Last Update : 21-June-2011, Tuesday
 
દિયોદર તાલુકામાં ૭૮૩માંથી ૫૪૦ બીપીએલ લાભાર્થીઓ બોગસ નીકળતાં ખળભળાટ

 

દિયોદર - દિયોદર તાલુકામાં સરકારી તંત્ર તરફથી તાજેતરમાં બી.પી.એલ. લાભાર્થીઓની કરાયેલ રી-ચકાસણીમાં મોટાાગના લાભાર્થીઓને પાકુ મકાન, ખેતીની મોટી જમીન તેમજ સુખી, સંપન્ન હોવાનું જણાઈ આવતાં બી.પી.એલ. લાભાર્થીઓની સુવિધા જોઈ તંત્રના અધિકારીઓ પણ ઘડીભર દંગ થઈ જવા પામેલ. ત્યારે આ સુખ, સુવિધા સંપન્ન સરકારના નીમાયેલા બી.પી.એલ. લાભાર્થીમાં સમાવિષ્ટ થતા ન હોઈ તાલુકાના ૭૮૩માંથી ૫૪૦ બી.પી.એલ. લાભાર્થીઓ બોગસ જાહેર કરી તેઓને લાભાર્થીઓની યાદીમાંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સન ૨૦૦૨-૦૩માં સરકારની આર્થિક, સામાજિક મોજણી અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબો લાભાર્થીઓની સર્વેની કામગીરી હાથ ધરાયેલ. જે સર્વે બાદ ગ્રામસભા દ્વારા આ ગરીબ લાભાર્થીઓની યાદીને મંજુરી અપાતાં આ લાભાર્થીઓ બી.પી.એલ. થઈ જતાં તેઓને સરકારના આવાસ તથા અન્ય અનેક યોજનાઓના લાભો આપવામાં આવે છે ત્યારે દિયોદર તાલુકામાં નવ વર્ષ અગાઉ થયેલ સર્વેમાં સરકારી લાભો મેળવવા સુખી, સંપન્ન લોકો પણ ગરીબ બની જઈ બી.પી.એલ. લાભાર્થીઓ બની જતાં તાલુકામાં ૭૮૩ જેટલા ગરીબ બી.પી.એલ. લાભાર્થીઓની યાદી બનવા પામેલ. ત્યારે આટલા વર્ષોથી આ લાભાર્થીઓ સરકારી લાભ મેળવતા હતા ત્યારે તાજેતરમાં નવીન તા.વિ. અધિકારી એમ.એન. ચૌહાણે સમગ્ર તાલુકામાં ગ્રામસેવકો તેમજ વિસ્તરણ અધિકારી મારફતે લાભાર્થીઓના ઘેર ઘેર ફરી લાભાર્થીઓની ગરીબાઈ જાણવા માટે રી-ચકાસણી હાથ ધરતાં મોટાભાગના લાભાર્થીઓ પાકા મકાન, ખેતીની જમીન તેમજ વાહનની સુવિધા તેમજ સુખી, સંપનન્ન હોવાનું જણાઈ આવતાં તંત્રના અધિકારીઓ પણ ઘડીભર સ્તબ્ધ બની જવા પામેલ. ત્યારે આ સુખ, સુવિધા ધરાવનાર લાભાર્થી સરકારના નિયમાનુસાર બી.પી.એલ. લાભાર્થીમાં રહી ન શકતાં તાલુકાના ૭૮૩માંથી ૫૪૦ બોગસ બી.પી.એલ. લાભાર્થી જાહેર કરી તેઓને રદ કરવાની કામગીરી હાથ ધરાતાં બોગસ લાભાર્થીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ અંગે તા.વિ. અધિકારી એમ.એન. ચૌહાણે જણાવ્યું હતું કે બોગસ લાભાર્થીઓ રદ કરવાની કામગીરી હાથ ધરાઈ ૨૫૦ જેટલા સાચા લાભાર્થીઓને આવાસનો લાભ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. દસ વર્ષથી ચાલતા આ કૌભાંડને બહાર લાવવાની કામગીરી કરનાર તા.વિ. અધિકારીની કામગીરીની સરાહના થઈ રહી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved