Last Update : 21-June-2011, Tuesday
 
ચંબલનો ખૂંખાર ડાકૂ પંચમસિંગ બ્રહ્માકુમારીની પ્રેરણાથી સંત બન્યો

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી બન્યાનો કિસ્સો
૧૦૦ હત્યા અને ૨૦૦ લૂંટમાં સજા ભોગવતા પંચમસિંગને જેલમાં મળેલું બ્રહ્માકુમારીનું માર્ગદર્શન આધ્યાત્મિક માર્ગે વાળી ગયું
વલસાડમાં પ્રવચન માટે આવેલા રાજયોગી પંચમસિંગે જીવનકથા વર્ણવી

વલસાડ, સોમવાર
મધ્યપ્રદેશના ચંબલઘાટમાં ગોળીઓની ધણધણાટીથી ૧૦૦ની હત્યા કરનારો ડાકૂ પંચમસિંઘ બ્રહ્માકુમારીની પ્રેરણાથી રાજયોગી (સંત) બની ગયો છે. આ ડાકૂએ રાજયોગી બન્યા બાદ ફુલદેવીને પણ આત્મસમર્પણ કરવા રાજી કરી હતી.
વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી બનવાની ઘટનાને મળતો આ કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો હતો. વલસાડના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પ્રવચન માટે પધારેલા રાજયોગી પંચમસિંગ વર્ષો પહેલાં ખૂંખાર ડાકૂ હતા. બ્રહ્માકુમારીની પ્રેરણાથી સંત બનેલા પંચમસિંગે પત્રકાર પરિષદમાં પોતાની વ્યતિત જીવનકથા વર્ણવી હતી. તેમના જણાવ્યા મુજબ ૧૯૫૮માં મધ્યપ્રદેશના ગીરાવમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદ માટે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવારના સાગરિતોએ તેમનું અપહરણ કરી ઢોર માર મારતાં ૨૦ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતું.
હરિફ ઉમેદવારો સાથે બદલો લેવા માટે તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ ચંબલઘાટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચંબલના ડાકૂ માનસિંહ અને ડાકૂ મોહરસિંહને મળી પોતે ડાકૂ બનવા આવ્યો હોવાનું જણાવી પોતાને માર મારનારા સાથે બદલો લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરિણામે સરદાર માનસિંહે તેમની સાથે ૧૨ ડાકુઓને ગામમાં મોકલાવી ચૂંટણી વેળાએ માર મારનારા ૫ને બંદૂકની ગોળીઓથી વીંધી દઇ મોતને ઘાટ ઉતાર્યા હતા.
ચંબલમાં ડાકૂઓની આ ટોળકીમાં સ્ત્રીઓને માન અપાતું હતું. એક ડાકૂએ ખેડૂતની દિકરી સાથે દુર્વ્યવહાર કર્યો હતો ત્યારે ડાકૂઓના સરદાર બની ગયેલા પંચમસિંગે તેને દોરડીથી બાંધી દઇ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પંચમસિંગ અને તેના ડાકૂઓએ તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીના સમયમાં પોલીસ સમક્ષ કેટલીક શરતોને આધિન આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કર્યા બાદ ૧૦૦ મર્ડર અને ૨૦૦થી વધુ લૂંટના આરોપી પંચમસિંગને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. જેલમાં બ્રહ્માકુમારીનું માર્ગદર્શન મળતાં તેણે જેલમાંથી બહાર આવી પોતાની જાતને આધ્યાત્મિક માર્ગે વાળી દીધી હતી.
બાદમાં કુખ્યાત ચંબલની ડાકૂ ફુલનદેવીને પણ તેમણે આત્મસમર્પણ કરવા રાજી કરી હતી. ચૂંટણીનો બદલો વાળવા ડાકૂ બનેલા પંચમસિંગે આધ્યાત્મિક માર્ગ અપનાવતાં અનેક લોકોએ તેમના થકી પ્રેરણા મેળવી હતી. ૧૦૦ થી વધુની હત્યા કરનારા પંચમસિંહનું ૮૨ વર્ષની ઉંમરે આધ્યાત્મિક પ્રવચન સાંભળી અનેક લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved