Last Update : 22-June-2011, Wednesday
 
રાજયની તમામ શાળાઓમાં તા.૮મી ઓગસ્ટથી તાળાબંધી
કેન્દ્રીય ભરતીના વિરોધમાં શાળા સંચાલકો આંદોલનના માર્ગે
અમદાવાદ,મંગળવાર
ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે સરકારે યોજેલે કેન્દ્રીય ભરતી બોર્ડના વિરોધ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે ગત માસમાં શાળા સંચાલક મંડળનું એક અધિવેશન મળ્યું હતું. જેમાં સરકારની અન્યાયી અને આપખુદ નીતિ સામે આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આગામી તા.૧૬મી જૂનથી ૧૨મી ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.૮મીથી ૧૨મી ઓગસ્ટ સુધીમાં રાજયની તમામ શાળાઓની તાળાબંધી કરવાનું નક્કી કરાયું છે.
તા.૧૬મી જૂનથી ૧૨મી ઓગસ્ટ સુધી ધરણા-દેખાવો, પત્રિકા વિતરણ અને પ્રચાર સભા સહિતના કાર્યક્રમો
પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા કેન્દ્રીય ભરતી બોર્ડનો વિરોધ કરવા માટે તા.૧૬મી જૂનથી ૩૦મી જૂન સુધી સોંગધનામા કરવામાં આવશે. જયારે તા.૨૦મીથી ૨૫મી જૂન દરમિયાન શાળાના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. આ દિવસોમાં શાળામાં કાળા રંગનો ધ્વજ ફરકાવવામાં આવશે. તા.૨૬મીથી ૩૦મી જૂન સુધી જનતાને સરકારની શિક્ષણ વિરોધી નીતિની જાણકારી મળી રહે તે માટે શાળાઓમાંથી પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.
તા.૧લીથી ૧૭મી જુલાઇ સુધી તાલુકા અને જિલ્લા કક્ષાએ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમમાં સરકારે સુધારો જાહેર કરી જાહેર,ધાર્મિક,શૈક્ષણિક ટ્રસ્ટોનુ સરકારીકરણ કર્યું છે. ગમે ત્યારે જાહેર ટ્રસ્ટનો કબજો સરકાર લઇ શકે તેવા કાળા કાયદા સામે ટ્રસ્ટોને જાણકારી આપીને આંદોલનમાં સહકાર લેવામાં આવશે. તા.૧૮મી જુલાઇએ શાળા સંચાલકો જિલ્લા અને શહેર ભાજપ કાર્યાલયો સામે ધરણા યોજી રામધૂન કરી ટ્રસ્ટ એક્ટ સુધારાના કાળા કાયદાની હોળી કરશે. તા.૨૫મી જુલાઇએ પ્રદેશ ભાજપ કાર્યાલય,અમદાવાદ ખાતે એક દિવસના ઉપવાસ કરાશે.
આ ઉપરાંત તા.૯મી ઓગસ્ટ ક્રાંતિદિનથી તા.૧૨મી ઓગસ્ટ સુધી રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને શાળા સંચાલકો દ્વારા તાળા બંધી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved