Last Update : 21-June-2011, Tuesday
 
પાલિતાણાના ભરતકામનું કામણ ભારત ઉપરાંત વિદેશોમાં પણ વિસ્તર્યું છે
 
 

ભાવનગર - ભારત બાદ ગુજરાત અને ત્યારબાદ ભાવનગરનું લોકજીવન વૈવિધ્ય પૂર્ણ અને સમૃધ્ધ છે. ભાવનગરમાં અનેક જાતી તથા કુળોની પ્રજાતિઓ વસવાટ કરે છે અને દરેક પોત પોતાની કલા-સંસ્કૃતિના વારસાને આજ પર્યત જાળવી રાખ્યો છે. દરેક જિલ્લો પોતાની આગવી કલાને લઇ ઓળખાય છે. જેમ કે પારણના પટોળા, જામનગરની બોઘણી તેમજ પાલિતાણાનું ભરતકામ પણ લોક સંસ્કૃતિની ઓળખ છે. ભરતકામની શરૃઆતનો પ્રાચીન કાળથી થઇ હોવાનું મનાય છે. કેમ કે મોકે-જો દડોના ધર્મગુરૃના પોષાક પર પણ ભરતકામ મળી આવ્યું હતું. જ્યારે અંજતાનો ભીત ચિત્રોમાં પણ ભરતકામની શ્રેષ્ઠ અસરો જોવા મળે છે.

ભરતકામ એ એક આગવી આવડત અને ઘરગથ્થુ ઉદ્યોક છે. જે પાલિતાણામાં વિસ્તર્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં કિશોરી અવસ્થામાં પ્રવેશતાજ સાણામાં લઇ જવા માટે ચાકડા, તોરણ બનાવવાની શરૃઆત થઇ જતી હોય છે. જે એક પ્રોત્સાહન પુરૃ પાડનારી પરિસ્થિતિ ગણી શકાય દસ આંગળીઓના ટેરવેથી ટપકેલા શયનાઓથી સજાવેલુ ભરતકામ પીયુના આંગણા અને ઓરડાને શણગારે છે.

જૈન સંપ્રદાયના આરાધ્ય દેવ આદિનાથ ભગવાન સહિતના તિર્થન્કરોના અનેક મંદિરો જે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. તેવા પાલિતાણામાં ઘણા લોકો પોતાની અંગત જરૃરીયાત મુજબ ભરત ગુથણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહિ બાવળીયાળી ભરત, દેશી ભરત, ટાંકાભરત, આભલા ભરત અને આરી ભરતનું કામ મોટાપાયે થાય છે. જેમાં સારી ભરતનું કાર્ય મહદઅંશે મોચી જ્ઞાાતિના ભાઇઓ કરતા હોય છે. આ ઉપરાંત અન્ય જ્ઞાાતિની મહિલાઓ પણ થોડા-ઘણા અંશે ભરતકામ કરી પેટીયુ રળી લેતી હોય છે. કુશળ કારીગરી રોજના ચારથી છ કલાક કામ કરી ૫૦ થી ૧૦૦ રૃપિયા જેટલી રોજગારી મેળવી શકે છે.

પાલિતાણા પંથકની સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકોની એક અંદાજ મુજબ આઠથી દસ હજાર મહિલાઓ ભરતકામના ગૃહ વ્યવસાય સાથે પોતાની રોજી ઘરબેઠા મેળવી રહી છે. જ્યારે ઘરના મોભી ખેતી કે અન્ય મજુરીકામ કરતા હોય મહિલાઓ માટે ઘરગથ્થુ વ્યવસાય સારો ચાલે છે. જેઓ સાડી, ચણીયા ચોળી, ચાકડા, ચંદરવા, તોરણ, કુશનકવર, બટવા, ચાદર, કેડીયા વગેરે અફલાતુન વસ્તુઓ બનાવી રહી છે.

આકર્ષક અને ઉત્તમ ભરતકામની કિંમત ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ થાય છે. અહિ બનાવાયેલ વસ્તુ સ્થાનિક બજારો ઉપરાંત દિલ્લી, મુંબઇ, બેગ્લોર, મદ્રાસ, ઉદેપુર, નાપદ્વારા, પુલ્કર અંબાજી ઉપરાંત વિદેશમાં પણ જતો હોવાનું વેપારી વર્ગમાંથી જાણવા મળે છે. આમ પાલિતાણાની હસ્તકલાએ ધીમી પણ મક્કમ ગતિએ આજે પણ પોતાની કલાના કામણ અણનમ રાખ્યા છે. તિર્થનગરીમાં વિશેષ ઉદ્યોગો નહીવત હોવાથી કેટલાક ઘરની મહિલાઓ ભરત ગુથણમાંથી રોજી મેળવી લે છે

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved