Last Update : 22-June-2011, Wednesday
 
ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ કચેરીમાં 'ઈન્ડિયન ફાર્મા કોપીયા' ગ્રંથ મળતો નથી
 
ભાવનગર, મંગળવાર
ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલ કચેરીમાં ઈન્ડિયા ફાર્મા કોપીયા નામનો દવા બનાવવાના પ્રમાણનો ગ્રંથ ઉપલબ્ધ નથી તેથી નાના ફાર્મસી ઉત્પાદકોને મુશ્કેલી પડે છે. રાજ્યના અન્ય જિલ્લામાં આ રીતની સુવિધા છે. તો ભાવનગરમાં પણ ફૂડ ડ્રગ કંટ્રોલ કચેરીમાં ગ્રંથ વસાવવાની માગણી ભાવનગર ડ્રગ મેન્યુફેકચર્સ એસો. દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી.
રાજ્યના દરેક જિલ્લામાં આ ગ્રંથ ઉપલબ્ધ છે ઃ ૨૫થી૩૦ હજારની કિંમતનો ગ્રંથ નાના એકમોને પોસાતો નથી
માનવજીવનના ઉપચાર માટે બનતી દવાઓ સંદર્ભે વિશ્વભરના દેશો એકમત સેહવે છે અને એટલે જ વિવિધ પ્રકારની દવાઓના સ્પેશીફીકેશન અને સ્ટાન્ડર્ડ નિયત કરતા આચાર સંહીતા ગ્રંથને જે તે દેશ પોતાનું નામ જોડી ફાર્મા કોપીયા દર વર્ષે પહાર પાડે છે. અનેક પ્રકારની દવાઓ બનાવતી કંપનીઓને દવાનું ઉત્પાદન કરતાં પહેલા તેના માટે નિયત કરાયેલા સ્પેશીફીકેશન અને સ્ટાન્ડર્ડ ચકાસવું ફરજીયાત હોય છે. તે વગર તે દવા બજારમાં વેચાણ માટે મુકી શકાય નહીં. ભારતસરકાર તેના મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર હસ્તકની નામી સંસ્થા ઈન્ડીયન ફાર્મા કોપીયા કમિશન, ગાંજીયાબાદ (યુ.પી.)થી બહાર પાડે છે. રુપીયા ૨૦થી૨૫ હજારની કિંમતમાં મળતો આ ગ્રંથ ભારતની મોટી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પોતાની લાયબ્રેરીમાં વસાવે છે. જ્યારે નાના દરજ્જાના ફાર્મા ઉદ્યોગકારો ન પરવડે તેઓએ આ ગ્રંથ જે તે જીલ્લાની ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલની ઓફિસમાં પ્રાપ્ય કરવો પડે છે. આ સરકારી ઓફિસો આ ઈન્ડીયા ફાર્મા કોપીયા વસાવી શકે છે.
ભારતમાં આ આચાર સંહીતા ગ્રંથ બહાર પાડવાની શરુઆત ૧૯૬૬થી થઈ. રાબેતા મુજબ પ્રતિ વર્ષ બહાર પડાય છે પરંતુ ૨૦૦૭માં પાછલા ત્રણ વર્ષને સાંકળી લઈ ગ્રંથ બહાર પાડેલ દરમ્યાનમાં સરકારે ભુલ એ કરી છે કે ૨૦૧૦માં સરકારે જે ગ્રંથ બહાર પાડયો તેમાં ફરીવાર પાછલા ત્રણ વર્ષના ગ્રંથોનો સમાવેશ કરી આઈ.પી. બહાર પાડેલ છે. ખરેખર સરકારે ૨૦૧૦ના વર્ષ પૂરતો વધારાનો સપ્લીમેન્ટરી ગ્રંથ બહાર પાડવો જોઈતો હતો પરંતુ આમ ન કરતા સરકારે કરોડો રુપીયા વેડફવાનો વારો આવ્યો છે. એનો ભોગ નાના ફાર્મા ઉદ્યોગકારોને પણ બનવું પડયું છે.
ભાવનગરમાં ફાર્મા ડ્રગ ઉત્પાદન કરતા ઘણા નાના એકમો છે વળી તેના મોટા ભાગના એકમોનું ઉત્પાદન કાચા માલ તરીકે દરિયાપારના દેશોમાં પણ જાય છે. ગુજરાતમાં મોટા ભાગની ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓફિસમાં આ આઈ.પી. ખરીદીને વસાવવામાં આવ્યા છે જેનો જે તે જીલ્લામાં મહત્તમ ફાર્મા ડ્રગ ઉદ્યોગકારો લાભ લઈ શકે છે. જ્યારે ભાવનગર ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલના કાર્યાલયમાં આ સવલત ઉપલબ્ધ નથી તેથી નાના ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેથી ભાવનગર જીલ્લાના ફાર્મા ડ્રગ મેન્યુફેકચરીંગ એસોસીએશન, ભાવનગરની નાયબ કમીશ્નર ઓફ ડ્રગ કંટ્રોલના કાર્યાલયમાં આ સવલત ઉપલબ્ધ થાય તેવી માંગણી કરી હતી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved