Last Update : 22-June-2011, Wednesday
 
બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલોઃ બે કોન્સ્ટેબલને ઇજા

કતારગામ પોલીસે વોન્ટેડ નિલેશ મોદીને પકડતાં જ ઝપાઝપીઃ બૂટલેગરની પત્ની અને સાળાએ પણ હુમલો કરતાં ત્રણેયની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગતરાત્રે ગયેલી કતારગામ પોલીસ ઉપર બૂટલેગર, તેની પત્ની અને સાળાએ હુમલો કરતાં બે કોન્સ્ટેબલ અને તેમના રીક્ષાવાળાને ઇજા થઇ હતી. કતારગામ પોલીસે હુમલો કરનાર ત્રણેયની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ પોલીસે રવિવારે ડેરી ફળીયા પાસેથી રૃ।. ૧૮,૦૦૦ની કિંમતના દારૃ સાથે એક કેરીયરને ઝડપી પાડયો હતો. જો કે, દારૃની ડીલીવરી આપવા આવેલો બૂટલેગર નિલેશ ઉર્ફે નીલુ જયંતિલાલ મોદી પોતાની કાર ગેટ્સમાં ભાગી છૂટતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
કતારગામ પોલીસ મથકના પો.કો. જનકસિંગ ભગવાનસિંગ, પો.કો. યોગેશ ચૌધરી ગતરાત્રે રીક્ષામાં નિલેશને ઝડપી પાડવા કતારગામ જપ્તી ફળિયા સ્થિત આકાર એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. નિલેશ એપાર્ટમેન્ટની નીચે જ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
જો કે, નિલેશે ધરપકડથી બચવા બંને કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો. તેણે પો.કો. જનકસિંગના યુનિફોર્મના શર્ટના બટન અને સોલ્ડર તોડયા હતા અને ભાગવા પ્રયાસ કર્યો હતો પણ રોડ ઉપર પડી જતાં તેને ઇજા થઇ હતી. તે સમયે તેણે પત્ની પિન્કીને બૂમો પાડી મદદે બોલાવતા તે પોતાના ભાઇ ઘનશ્યામ વેણીલાલ રાણા (રહે. વચલી શેરી, ગોલવાડ) સાથે ત્યાં દોડી આવી હતી.
નિલેશની પત્ની અને સાળાએ પણ નિલેશને છોડાવવા પ્રયત્ન કર્યો હતો પણ સફળ ન થતાં પિન્કી પોલીસ જે રીક્ષામાં આવી હતી તેના ચાલક પરમેશ્વર યાદવ પાસે ગઇ હતી અને તેને ગાળો આપી માર માર્યો હતો તેમજ તેની જમણા હાથની આંગળી પર બચકું ભર્યું હતું. જો કે, નિલેશ, તેની પત્ની પિન્કી અને સાળા ઘનશ્યામના તમામ પ્રયાસો વિફળ બનાવી પોલીસે તેમને ઝડપી લીધા હતા.
આ બનાવમાં બંને કોન્ટેબલ જનકસીંગ અને યોગેશ ચૌધરી તેમજ રીક્ષા ચાલક પરમેશ્વર યાદવને ઇજા થઇ હતી. બનાવ અંગે જનકસીંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે બૂટલેગર નિલેશ અગાઉ બે વખત પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યો છે. તેમજ નવસારી રૃરલમાં દારૃના ગુનામાં વોન્ટેડ છે. વધુ તપાસ પીએસઆઇ જે.બી. બુવલ કરી રહ્યા છે.

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved