Last Update : 21-June-2011, Tuesday
 

હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર

 

મુંબઈ, તા.૨૧
આ શનિવાર અને રવિવારથી સ્ટારપ્લસ પર હૃતિક રોશનને જજ તરીકે ચમકાવતો ડાન્સ આધારિત રિયાલિટી શો 'જસ્ટ ડાન્સ' શરૃ થયો છે. આ શો દર્શકોને તો પસંદ પડયો છે, પણ બોલીવૂડમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, શાહરૃખ ખાન, અક્ષયકુમાર, દીપિકા પદુકોણ, કરણ જોહર તથા સોનમ કપૂર તો હૃતિકના ડાન્સિંગના મોટા ચાહક છે અને તેમણે હૃતિકના જાહેરમાં મુક્ત કંઠે વખાણ કર્યા છે.
શાહરૃખ ખાન, અક્ષયકુમાર, દીપિકા પદુકોણ, કરણ જોહર તથા સોનમ કપૂર તો હૃતિકના ડાન્સિંગના મોટા ચાહક છે
હૃતિકના શોના આગામી એપિસોડના મુદ્દે સામાન્ય જનતામાં ભારે ઉત્કંઠા છે ત્યારે હૃતિકના ડાન્સિંગ કૌશલ વિશે વાત કરતા શાહરૃખ ખાન કહે છે કે ''હુ ંજ્યારે ડાન્સ વિશે વિચારું છું ત્યારે મારા મનમાં હૃતિકનો જ વિચાર આવે છે. ડાન્સ અને હૃતિક એકબીજાનો પર્યાય બની ગયા છે. હૃતિના ડાન્સ વિશે એ એક જાદુ છે એ સિવાય હું કંઈ પણ કહી શકું એમ નથી. 'જસ્ટ ડાન્સ'ના ફોર્મેટમાં મને સૌથી સારી બાબત એ લાગે છે કે એમાં હૃતિકના ચાહકો અને સામાન્ય લોકોને તેમના પડદા પરના આરાધ્યદેવનેે મળવાની તક મળે છે. જો કોઈ પણ ડાન્સ શો હોય તો એનો જજ હૃતિક જ હોઈ શકે.''
અક્ષયકુમારે આ નવા શો વિશે વાત કરતા જણાવ્યું છે કે ''હૃતિક રોશન જેવો અભિનેતા અને ડાન્સર બીજો કોઈ નથી. તેને ખબર હશે કે તે તેની ડાન્સિંગ સ્ટાઇલથી અમને બધાને તેની ઇર્ષા કરાવી શકવા માટે સક્ષમ છે. તે ડાન્સ ફ્લોર પર જે કરે છે એ તાજગીસભર છે. તે બહુ પ્રતિભાશાળી છે.''
દીપિકા પદુકોણે 'જસ્ટ ડાન્સ' અને હૃતિક રોશન વિશે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે ''આટલા ગુણવત્તાસભર કાર્યક્રમ માટે હૃતિકથી સારો કોઈ જ જજ ન હોઇ શકે. તે ચોક્કસપણે આપણી વચ્ચેનો શ્રેષ્ઠ ડાન્સર છે. તે પોતાની કળા માટે માત્ર ઉત્સાહી જ નથી, પણ એમાં ઉત્તમ પણ છે. માધુરી દીક્ષિતની જેમ જ હૃતિક પણ પોતાના ડાન્સમાં સારી એવી સંવેદના ઉમેરે છે.''
'જસ્ટ ડાન્સ'માં જજ તરીકે હૃતિકની પસંદગી વિશે વાત કરતા ફિલ્મસર્જક કરણ જોહર કહે છે કે ''આ શોમાં જજ તરીકે હૃતિક રોેશન સિવાય બીજી કોઈ સારી પસંદગી થઈ જ ન શકે. તે પોતાની હાજરીથી શોમાં જે આભા ઉભી કરી શકે છે એવી અસર બીજો કોઈ અભિનેતા ન લાવી શકત. તે આપણી વચ્ચેનો શ્રેષ્ઠ ડાન્સર જ નથી, પણ પોતાના કામ પ્રત્યે પણ અત્યંત સમર્પિત અને ગંભીર છે. તે સંપૂર્ણતાનો આગ્રહી હોવાના કારણે સ્પર્ધકો માટે એની અપેક્ષા પર ખરા સાબિત થવું અઘરું સાબિત થશે.''
હૃતિકના આ નવા શો વિશે પોતાનું મંતવ્ય જણાવતા સોનમ કહે છે કે ''હું બહુ ઓછું ટીવી જોઉં છું, પણ હૃતિકને કારણે 'જસ્ટ ડાન્સ' એમાં અપવાદ છે. મારી ઓળખાણમાં હૃતિક જ એવો ડાન્સર છે જે લય અને આત્માના સમન્વયથી ડાન્સ કરે છે. તેને ડાન્સ કરતો જોતી વખતે તમે પલકારો મારતા પણ ભુલી જાઓ છો. તે અદ્ભુત પરફોર્મર છે. તેનું ટીવી પરનું આગમન ફિલ્મોમાં કરેલા આગમન જેટલું જ ધમાકેદાર સાબિત થયું છે.''
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved