Last Update : 22-June-2011, Wednesday
 
ખેત જમીન કૌભાંડમાં નાના ચેખલાના નોટરીની ધરપકડ

તલોદના ખેરોલ ગામની

તલોદ, તા. ૨૧
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામની સીમની ખેત જમીનના કથિત કૌભાંડમાં આરોપી તરીકે તલોદ પોલીસ દફતરે નોંધાયેલા તલોદ તાલુકાના નાના ચેખલા ગામના રહીશ એડવોકેટ અને નોટરી એવા નાનજીભાઈ રેવાભાઈ સોનારાની તલોદ પોલીસે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માટે પોલીસે કાયદાકીય કવાયત કરવી પડી હતી. બાદ નોટરી એવા સોનારાનો આજે જામીન ઉપર છુટકારો થયો હોવાનું પણ જાણવા મળેલ છે.
નોટરીએ મૂળ માલિકોની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ કર્યા હતા
તેઓ ઉપર આક્ષેપ હતો કે, સોનારાએ ગે.કા. નોટરી કરી જમીન કૌભાંડમાં મૂલ માલીકોને હાજર નહિ રાખી અન્ય વ્યક્તિઓના અંગૂઠા નિશાન વગેરે કરાવી ગેરકાયદેસર દસ્તાવેજો કર્યા હતા. આ જમીન કૌભાંડ પ્રકરણના અન્ય આરોપીઓએ આગોતરા જામીન મેળવ્યા હતા. નોટરાઇઝ એક્ટની કલમ-૧૩ની જોગવાઈ મુજબ નોટરીને કાયદાથી રક્ષણ મળતું હોવાનું મનાય છે અને પોલીસ રાજ્યના કાયદા વિભાગમાંથી મંજૂરી મેળવ્યા બાદ જ નોટરીની ધરપકડ કરી શકે છે. આ જોગવાઈને કારણે સોનારા નિશ્ચિંત હતા. બીજી તરફ પોલીસે ધારાધોરણ અનુસાર રાજ્યના કાયદા વિભાગમાંથી તેઓની ધરપકડ માટે મંજૂરી મેળવવાની જહેમત જારી રાખી હતી. અંતે મંજૂરી મળતાં જ તલોદ પો.સ.ઇન્સ. વી.વી. ઓડેદરાએ નાના ચેખલા ગામે પહોંચી જઈ સોનારાના રહેઠાણ ખાતે જ તા. ૧૯-૬-૧૧ના રોજ ધરપકડ કરી હતી. બાદ તલોદ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી નામદાર કોર્ટે સોનારાને જ્યુડિ. કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. બાદ તેઓ આજે મંગળવારે સેશન્સ કોર્ટમાં રજૂ થયા હતા. જ્યાંથી આજે તા. ૨૧-૬-૧૧ના રોજ તેઓના જામીન નામદાર કોર્ટે મંજૂર કરતા સોનારા પ્રાપ્ત અહેવાલ મુજબ જામીન મુક્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, તલોદ તાલુકાના વક્તાપુર ગામના ખેડૂત પરિવારોની ખેરોલ ગામની સીમમાં આવેલ ખેત જમીન ૪ વ્યક્તિઓએ ભેગા મળી પૂર્વ આયોજીત કાવતરૃ રચી હડપ કરી ગયાની એક પોલીસ ફરિયાદ તલોદ પોલીસ દફતરે તા. ૪-૩-૧૧ના રોજ નોંધાવા પામી હતી. જેમાં ૪ વ્યક્તિઓ સાથે પાંચમા આરોપી તરીકે 'નોટરી સોનારા'ને દર્શાવવામાં આવ્યા હતા.
આ કેસના ફરિયાદી શકરાભાઈ બહેચરભાઈ પંચાલના દાવા મુજબ સર્વે નં. ૩૮૮-બ (૧૬૧) તથા સર્વે નં. ૩૯૦-બ (૧૬૧)માં આશરે ૫ વિઘા જમીન તેઓ ધરાવતા હતા જે જમીન વક્તાપુર ગામના કેટલાક ઈસમો ભેગા મળી હડપ કરી ગયા હતા. જે જમીનના દસ્તાવેજ ઉપર શકરાભાઈના બદલે અન્ય ઈસમના અંગૂઠાનું નિશાન કરાવી ગે.કા. દસ્તાવેજ ઉભા કર્યા હોવાનું પણ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું હતું.
આ ગુનાના તપાસ અધિકારી તલોદ પો.સ.ઈન્સ. વી. વી. ઓડેદરાએ શકરાભાઈના કરેલા અંગૂઠાના નિશાનની ખરાઈ તપાસવા તે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વિભાગને મોકલી આપ્યા હતા. જેના રિપોર્ટમાં અંગૂઠાના નિશાન શકરાભાઈના નહિ હોવાનું જાણવા મળતાં તલોદ પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. તા. ૧૮-૧-૨૦૧૦ થી તા. ૧૯-૨-૨૦૧૦ના સમયગાળામાં જ બનેલ આ ગુનાની ફરિયાદ તા. ૪-૩-૨૦૧૧ના રોજ નોંધાવા પામી હતી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved