Last Update : 22-June-2011, Wednesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૬-૨૦૧૧ બુધવાર
જેઠ વદ સાતમ-પંચક છે
આદ્રૉમાં સૂર્ય-વાહન શિયાળ
હવામાનમાં ફેરફારી!


દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૨ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૫૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે. ત્યારપછી જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ આજે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર છે.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-વૃશ્ચિક, બુધ-મિથુન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિ, કેતુ-મિથુન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧ ક. ૫૪ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭ શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત શક સંવત્સર ઃ ખર દક્ષિણાયન વર્ષાૠતુ
જેઠ વદ સાતમને બુધવાર. પંચક. વિષ્ટી ૩-૦૮ સુધી.
સૂર્યા આદ્રૉમાં સાંજના ૪ ક. ૦૮ મિ.થી. વાહન શિયાળ. ભારતીય અષાઢ મહિનો શરૂ. રવિયોગ ૧૬-૦૮ થી. આજથી કેરી ખાવાનો ત્યાગ કરવો.
કોઈ સ્થળે ભારે વરસાદ થાય! કોઈ સ્થળે ઓછો વરસાદ થાય! ૧૪ દિવસમાં ઘી, ગોળ, ખાંડ, ચોળા, ઘાસ, અનાજ, ઘઉં, હળદર, સુંઠ, લોખંડ, ચાંદીમાં ભાવ વધે!
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રજ્જબ માસનો ઓગણીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ બહમન માસનો આઠમો રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની હવામાનની ફેરફારીમાં આપના કામમાં સ્વસ્થ રહી શકો. નોકરી ધંધાના કામમાં લાભ ફાયદો જણાય. મિત્રથી ખર્ચ થાય.
વૃષભ ઃ શેરોની કામગીરી, અનાજ કરીયાણાના, ઘાસ-લાકડાના વેપાર ધંધામાં સંભાળવું. નોકરીમાં વધારાનું કામ થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.
મિથુન ઃ બજારોની-હવામાનની પલટાતી પરિસ્થિતિમાં આપે નુકસાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું. કાનૂની કાર્યવાહીમાં જાગૃતિ રાખવી.
કર્ક ઃ બિમાર વ્યક્તિને તકલીફ પીડા તે સિવાય વાહન પડી જવાથી કે અથડાવાથી સંભાળવું. નાણાંકીય મુંઝવણ-ઉઘરાણીથી ઊંઘ આવે નહીં.
સંિહ ઃ આપના સીઝનલ ધંધામાં આવક થાય. પત્નીના સહકારથી આપને રાહત રહે. આપની નોકરી ધંધાનું કામ સરળતાથી કરી શકો.
કન્યા ઃ વિલંબમાં પડેલા કામની વ્યસ્તતા રહે પરંતુ કમરમાં, માથામાં, ખભામાં દર્દપીડાથી ન છુટકે કામ કરતા હોવ તેમ લાગ્યા કરે.
તુલા ઃ તમારા રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાના કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ પત્ની-સંતાન-મિત્રવર્ગથી વિવાદ-ચંિતા-ગુસ્સો રહે.
વૃશ્ચિક ઃ છાતીમાં દર્દપીડા, બી.પી., ડાયાબીટીસની વધઘટમાં ઘ્યાન રાખવું. માતાપિતા, વડીલવર્ગના આરોગ્ય કામ અંગે, નોકરી ધંધાના અંગે ચંિતીત રહો.
ધન ઃ હવામાન-બજારોની પલટાની પરિસ્થિતિમાં ઘ્યાન રાખી ધંધાકીય નિર્ણયો કરવા. નોકરીમાં કામની વ્યસ્તતા રહે. સંતાનથી ખર્ચ થાય. -
મકર ઃ આકસ્મિક કૌટુંબીક ચંિતા-અશાંતિ તમારા રોજીંદા કામમાં રૂકાવટ લાવે, માતૃપક્ષની, સંતાન પક્ષની ચંિતામાં-ખર્ચમાં મુંઝવણ અનુભવો.
કુંભ ઃ શાંતિથી-ધીરજથી નોકરી ધંધાનું કામકાજ કરવું. વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતા તમારી કાર્યસફળતા માટે મહત્ત્વની રહે.
મીન ઃ ભાઈભાંડુ-નોકરચાકર, કારીગરવર્ગ, ઉપરીવર્ગથી તમે નિકટ હોવ પરંતુ બીજીબાજુ તમને નુકસાન-વિવાદથી અપયશ મળે.

[Top]
 

સુપ્રભાતમ્

વર્ષાૠતુ આવતાં જ કોયલોએ મૌન ધારણ કર્યું તે સારૂં જ કર્યું, કારણ જ્યાં દેડકાઓ જ બોલનારા હોય ત્યાં મૌન જ શોભાસ્પદ છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

સાઇનસાઇટિસ કારણ, લક્ષણ અને ઉપચાર
તાપમાન તથા હવામાં રહેલા ભેજના પ્રમાણની વધઘટ અને માનસિક Ôgd{;t suJt fthKtu vK mtRlm vh ymh fhe Nfu Au
ચહેરામાં આંખોની ઉપર - ફન્ટલ સાઇનસ, આંખોની નીચે- એન્ટ્રમ સાઇનસ, આંખોની વચ્ચે અને નાકની બરાબર ઉપરની જગ્યાએ ઇથમોઇડ સાઇનસ તથા નાકની પાછળ ખોપરીના ઉંડાણમાં સ્ફેનોઇડ નામના ચાર જોડ સાઇનસ પોકેટ આવેલા છે વાસ્તવમાં આ એક પ્રકારના હવા માટેના ખાના છે જે નાકના પોલાણ સાથે આંતરત્વચાથી જોડાયેલા રહી શ્વાસોશ્વાસ જેવી ક્રિયા માટે મહત્ત્વનો આધાર બને છે. જો આવા હવા માટેના ખાના શરીરમાં બન્યા જ ન હોત તો ? તો કદાચ આપણા માથાનું વજન આપણે જેટલું અનુભવીએ છીએ તેનાથી ઘણું વધારે લાગે. કારણ આ ખાનાઓ થકી જ શરીરમાં પ્રવેશતી હવાનું નિયમન થઈ શરીરના અંગોનું સંતુલન જળવાય છે.
આ રચનાનું કામ આટલેથી ન અટકતા તેમાં રહેલી શ્લેષ્મ ગ્રંથિઓની હવાને ભીનું રાખવાનું છે. તદુપરાંત તેની આંતરત્વચા પર ઉગતા સૂક્ષ્મ વાળની મદદથી ધૂળ- રજકણ કે જીવાણુને શરીરમાં દાખલ થતા અટકાવવાનું છે. આમ, સાઇનસ પોકેટ શરીરનું રક્ષણાત્મક તંત્ર રક્ષણાત્મક તંત્ર તરીકે ફરજ બજાવવાનું કાર્ય કરે છે. પહેલી નજરે હાડકાના પોલાણ જેવી દેખાતી આ આ સામાન્ય રચના ખરેખર તો શરીર નામના પરફેક્ટ યંત્રમાંનો એક વિશિષ્ટ અને મહત્ત્વનો ભાગ છે. હવે, જ્યારે આ સાઇનસના ભાગમાં કોઈ પણ કારણોસર સોજો આવે તો એ સ્થિતિને સાઇનાઇટિસ કહેવાય સાદી ભાષામાં કહીએ તો સાઇનસનો સોજો.
સોજો આવવાનું મુખ્ય કારણ કોરીઝા વાયરસ, સ્ટ્રેપ્ટોકોકાઇ, સ્ટેફીલોકોકાઈ અને ન્યુમોકોકાઈ જેવા બેક્ટેરિઆ છે. આ બધા શરીરમાં થતા ચેપનું કારણ બનતા હોય છે જેથી કરીને કાકડાનો સોજો, દાંતનો સડો કે જૂની શરદી જેવા રોગો થાય છે. આમ, સાઇનસ સાથે ક્યારેક આવા ચેપજન્ય રોગો પણ જોડાયેલા હોઈ શકે. નાકના મસા, નાકનો વળી ગયેલો પડદો તો ક્યારેક એલર્જીથી પણ સાઇનસાઇટીસ થઈ શકે. તાપમાન તથા હવામાં રહેલા ભેજના પ્રમાણની વધઘટ અને માનસિક વ્યગ્રતા જેવા કારણો પણ સાઇનસ પર અસર કરી શકે છે.
આ બધા કારણો પછી હવે જ્યારે માણસ સાઇનસાઇટિસ નામના રોગથી પીડાતો હોય ત્યારના લક્ષણો પર નજર નાખીએ.
સૌથી કષ્ટદાયક લક્ષણ દુઃખાવો છે. આંખની નીચે, ઉપર, નાકની મધ્યમાં તો ક્યારેક આખા માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. એની સાથે શ્વાસ લેવામાં તકલીફ, લાલ રહેતી આંખો, કાનમાં સણકા અને નાકમાંથી સતત પ્રવાહીનું ટપકવું જેવા લક્ષણો દેખાતા હોય છે. આ સિવાય ઝીણો તાવ કે ભૂખ ઘટી જવી જેવા લક્ષણો રોગ ઘણો જૂનો છે એમ સૂચવે છે. કેટલીક વખત પુષ્કળ છીંકો આવ્યા પછી શરુ થતો દુઃખાવો અને નાક બંધ થઈ જવું એ એલર્જીજન્ય રોગનું સૂચન કરે છે. હવે ઉપચાર સંબંધી વિગતો જોઈએ. (૧) સૌ પ્રથમ વાસી ખોરાક ત્યાગવો, ખાસ કરીને ગરમીમાં લાંબો સમય પડયો રહેલો ખોરાક ફૂડ પોઇઝનીંગ કે ચેપનું કારણ બને છે. આ સિવાય તેલ, ઘી, માખણ, મલાઈ જેવા ચીકણા પદાર્થો તથા ગળપણ, મીઠાઈ, આઇસક્રીમ, ઠંડા પીણા જેવા કફ કરે એવા પદાર્થો ત્યાગવા. ભોજનમાં બાફેલો ખોરાક લેવો અને નાસ્તામાં મમરા તથા શેકેલા કઠોળ જેવો હલકો ખોરાક લેવો, દહી તથા દહીની બનાવટો, આંબલી, કાચી કેરી, અથાણા જેવા ખાટા પદાર્થોને આહારમાં સ્થાન ન આપવું. (૨) સૂંઠ નાખી ઉકાળેલું પાણી સાઇનસાઇટિસ માટેનો અકસીર ઇલાજ છે. ગરમી પડતી હોય અને પ્રકૃતિ ગરમ હોય એવી વ્યક્તિઓએ સૂંઠનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો. સામાન્ય વ્યક્તિઓએ આ માપથી ઉકાળેલું પાણી તૈયાર કરવું. પાંચ ગ્લાસ (આશરે એક લીટર) પાણી હોય તો પાંચ ગ્રામ (આશરે એક નાની ચમચી) સૂંઠ ઉમેરવી, દિવસમાં દર બે કલાકના અંતરે આવું હુંફાળું પાણી પીધા કરવું. (૩) માથુ નીચેની તરફ ઢળતું રાખી નાકના બંને છિદ્રોમાં હુંફાળા કરેલા દેશી દિવેલના બે- બે ટીપા પાડવા દિવસમાં ત્રણ વખત (૪) હળદર અને આમળાનું ચૂર્ણ સરખા ભાગે લઈ આશરે પાંચ ગ્રામ મિશ્રણ સવારે નરણા કોઠે ફાકવું (૫) કબજિયાત ન થાય એની કાળજી રાખી દિવેલમાં શેકેલી હરડે અને એનાથી ચોથા ભાગે સંચળ મેળવી તૈયાર થયેલું મિશ્રણ એક નાની ચમચી રાત્રે સૂતી વખતે ફાકવું. (૬) જ્યારે ધૂળ કે રજકણયુક્ત પ્રદૂષિત વાતાવરણમાં જવાનું થાય ત્યારે નોઝલમાસ્ક પહેરવું અથવા નાકને કોટન રૃમાલથી ઢાંકી રાખવું, (૭) માનસિક વ્યગ્રતા- તનાવના સમયે રોગ વધવાની શક્યતા રહેલી હોવાથી આત્મનિયંત્રણ કેળવી, ધ્યાન, યોગ, વ્યાયામને અપનાવી, મનનું સંતુલન જાળવવા પ્રયત્નશીલ રહેવું. એક મહિના સુધી પાલન કરેલ આ પ્રાથમિક ઉપચારથી અવશ્ય ફાયદો થશે.

Top]
 

આજ ની જોક

બાળક લલ્લુ પહેલીવાર પોતાના શહેરના ઘરેથી ગામડામાં મામાને ઘેર ગયેલો. ગામડામાં એ પહેલીવાર ટાંગામા બેઠો. ટાંગાના ટપાક- ટપાક અવાજથી અને ઉછળતા ઉછળતા ટાંગામાં જવાથી એને બહુ મજા થઈ ગઈ. છેવટે મામા છગનને ભાણા લલ્લુએ પૂછ્‌યું, ‘‘મામા, આ ટાંગો પેટ્રોલથી ચાલે છે કે ડીઝલથી કે સીએનજીથી ?’’

[Top]
 

આજ ની રેસીપી

ફાલુદો

સામગ્રી ઃ સાત ગ્રામ ચાઈના ગ્રાસ, ૧ કપ પાણી, ૩ કપ દૂધ, ૩ ચમચી ખાંડ, થોડો એલચીનો ભૂકો. મનપસંદ રંગ આઈસ્ક્રીમ, ચેરી,


તકમરિયા માટે ઃ ૪ ચમચા તકમરિયા, ૪ ચમચા ખાંડ, ૧ લિટર દૂધ, ૧ કપ પાણી, ગુલાબી રંગ, રોઝ એસેન્સ.

રીત ઃ પ્રથમ તકમરિયાને એક કપ પાણીમાં પલાળી રાખવા તે પલાળીને ફૂલી જાય એટલે તેમાં દૂધ, ખાંડ, રંગ એસેન્સ નાખી ફ્રીઝમાં મૂકી દેવું. ૧ કપ પાણીને ગરમ કરી તે ઉકળવા આવે એટલે તેમાં ચાઈના ગ્રાસ નાખી હલાવવું. એકરસ થઈ જાય એટલે દૂધ નાખી ઉકાળી તેમાં ખાંડ, રંગ, એલચીનો ભૂકો નાખી ઠંડુ પડે પછી ફ્રીજમાં મૂકવું. ગ્લાસમાં તકમરિયાવાળું દૂધ નાખવું. તેના ઉપર એક ટૂકડા પીળા રંગની જેલી, તેની ઉપર લીલા રંગની જેલી તેની ઉપર લાલ રંગની જેલી, તેના ઉપર આઇસક્રીમ અને ચેરી મૂકી, શણગારી, પીવાના ઉપયોગમાં લેવું.

[Top]
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved