Last Update : 22-June-2011, Wednesday
 
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
બબ્બેવાર નોટિસ અપાયા પછી કોઈ પગલાં ન લેવાતા ઉઘરાણી કરનારા વધ્યા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
શહેરના કોટ વિસ્તારને આવરી લેતા મધ્યઝોનમાં છેલ્લા ત્રણેક વર્ષમાં ૫૩૬થી વધુ ગેરકાયદે બાંધકામોને બબ્બેવાર નોટિસ આપ્યા પછીય તેમની સામે કોઈ જ પગલાં ન લેવામાં આવતા અને સમયાંતરે મિલકતોને સીલ કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણીઓ અને વગદારો આ મિલકતના કબજેદારો પાસેથી પૈસા પડાવતા થઈ ગયા છે. પરિણામે ગેરકાયદે મકાનો બંધાવા દીધા પછી રાજકારણીઓએ હવે તેમની પાસે હપ્તા ઉઘરાવતા રહીને તેને કમાણીનું સાધન બનાવી દીધું છે. હપ્તાની ઉઘરાણી કરનારાઓમાં કોઈપણ પક્ષના રાજકારણીઓ બાકાત નથી.
સ્થાનિક રાજકારણીઓને પૈસા કમાવાનું હાથવગું સાધન મળી ગયું ઃ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરવિકાસ અધિકારીના વિભાગે નવેમ્બરથી એપ્રિલ ૨૦૧૧ સુધીના સાડાચાર મહિનાના ગાળામાં અંદાજે ૪૭ જેટલા ગેરકાયદેસર બાંધકામોને સીલ કર્યા છે. બાંધકામોને સીલ કરવાની ઝુંબેશમાં ઘણીવાર સિલેક્ટેડ સીલિંગ કરાતું હોવાના કિસ્સા બની રહ્યા છે. રીલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સની વાત કરીએ તો લિફ્ટના બોગદામાં બનેલી ૮ દુકાનોને સીલ નથી કર્યા. કોમ્પ્લેક્સના ધાબે-ટેરેસ પર બનાવી દેવામાં આવેલી ૧૬ દુકાનોને સીલ કરાઈ નથી. તેમ જ ભોંયરામાં પણ ૨૦ જેટલી ગેરકાયદે દુકાનો બનાવાઈ છે. પરંતુ તેમાંથી માત્ર એક જ દુકાન એલ-૩૯ને જ સીલ કરવામાં આવી છે.
મૂર્તિમંતની બાજુમાં આવેલા કંકાવટી માર્કેટમાં ંપાર્કિંગની જગ્યામાં ૧૧ ગેરકાયદે દુકાનો ભોંયરામાં બનાવેલી છે. તેમાંથી એક પણ દુકાન સીલ કરાઈ નથી. અગાઉ કંકાવટી માર્કેટની આ દુકાનોને સીલ કરી દેવાઈ હતી, પરંતુ વહેવાર થઈ જતાં સીલ ખોલી દેવાયા હતા. આમ રાજકારણીઓ તમામ પક્ષના કોર્પોરેટરો અને રાજકીય વગદારો દ્વારા રીતસરની હપ્તાની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની વેપારી આલમમાંથી બૂમ ઊઠી છે.
ગાંધીરોડ પર જૂના મોડેલ સિનેમા પાસે આવેલા કાલુપુર વોર્ડ ૧ના સીટી સર્વે નંબર ૩૧૭ પર ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ એક વર્ષથી થયેલી છે. આ બાંધકામ અટકાવીને તોડી પાડવાને બદલે રાજકારણીઓ તેમાંથી ઉઘરાણી કરીને ગજવા ભરવાની પ્રવૃત્તિ કરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. એલ.કે. ટ્રસ્ટ બિલ્ડિંગથી માંડીને સાકર બજાર સુધીના પટ્ટામાં સેંકડો ગેરકાયદે બાંધકામો છે. પ્રતિબંધ હોવા છતાંય જેકોરબાઈ માર્કેટમાં પણ ગર્ડર પર બાંધકામ થઈ રહ્યું છે. એ.કે. શાહ બિલ્ડિંગનો ગેરકાયદે પ્લાન પાસ કરાયો હોવાની પણ ફરિયાદ ઊઠી છે. સીલ કરવામાં આવેલા ગેરકાયદે મકાનોમાં ખાનપુર રોડની અભિષેક હોટેલ, માધુપુરા ગામના ગંજબજાર, હાજીપુરા ગાર્ડન પાસે એમ.વી. હાઉસ ૬૪ ગેરકાયદે યુનિટો, દિલ્હી દરવાજા પાસે બી.જી.ટાવરના ૬૩૫ યુનિટો ગેરકાયદે સીલ કરાયેલા છે. હાઈકોર્ટના લિસ્ટ પ્રમાણે આ એકમો સામે પગલાં લેવામાં આવેલા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આઈ.કે. પટેલનું કહેવું છ કે મધ્યઝોનમાં કોમર્શિયલમાં પરમિશન વિના જ બાંધકામ કરી દેવાનું વલણ વધારે હોવાનું જોવા મળી રહ્યું છે. તેની સરખામણીમાં રહેઠાણ વિસ્તારના ગેરકાયદે બાંધકામોની સંખ્યા ઓછી છે. ત્રણ વર્ષમાં ૫૩૬ જેટલા ગેરકાયદે બાંધકામોને અને છેલ્લા છ માસમાં ૧૦૦ જેટલા ગેરકાયદે બાંધકામોને કલમ ૨૬૦(૧)ની નોટિસ આપી દેવામાં આવી છે. ૨૬૦ (૧) હેઠળ ગેરકાયદે બાંધકામને અટકાવી દેવાની નોટિસ અપાય છે. ત્યારબાદ ૨૬૦ (૨)ની નોટિસ આપવામાં આવે છે. ૨૬૦ (૨)ની નોટિસમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપવામાં આવે છે. જમાલપુર, ખાડિયા અને શાહપુરમાં ૨૬૦ (૨)ની સંખ્યાબંધ નોટિસની કાર્યવાહી પૂરી થઈ ચૂકી છે.
આ જ પરિસ્થિતિ રેવડી બજાર અને સિંધિ માર્કેટની છે. રેવડી બજારની બે અબજના મૂલ્યની જગ્યાનો અમ્યુકોએ માત્ર રૃા. ૭.૮૨ કરોડમાં સોદો કર્યા પછી સમગ્ર પ્રકરણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાઈ ગયું છે. આ સંદર્ભમાં રૃા.૧.૨૫ કરોડ વેપારીઓએ જમા કરાવ્યા પછી વાત આગળ નથી. પરંતુ દરેક રાજકારણી આ મોંઘાભાવની જગ્યાના સોદામાં પોતાની રોટલી શેકી દેવા સક્રિય બન્યા છે. મુખ્યમંત્રીના લોકફરિયાદના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પણ આ મુદ્દો છેડવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણને તેના અંજામ સુધી લઈ જવાની કોશિશ કરી રહેલી એક એન.જી.ઓ.નું કહેવું છે કે ગેરકાયદેસર કબજેદારોને હટાવવાની માગણી કરાઈ હતી, પરંતુ તેના અનુસંધાનમાં હજી સુધી કોઈ જ પગલાં લેવાયા નથી, પરંતુ સમગ્ર સ્થિતિનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રેવડી બજારમાં આગ લાગવાની ઘટના બને તો ફાયર બ્રિગેડ અંદર સુધી પહોંચી શકે તેમ પણ નથી. છતાંય સમગ્ર બાંધકામ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved