Last Update : 21-June-2011, Tuesday
 
એક જ ટ્રક પર સામસામે આવતી ટ્રેનો આપોઆપ અટકી જશે
માનવવિંહાણા ફાટક પણ આપોઆપ બંધ કરતી સેન્સર સિસ્ટમ, વડોદરાના બે વિદ્યાર્થીઓએ રેલવે સેફટી માટે બનાવેલું મોડલ

વડોદરા - દેશભરમાં હજારો માનવ વિહોણા રેલવે ે ફાટકોના કારણે સેંકડો લોકોની જીંદગી જોખમમાં મુકાતી હોય છે તો એક જ પાટા પર આવી જતી બે ટ્રેનોની ટક્કરથી ગમખ્વાર અકસ્માતો પણ સર્જાઈ ચુક્યા છે..આ તમામ સમસ્યાઓનો ઉકેલ શહેરના એન્જીનયરીંગના બે વિદ્યાર્થીઓએ એક સચોટ મોડેલ તૈયાર કરીને સૂચવ્યો છે.

શહેરના વિદ્યાર્થીઓ રોમિલ શાહ અને રૃચિત શાહ ઈલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.તેમણે પોતાના અભ્યાસક્રમના ભાગરૃપે ઓટોમેટીક રેલવે ક્ન્ટ્રોલ સીસ્ટમનુ મોડેલ તૈયાર કર્યુ છે.દિલ્હીની મેટ્રો ટ્રેનના કોચીસ બનાવતી વડોદરાની કંપનીના નિષ્ણાતોએ આ મોડેલ તૈયાર કરવામાં તેમની મદદ કરી હતી.

મોડેલ માટે વિદ્યાર્થીઓએ દિલ્હીની મેટ્રો ટ્રેન જેવી જ દેખાતી ટ્રેન અને એક નાનકડો રેલવે ટ્રેક તૈયાર કર્યો છે.જેના પર થોડા થોડા અંતરે એક ફાટક અને રેલવે સ્ટેશન છે.બે ડબ્બાવાળી નાનકડી ટ્રેન રેલવે ટ્રેક પર જેવી ફાટક પાસેથી પસાર થાય છે કે તરત જ કોઈ પણ પ્રકારની માનવીય મદદ વગર ફાટક બંધ થાય છે અને ટ્રેન પસાર થતાની સાથે જ ફાટક ખુલી જાય છે.

આ જ રીતે રેલવે ે સ્ટેશન પર આવતાની સાથે જ ટ્રેન આપોઆપ ઉભી રહે છે અને નિયત સમયે આપોઆપ તે ગતિ પણ પકડે છે.ટ્રેન પર મુકેલી ડીસ્પલે પેનલ પર મુસાફરો ટ્રેન કેટલા સમયમાં રવાના થશે તે પણ જોઈ શકે છે.જો ટ્રેનથી એકાદ ફુટના અંતરે અન્ય ટ્રેન ટ્રેક પર ઉભી હોય તો ટ્રેન ઉભી રહી જાય છે અને તેના પર ગોઠવેલુ એલાર્મ રણકી ઉઠી છે.જ્યાં સુધી ટ્રેક પરની અન્ય ટ્રેનને હટાવાય નહી ત્યાં સુધી ટ્રેન આગળ વધતી નથી.

આ તમામ કમાલ બજારમાં જ ઉપલબ્ધ વિવિધ વસ્તુઓ જેવી કે રેઝીસ્ટર,ફોટો સેન્સર,માઈક્રોકન્ટ્રોલર,રેડીયો ફ્રીકવન્સી ટ્રાન્સમીટર,આઈ સીનો છે.તેના થકી રેલ્વે ફાટકનુ જ નહી પરંતુ રસ્તા પરના મુસાફરોને ટ્રેનની અવર જવર દર્શાવતા ટ્રાફીક સીગ્નલની લાલ લીલી લાઈટનુ આપોઆપ સંચાલન પણ થઈ શેક છે.
વિદ્યાર્થીઓએ તેમના મોડેલ કેટલીક બેકઅપ સીસ્ટમ પણ સફળતાપૂર્વક ગોઠવી બતાવી છે.જેમકે કોઈ કારણસર મુખ્ય ફાટક બંધ થાય તો ઈમરજન્સી ફાટક કાર્યરત થઈ જાય છે.આ જ રીતે વિજપૂરવઠો ખોરવવાના સંજોગોમાં ફાટક ઈમરજન્સી સીસ્ટમ પર અને સેન્સર ખોટકાય તેવી પરિસ્થિતિમાં ફાટક મેગ્નેટીક સ્વીચ વડે કામ કરે છે.

બાબરીયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનુ કેહવુ છે કે વાસ્તવિક ઉપયોગ માટે રેલવે જીપીએસ વાયરલેસ પ્રણાલી અને શક્તિશાળી કોમપ્યુટરની મદદ લે તો આ મોડેલ કાર્યક્ષમ પૂરવાર થાય તેમ છે.અમે આ મોડેલ રેલવે અધિકારીઓને દર્શાવવા માંગીએ છે.

સંખ્યાબંધ માનવવિહોણારેલવે ફાટકો અને એક જ ટ્રેક પર દોડી રહેલી ટ્રેનો અથડાવાના કારણેે દર વર્ષે કેટલાય લોકોના મોત થાય છે ત્યારે રેલવે આ પ્રકારની કોઈ ટેકનોલોજીને અમલમાં મુકે છે કેમ તે જોવાનુ રહે છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved