Last Update : 21-June-2011, Tuesday
 

કમ્પ્યુટરના ઠેકાણા નથી છતાંં આજે ઇ-જર્નલ યુઝર અવેરનેસ સેમીનાર

ગુજરાત યુનિ.ના આર્ટસ,કોમર્સ અને સાયન્સ વિભાગમાં
અમદાવાદ,સોમવાર
ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે સાયન્સ ડીપાર્ટમેન્ટમાં ઇ-જર્નલ યુઝર અવરનેસના નામે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અધ્યાપકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કેવી રીતે રીસર્ચ પ્રોજેક્ટ રજૂ કરવા તેની માહિતી આપવામાં આવશે. જો કે,છેલ્લા બે વર્ષથી કોમ્પ્યુટરાઇઝેશનના નામે કરોડો રૃપિયાનો ખર્ચ કરવા છતાં હજુ તમામ ડીપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટરો પહોંચ્યા નથી. જે વિભાગમાં કોમ્પ્યુટરો મુકવામા આવ્યા છ તે ચાલતાં નથી. જે કોમ્પ્યુટરો ચાલે છે તેમાં ઇન્ટરનેટ કનેક્શન જ આપવામાં આવ્યા નથી ત્યારે આ પ્રકારના સેમીનાર સામે અધ્યાપકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
તમામ વિભાગોમાં પહેલા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ શરૃ થાય ત્યારબાદ આવા સેમીનારો રાખવા અધ્યાપકો રજૂઆત
પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી કોમ્પ્યુટરાઇઝેશનના નામે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અધ્યાપકો પોતાના સંશોધનપત્રો ઇન્ટરનેટ પર મુકી શકે અને અન્ય અધ્યાપકોના સંશોધનપત્રો વાંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની જાહેરાતો પણ વારંવાર સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. આ માટે દરેક વિભાગમાં કોમ્પ્યુટરો ગોઠવી દેવામાં આવ્યા હતા.આશ્ચર્યની વાત એ કે જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ગોઠવાયેલા કોમ્પ્યુટરો પૈકી અડધા કોમ્પ્યુટરો ચાલતાં જ નથી. જે કોમ્પ્યુટર ચાલે છે તેમાં ઇન્ટરનેટ કનેક્શન જ આપવામાં આવ્યું નથી.
આવતીકાલે યોજાનારા સેમીનાર અંગે અધ્યાપકો કહે છે હજુ દરેક ડીપાર્ટમેન્ટમાં પુરતાં કોમ્પ્યુટરો જ ગોઠવવામાં આવ્યા નથી. જયાં કોમ્પ્યુટર છે ત્યાં ઇન્ટરનેટ નથી. આ પરિસ્થિતિમાં સેમીનારમાં મળનારી જાણકારીનો કોઇ જગ્યાએ ઉપયોગ થઇ શકે તેમ નથી. છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી દ્વારા તમામ સંશોધનપત્રો ઇન્ટરનેટ પર મુકવાની જાહેરાતો કરવામાં આવે છે. પહેલા તમામ વિભાગોમાં કોમ્પ્યુટર મુકી તેમાં ઇન્ટરનેટ કનેક્શન આપીને તેનો યોગ્ય ઉપયોગ શરૃ થાય ત્યારબાદ આવા સેમીનારો રાખવા જોઇએ તેવો મત અધ્યાપકો વ્યક્ત કરી રહ્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved