Last Update : 22-June-2011, Wednesday
 
સ્ટેશનરીના ભાવ વધ્યા પછી કમિશનના નામે ગ્રાહકોની લૂંટ

 

આણંદ,તા.૨૧
શાળા-કોલેજો શરૃ થતાં જ સ્ટેશનરીની દુકાનોમાં ભીડ વધારે જોવા મળે છે. ગત વર્ષ કરતા આ વર્ષે અલગ-અલગ વસ્તુઓમાં ૫ ટકાથી માંડીને ૩૦ ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે. આ તકનો લાભ લઈને આણંદ નગર સહિત જિલ્લાના વિવિધ નગરોમાં કેટલાક દુકાનદારોએ જે તે વસ્તુના કમીશનના બોર્ડ મુકીને ગ્રાહકોને આકર્ષતા હોય છે. પરંતુ વસ્તુ લીધા પછી કમીશન આપવાની આનાકાની કરતા હોય છે. શનિવારના રોજ આવા જ બે બનાવો આણંદ નગરમાં જ બન્યા હતા. બીલ બનાવતી વખતે કાચુ બીલ આપીને કમીશન કાપી આપવામાં આવતુ નથી. આમ ગ્રાહકોની ઉઘાડે છોક લૂંટ થતી હોવા છતાં સંબંધિત તંત્ર અજાણ બને છે. આ બાબતે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
૩૦ ટકા સુધીના ભાવવધારા પછી દુકાનદારો કમિશનની જાહેરાત કરી છેતરપિંડી કરે છે
જાગૃત વાલીઓના જણાવ્યા અનુસાર શાળા-કોલેજ શરૃ થતાંની સાથે જ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. સ્ટેશનરીની દુકાનોમાં હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ નોટો-ચોપડીઓ તથા બીજી ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. મોટાભાગે મોંઘવારી તેમાં પણ જોવા મળે છે. કેટલાક વેપારીઓ તકનો લાભ લઈને ગ્રાહકોને છેતરતા હોય છે. પોતાની દુકાનમાંથી જે તે ચીજવસ્તુ લેવામાં આવે તો કમીશન આપવામાં આવશે તેવી જાહેરાતો પણ કરતા હોય છે. આવી જાહેરાતોથી પ્રેરાઈને કેટલાક ગ્રાહકો ચીજવસ્તુ ખરીદતા હોય છે. મોટાભાગે ચોપડીઓ, ગાઈડો તથા અન્ય મટીરીયલનું કમીશન આપવાની વાતો માત્ર બોર્ડ પર જ હોય છે. ચીજવસ્તુ લીધા પછી જે તે બીલ બનાવવામાં આવતુ હોય છે તેમાં કમીશન કાપવામાં આવતુ નથી. કેટલાક ગ્રાહક એવુ સમજે છે કે કમીશન કાપીને જ બીલ બનાવવામાં આવ્યું હશે. પરંતુ આવુ હોતુ જ નથી. કેટલીકવાર બીલમાં પણ ગોટાળા મારેલા હોય છે. શનિવારે મુસ્તાકભાઈ નામના ઉમરેઠના એક ભાઈને આવો જ કડવો અનુભવ આણંદની એક દુકાનમાં થયો હતો. તેઓ બીલ અને વસ્તુઓ લઈને ઘરે ગયા તો બીલમાં કમીશન કાપ્યુ જ ન હતું. તેથી આજરોજ આણંદમાં આવીને તેઓએ વેપારીને જણાવતા વેપારી પણ ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો હતો. બીજા ગ્રાહકો ન બગડે તેથી ૫૦ રૃપિયા પરત આપીને મામલો પતાવી દીધો હતો. અત્યાર સુધી તો આવા ઘણાં ગ્રાહકો સરેઆમ લૂંટાયા હશે. સાથે સાથે બીજા એક વાલીને પણ આવો જ કડવો અનુભવ થયો હતો. નોટો અને ચોપડામાં લખેલ કાગળ હોતા જ નથી. કેટલીક કંપનીની ૯૨, ૧૦૦, ૧૫૦, ૧૯૨, ૨૦૦ જેવા પેજની નોટો-ચોપડામાં પુરતા કાગળ હોતા જ નથી. જો કોઈ ગ્રાહક ગણે તો દોષનો ટોપલો મુખ્ય વેપારી પર ઢોળી દેવામાં આવતો હોય છે. ખરેખર તો ક્લીપમાંથી જ કેટલાક કાગળ કાઢી લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કેટલાક વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે સંબંધિત તંત્ર જાગૃત બનીને અનુચિત વેપારી રીત-રસમ અજમાવતા આવા વેપારીઓ સામે લાલ આંખ કરી કાયદાકીય પગલાં ભરે તેવી માંગ ઉગ્ર બની છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved