Last Update : 21-June-2011, Tuesday
 
એફવાયબીએસસીમાં એડમિશન પ્રોસેસ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝડ
સાયન્સમાં જાતે જ કોમ્પ્યુટર પર બેસી એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ

વડોદરા - એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાનુ સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝેશન કરી નાખ્યું છે.કોમપ્યુટરાઝેશનના કારણે આજથી શરુ થયેલી પ્રવેશ કાર્યવાહીની આખી તાસીર બદલાઈ ગઈ છે. ફેકલ્ટી સત્તાધીશોનુ કહેવુ છે કે આખા રાજ્યમાં અન્ય કોઈ સાયન્સ કોલેજે હજી સુધી કોમ્પ્યુટર આધારીત પ્રવેશ વ્યવસ્થા ગોઠવી નથી.

અન્ય ફેકલ્ટીઓમાં જ્યારે હજી પ્રવેશ કાર્યવાહી માટે બીન શૈક્ષણિક કર્મચારીઓને આખો દિવસ રોકી રાખવા પડે છે ત્યારે સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ જાતે જ પોતાની એડમીશન કાર્યવાહી પુરી કરી શકશે.

મહત્વની વાત એ છે કે ફેકલ્ટી સત્તાધશોએ કોમપ્યુટરાઝેશનની કાર્યવાહી એક પણ પૈસાના વધારાના ખર્ચ વગર પાર પાડી છે.કારણકે પ્રવેશ પ્રક્રિયા માટેનુ વિશેષ સોફ્ટવેર બીસીએના પ્રાધ્યાપકોએ બનાવ્યુ છે અને પ્રવેશ કાર્યવાહી માટે બીસીએની જ કોમપ્યુટર લેબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે પ્રથમ દિવસે ૨૦૦ વિદ્યાર્થીઓને આ રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.સૌથી પહેલા તો આ વિદ્યાર્થીઓને ઓરીએન્ટેશન પ્રોગ્રામ દ્વારા કોમપ્યુટર પર કેવી રીતે પ્રવેશ મેળવવો તેની સમજ અપાઈ હતી.એ બાદ વિદ્યાર્થીઓએ કોમપ્યુટર સોફ્ટવેરની મદદથી પોતાનુ નામ,ટકાવારી અને અન્ય વિગતો જાતે જ લોગઈન કરી હતી.વિદ્યાર્થીઓએ જાતે જ મુખ્ય વિષય,વૈકલ્પિક વિષય તેમજ ફાઉન્ડેશન વિષય પસંદ કર્યા હતા.કઈ બેચમાં પ્રવેશ મેળવવો છે તે વિકલ્પ પણ વિદ્યાર્થીઓને કોમપ્યુટર પર જ પસંદ કરવા મળી ગયો હતો.એ બાદ કોમપ્યુટરે જનરેટ કરેલા ટેમ્પરરી આઈડી નંબરની મદદથી વદ્યાર્થીઓની ફી સ્વીકારાઈ ગઈ હતી.આ નંબરના આધારે જે તેમને યુનિક આઈ ડી કાર્ડ અપાશે.

સોફ્ટવેર બનાવનાર બીસીએના પ્રાધ્યાપકોમાં અર્ચના વ્યાસ,મોસમ પટેલ,નીશા પટેલ,હેતા ઠક્કર અને ક્રીષ્ના વોરાના સમાવેશ થાય છે.તેમનુ કહેવુ છે કે વિદ્યાર્થીઓને હવે મુખ્ય વિષયની સાથે સાથે કયા વિષયો ભણવાના રહેશે તે પણ મુખ્ય વિષય પસંદ કરતી વખતે જાણવા મળી જશે.જે વિષયમાં બેઠકો ભરાઈ જશે તે વિષય પર વિદ્યાર્થીઓ પોતાની પસંદગી ઉતારી નહી શકે.કારણકે કોમપ્યુટર તેમન ેએ વિષય પસંદ નહી કરવા દે.એક વખત વિષય પસંદ કર્યા બાદ અને તે પ્રમાણે ફી ભર્યા બાદ વિદ્યાર્થી પાસે તેના પર પુનઃ વિચાર કરવાની તક નહી રહે.માટે જ અમે ઓરીએન્ટેશન પ્રોગ્રામ દરમ્યાન વિદ્યાર્થીઓને મુખ્ય વિષય કાળજીપૂર્વક પસંદ કરવાની સલાહ આપીએ છે.

વિદ્યાર્થીઓને ટકાવારી પ્રમાણે રોજે રોજ બોલાવવામાં આવી રહ્યા છે.માટે વિદ્યાર્થીએ નિયત દિવસે જ ફોર્મ ભરીને સાથે ફી ભરવી પણ જરૃરી છે.જો કોઈ વિદ્યાર્થી શીડયુલ પ્રમાણેના દિવસે હાજર રહેવામાં નિષ્ફળ જાય અથવા તો ફી ના ભરી શકે તો શક્ય છે કે તેને પસંદગીના મુખ્ય વિષય ના પણ મળે.

ફેકલ્ટીના ડીન પ્રા.નીખિલ દેસાઈનુ કહેવુ છે કે નવી પ્રવેશ સીસ્ટમના કારણે કર્મચારીઓનો સમય વેડફાતો અટકી ગયો છે.આ ઉપરાંત સમયની પણ બચત થાય છે.કારણકે એક વિદ્યાર્થી સરેરાશ ૨૦ થી ૨૫ મીનીટમાં જ પોતાની પ્રવેશ કાર્યવાહી પુરી કરી શકે છે.ઉપરાંત એડમીશનમાં વ્હાલા દવલાની નીતિ અપનાવાય છે તેવા આક્ષેપો થવાની શક્યતા પણ નવી સીસ્ટમના કારણે રહી નથી.બીજી તરફ ફેકલ્ટી માટે વહીવટી કામગીરી સોફ્ટવેરના કારણે સરળ બની ગઈ છે

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved