Last Update : 21-June-2011, Tuesday
 
બોરસદ ચોકડી પાસેથી વડોદરાનો અઠંગ વાહનચોર ઝડપાયો
 

આણંદ - આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ આણંદની ટીમે મળેલી ગુપ્ત બાતમીને આધારે વોચ ગોઠવી ચોરીના ટુવ્હીલર વાહન સાથે એક અઠંગ વાહનચોરને ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ વાહનચોર રાત્રિના સમયે તેના સાગરીત સાથે મળી દ્વીચક્રી વાહનોની ઉઠાંતરી કરી તેની નંબર પ્લેટો બદલી નાખી ચોરીના વાહનો સસ્તા ભાવે વેચી મારતો હતો.

આ રીઢા વાહનચોરે આણંદ, વડોદરા અને નડિયાદ શહેરમાંથી મળીને કુલ ૧૦ જેટલા વાહનોની ચોરી કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી છે. પોલીસે તેની પાસેથી રૃા.૩,૨૫,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં લૂંટ, ધાડ, ઘરફોડ અને વાહનચોરી જેવા બનાવોને અટકાવવા અને તેમજ આ ગંભીર પ્રકારના ગુના સાથે સંકળાયેલા તત્વોને ઝબ્બે કરવા જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.ગોહેલે સહિતના સ્ટાફે જિલ્લાભરમાં દિવસ અને રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું.

દરમ્યાન એલસીબીના પોલીસ કોન્સટેબલ જયદીપસિંહ અને અજયસિંહને એક ગુપ્ત બાતમી મળી હતી કે વડોદરા, તાંદલજા ગામના ચોરા પાસે રહેતો ફારૃક ઉર્ફે બાબા રહીમખાન પઠાણ નામનો અઠંગ વાહનચોર એકટીવા મોટરસાયકલ નં.-જીજે-૬બીએફ-૧૯૯૦ લઈને આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેથી બપોરના સુમારે પસાર થનાર છે.

એવી મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ગઈકાલ નમતી બપોરના સુમારે ઉક્ત બાતમીવાળા સ્થળે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાન મળેલ બાતમીવાળો માણસ એકટીવા લઈને ત્યાં આવી ચઢતા જ વોચમાં ઉભેલી પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડયો હતો. પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતા તે ફારૃક ઉર્ફે બાબા રહીમખાન પઠાણ (રહે.વડોદરા, તાંદલજા)નો હોવાનું ખુલવા પામ્યું હતું.

પોલીસે તેની પાસેના એકટીવા અંગે પુછપરછ કરતા એકટીવા કે જેનો નંબર-જીજે-૨૩સી-૨૮૯૮ હતો. તે નંબર કાઢી નાંખીને તેની જગ્યાએ જે-૬બીએફ-૧૯૯૦નો બનાવટી નંબર લખ્યો હોવાની કબુલાત કરી હતી. વધુમાં પોલીસે આ એકટીવા સંદર્ભે પુછપરછ કરતા ફારૃક ઉર્ફે બાબા પઠાણે ઉપરોક્ત એકટીવા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ તુલસી પાર્ક સોસાયટીમાંથી ચોરી કર્યુ હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નં.-૧૫૬/૧૧ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો પણ નોંધાયેલ છે.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.બી.ગોહેલે વાહનચોર ફારૃક ઉર્ફે બાબા પઠાણની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જે મુજબ અઠંગ વાહનચોર ફારૃક ઉર્ફે બાબા પઠાણ તેના મિત્રો સાથે મળી રાત્રિના સમયે વાહનોની ચોરી કરી નંબર પ્લેટો બદલી નાખતો હતો અને ચોરીના વાહનો પર ખોટી નંબર પ્લેટો લગાવી આ વાહનો બોરસદ અને આણંદ પંથકમાં સસ્તા ભાવે વેચી મારતો હોવાની વિગતો ઉજાગર થવા પામી છે.

આ ઉપરાંત તેણે આણંદ શહેરમાંથી ચાર ટુવ્હીલર વાહન, વડોદરા શહેરમાંથી ચાર, નડિયાદમાંથી બે મળીને કુલ્લે ૧૦ જેટલા દ્વિચક્રી વાહનોની ઉઠાંતરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ આણંદે એક ડઝન જેટલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે આ વાહનચોર પાસેથી ૩.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ ઝીણવટભરી ઉલટ તપાસ હાથ ધરી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved