Last Update : 22-June-2011, Wednesday
 
કલાલી ઓવરબ્રિજ અને રોડનું એલાઈનમેન્ટ મળતું જ નથી
બ્રિજની ડીઝાઈનમાં ખામી રહી ગઈ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નુર્મ યોજના હેઠળ રેલવે ઓવરબ્રિજની જે કામગીરી હાથ ધરી છે તેમાં કલાલી બ્રિજની ડીઝાઈનમાં બારોભાર ક્ષતિ જણાઈ રહી છે અને રોડ સાથે બ્રિજનું એલાઈનમેન્ટ મળતું જ નથી. એ જ રીતે લાલબાગ બ્રિજ અકસ્માત ઝોન ભવિષ્યમાં બને તો નવાઈ નહીં, તેવો આક્ષેપ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ કર્યો છે.
લાલબાગની જેમ કલાલી બ્રિજ પણ અકસ્માત ઝોન બની રહેશે
કલાલી બ્રિજની સ્થળ મુલાકાત બાદ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રોડ સાથે બ્રિજનું એલાઈનમેન્ટ સરખું નથી તેથી વડસર તરફ બ્રિજનો જે ભાગ નીચે ઉતરે છે નજીકની એક કંપની તરફ જતો હોય તેવું લાગે છે.
વડસરથી જે લોકોને મુજમહુડા અથવા અક્ષરચોક તરફ આવવું હોય તો તેઓને અક્ષરચોકથી અટલાદરા તરફ આવતા ટ્રાફિકને ક્રોસ કરવો પડશે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધશે. આ બ્રિજ હકીકતમાં રીંગરોડનો ભાગ છે, પરંતુ બ્રિજ અને રોડનું એલાઈનમેન્ટ મળતું જ નથી. શું કોર્પોરેશન કલાલી બ્રિજ પર સર્કલ અથવા ટ્રાફિક સિગ્નલ મૂકશે તેવો સવાલ તેમણે કર્યો હતો. કલાલી બ્રિજ પણ લાલબાગની જેમ અકસ્માત ઝોન તરીકે વિકસે તો નવાઈ નહીં.
તેમણે જણાવ્યું હતું કે, લાલબાગ બ્રિજની મૂળભૂત ડીઝાઈન જ ખોટી છે. લાલબાગથી મુજમહુડા જવું હોય તો કાશીવિશ્વનાથ મંદિરથી આવતા ટ્રાફિકને ક્રોસ કરીને જવું પડે. લાલબાગ બ્રિજ બન્યા બાદ ત્યાં સિગ્નલ મૂકાશે કે સર્કલ બનાવાશે ? બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. તમામ ગાડીઓ બ્રિજના ઢાળ પર ઊભી રાખવી પડશે.
જેતલપુરનું કામ રેલવેતંત્રે થોડા દિવસ અગાઉ ચાલુ કર્યું છે અને નવાયાર્ડનું કામ રેલવેતંત્રે હજી શરૃ કર્યું નથી. કોર્પોરેશને અઢી ત્રણ વર્ષ અગાઉ રેલવેમાં કરોડો રૃપિયા જમા કરાવ્યા છે. વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોટાભાગના બ્રિજોની ડિઝાઈન બરાબર નથી અને સલાહકારોને કરોડોની ફી ચૂકવેલી છે, તે વ્યર્થ ગઈ હોય તેમ જણાય છે. બ્રિજોમાં જે મટીરીયલ વાપરવામાં આવે છે તેની પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બરાબર ચકાસણી થતી નથી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved