કુદરતનાં બેજોડ ટાપુ 'ગલાપેગોસ'ની મુલાકાત પણ ટુરાંનોર લઈ ચુકી છે.

 

જુલાઈ મહીનામાં ટુરાનોર ચીન અને હોંગકોંગની મુલાકાત લેશે. ઓગસ્ટમાં શાંઘાઈ શહેરમાં તે પ્રવેશ કરશે. ઓક્ટોબર મહીનામાં ટુરાનોર સિંગાપોર પહોંચશે. નવેમ્બર મહીનામાં ટુરાનોર ભારતનાં મુંબઈ બંદરે આવી પહોંચશે. ડિસેમ્બરમાં આરબ અમીરાત અને અબુધાબીની મુલાકાત લેશે. ફેબુ્રઆરીમાં સુએઝ કેનાલમાંથી પસાર થઈ એપ્રિલ ૨૦૧૨નાં અંત ભાગમાં જ્યાંથી યાત્રા શરૃ કરી હતી તે મોનાકો ખાતે પાછી ફરશે.

 

ટુરાનોર પ્લાનેટ સોલાર, પૃથ્વીની પ્રદક્ષિણા નિર્ધારીત ટાઈમ ટેબલ પ્રમાણે કરી શકે તેનો મુખ્ય આધાર દરિયાઈ હવામાન ઉપર આધાર રાખે છે. ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેન ખાતે ટુરાનોર પ્રવેશી ત્યારે હવામાન ખુબ જ ખરાબ હતું. ટુરાનોરનો પ્રવાસ વિશ્વનાં માનવીઓને રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર એનર્જીની ક્ષમતાનો પાકો પુરાવો આપશે. ભારતનાં ઘણા રાજ્યોમાંથી ૧૨ માંથી ૬ થઈ ૮ મહિના જેટલો સમય આકાશ સ્વચ્છ હોય છે અને સૌર ઉર્જા ભરપુર ઉપલબ્ધ હોય છે તો તેનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા, ટેકનોલોજી અને ટેવ વિકસાવવાની જરૃર છે. વાતાવરણમાં કાર્બનને ભળતો અટકાવી આપણે આવનારી પેઢી માટે પર્યાવરણને અકબંધ રાખી શકીએ તેમ છીએ.

 

 

   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved