Last Update : 22-June-2011, Wednesday
 
સોહરાબુદ્દીન કેસ હાલ પૂરતો સેશન્સમાં કમીટ નહી થાય
 
અમદાવાદ,મંગળવાર
સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર કેસ હાલ પૂરતો સીબીઆઇ સેશન્સ કોર્ટમાં કમીટ નહી થાય. આ કેસને ગુજરાત બહાર ખસેડવાની માંગણી કરતી અરજી ઉપરાંત કેસના બે આરોપીઓ અજય પટેલ અને યશપાલ ચુડાસમાના આગોતરા જામીન અંગેની અરજીનો આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડતર હોવાથી હાલના તબક્કે આ કેસ સેશન્સ કોર્ટમાં કમીટ નહી કરવા અંગે સીબીઆઇ તરફથી કરાયેલી અરજી સીબીઆઇ સ્પેશ્યલ જજ એ.વાય.દવેએ આજે ગ્રાહ્ય રાખી હતી અને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોકત બંને મુદ્દા પર આખરી નિર્ણય જાહેર નહી કરાય ત્યાં સુધી સોહરાબ કેસ સેશન્સ કોર્ટમાં કમીટ નહી કરાય. સીબીઆઇ કોર્ટના આ હુકમને પગલે અમિત શાહ સહિતના આરોપીઓને અદાલત સમક્ષ હાજર થવાના તાણમાંથી હાલ પૂરતી રાહત મળી છે.
સીબીઆઇ દ્વારા કરાયેલી અરજી સીબીઆઇ કોર્ટે ગ્રાહ્ય રાખી
સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર કેસ અગાઉ સેશન્સ કોર્ટમાં કમીટ કરવાનું જાહેર કરી સીબીઆઇ સ્પેશ્યલ જજ દવેએ ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન અમિત શાહ સહિતના આરોપીઓને અદાલત સમક્ષ હાજર થવા માટે સમન્સ પણ જારી કર્યા હતા. આરોપીઓને સાંભળ્યા બાદ સીબીઆઇ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આ કેસ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થવાનો હતો પરંતુ સીબીઆઇએ પરચૂરણ અરજી રજૂ કરી કોર્ટને વિનંતી કરી હતી કે, હાલ પૂરતો આ કેસ સેશન્સમાં કમીટ કરવાનો નિર્ણય કોર્ટે ટાળવો જોઇએ કારણ કે, સીબીઆઇએ સોહરાબુદ્દીન કેસનો ટ્રાયલ ગુજરાત બહાર ખસેડવા માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરેલી છે અને તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પડતર છે. આ જ પ્રકારે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અજય પટેલ અને યશપાલ ચુડાસમાના આગોતરા જામીન અંગેનો આખરી નિર્ણય પણ સુપ્રીમ કોર્ટમાં જ પડતર છે. આ બંને મહત્વના મુદ્દા જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોય અને તેની પર સુપ્રીમ કોર્ટમાંથી જયાં સુધી આખરી ચુકાદો આવી ના જાય ત્યાં સુધી આટલો મહત્વનો અને સંવેદનશીલ સેશન્સ કોર્ટમાં કમીટ કરી દેવો ન્યાયોચિત લેખાશે નહી.
આ સંજોગોમાં હાલ પૂરતો સોહરાબ કેસ સેશન્સમાં કમીટ કરવાનું ટાળવું જોઇએ. સીબીઆઇની આ રજૂઆત ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ દવેએ સોહરાબ કેસ હાલ પૂરતો સેશન્સ કોર્ટમાં કમીટ નહી કરાય તેવું જાહેર કરતો હુકમ કર્યો હતો.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved