Last Update : 21-June-2011, Tuesday
 

દુર્ગાપુરમાંથી ઝડપાયેલા પોણા ત્રણ કિલો ગાંજા, શરાબના કેસમાં આરોપીના જામીન નામંજૂર

 

ભુજ - માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે બે માસ પૂર્વે રહેણાંકમાંથી પોણા ત્રણ કિલો ગાંજો તથા ૧.૧૪ લાખના અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાતા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ કેસના આરોપીએ જામીન માટે ભુજની કોર્ટમાં અરજી કરતા આ જામીન અરજી કરતા આ જામીન અરજી નામંજૂર કરાઈ છે.

કેફી દ્રવ્ય ગાંજાના આ કેસની પૂર્વ વિગતો એવી છે કે, ગત તા. ૪-૪-૨૦૧૧ના રોજ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચની ટુકડી જ્યારે માંડવી દરીયાઈ વિસ્તારના પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીદાર દ્વારા માહિતી મળેલી કે દુર્ગાપુર- નવાવાસ ગામના ઉમા પાર્ક વિસ્તારમાં મકાનમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૃનો જથ્થો રાખી અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે આ વિસ્તારમાં એલસીબી અને માંડવીના પોલીસ સ્ટાફના વાહનો સાથે પ્લોટ નં. ૯, ઉમા પાર્ક, દુર્ગા પુસ્નવાવાસ ગામે રેઈડ કરતા ત્યાં મકાનના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૃની બોટલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડનો રૃા. ૧,૧૪,૦૦૦ની કિંમતનો અને આ તપાસનીશ ટૂકડીએ ઘરની અંદર છાપો મારીને તપાસ કરતાં કબાટમાંથી પ્લાસ્ટીકની થેલીમાં માદક પદાર્થની લાક્ષણીક વાસ ધરાવતો ૨.૭૩૦ કિલોગ્રામ જેટલા મોટા જથ્થામાં પદાર્થ મળી આવ્યો.

ક્રાઈમ બ્રાંચે સ્થળ ઉપર જ એફએસએલ અધિકારીઓને બોલાવી અને વાસવાળા પદાર્થનું પરીક્ષણ કરતા આ પદાર્થ કેફી દ્રવ્ય અને પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો હોવાનું જણાયું હતું. કેફી દ્રવ્ય અને દારૃનો મોથો જથ્થો કબ્જે કરી અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તે પૈકી આરોપી દેવરાજ ગોપાલ ગઢવીએ જામીન ઉપર છુટવા સેસન્સ અદાલત સમક્ષ અરજી કરતાં તેની સુનાવણી થતાં સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ પોતાની દલીલોમાં જણાવ્યું હતું કે, મળી આવેલો કેફી અને પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો એ કોઈ પણ પ્રકારના પરમીટ અને પરવાના વગર મળી આવ્યો છે. વળી તે કિલોના હિસાબે ખુબ જ મોટી માત્રામાં કહી શકાય તેટલો છે.

વિશેષમાં દરોડાવાળી જગ્યાએથી વજનકાંટા અને અલગ અલગ વજનના વજનીયા ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ ગ્રામના અને ૧ કિલોના પણ મળી આવ્યા છે. જે પણ બનાવે છે કે, આનો ઉપયોગ ઉંચી કિંમતે બજારમાં વેંચીને દલાલો મારફતે લોકો અને યુવાનોમાં ઘુસાડવાનું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. અન્ય પકડાયેલા આરોપીઓ રામ નાગાજણ ગઢવી અને જુનાગઢનો યાકુબ વલીભાઈ ખાટકી પૈકી યાકુબ ખાટકી જુનાગઢવાળાના ઘરે એસ.ઓ.જી.એ રેઈડ કરતાં ત્યાંથી ૩ કિલો ગાંજાનો જથ્થો મળી આવેલો. યાકુબે બે માસ પહેલા માંડવીના જૈન આશ્રમ પાસે આ ગાંજાના જથ્થાની ડિલીવરી આપેલી યાકુબ ખાટકી સુરતના મુન્ના નામના શખ્સના સંપર્કમાં હોવાનું અને આવું આંતરરાજ્ય વ્યાપી નાર્કોટીક્સ ડ્રગ્સ એવા ગાંજાનું રાજ્ય વ્યાપી નેટવર્ક ચાલતું હોય ત્યારે કેફી દ્રવ્યના ગંભીર પ્રકારના ગુનામાં જામીન આપવા જોઈએ નહિ તેવી દલીલો કરતા અધિક સેસન્સ જજ કે.કે. પટેલે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved