Last Update : 20-June-2011, Monday
 

સુરત શહેર કોંગ્રેસના નવા પ્રમુખ માટે કાઉન્ટ-ડાઉન ઃ ૫ નામ ચર્ચામાં

 

નૈષધ દેસાઇ, અશોક જીરાવાલા, અશોક પીંપળે અને સંજય પટવા માટે લોબીંગઃ કેટલાક નેતાઓની દાદાગીરીને કારણે શાંત નેતાઓ રેસમાંથી ખસી ગયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરત શહેર કોંગ્રેસના નવા પ્રમુખ માટેનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે. શહેર કોંગ્રેસના પ્રમુખનું નામ નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ માટે પાંચેક દાવેદારોના નામ ચર્ચામાં છે. કોંગ્રેસ પ્રમુખ તરીકને તાજ કોના માથે પહેરાવવામાં આવે તે અંગે અનેક અટકળ ચાલી રહી છે. શહેર કોંગ્રેસના પ્રમુખની ખુરશી પર બેસવા માટે ભારે લોબીંગ થઈ રહ્યું છે. જોકે, કોંગ્રેસના કેટલાક નેતાઓના ઉધ્ધત વર્તન તથા દાદાગીરીના કારણે કેટલાક સૌમ્ય સ્વભાવના નેતાઓ પહેલાંથી જ આ રેસમાંથી ખસી ગયાં છે.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શંભુ પ્રજાપતિ તદ્દન નબળા સાબિત થયાં છે. પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ આવતાં હવે આગામી દિવસોમાં સુરતના પ્રમુખની નિમણુંકની પણ કવાયત થઈ રહી છે. જેનાભાગ રૃપે કોંગ્રેસ દ્વારા જુના જાહેર કરવામાં આવેલા તમામ હોદ્દેદારોને બરખાસ્ત કરી દેવાની જાહેરાત કરવમાં આવી હતી.
છેલ્લા ઘણાં વખતથી કોંગ્રેસના નવા શહેર પ્રમુખની નિમણુંક માટે ગુ્રપ બેઠક ચાલી હતી. જેમાં દરેક ગુ્રપ દ્વારા પ્રમુખ પદે પોતાના ઉમેદવારને આગળ કરવામાં આવ્યા હતા. જોકે, બેઠક પહેલાં જ પાલિકાના પુર્વ વિપક્ષી નેતા બાબુ કાપડિયા તથા પુર્વ કોર્પોરેટર સુનિલ પટેલે પોતાનું નામ આગળ કર્યું હોવા છતાં પ્રમુખ બનવાની અનિચ્છા જાહેર કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પણ કેટલાક સૌમ્ય સ્વભાવના નેતાઓએ પ્રમુખની દાવેદારીમાં અનિચ્છા જાહેર કરી દીધી છે.
આ પાછળ સુરત કોંગ્રેસમા એવી ચર્ચા થઈ રહી છે કે કેટલાક કોંગ્રેસના નેતાઓ દિલ્હીની બીક બતાવીને હાલના પ્રમુખ તથા હોદ્દેદારો સાથે ઉધ્ધત અને અપમાનિત થાય તેવું વર્તન કરે છે. શહેરના પ્રમુખ હોવા છતાં આવા નેતાઓ જાહેરમાં ગાળાગાળી કરતાં અચકાતા નથી. જેના કારણે અનેક નેતાઓ કોંગ્રેસના પ્રમુખ બનવાથી દુર ભાગી રહ્યાં છે.
જોકે, હાલમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત સાથે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે. તેવા સંજોગોમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નૈષધ દેસાઈ, સંજય પટવા, અશોક જીરાવાલા, અશોક પીંપળેના નામ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત જેઓએ પ્રમુખ માટે પહેલાં જ અનિચ્છા દર્શાવી છે તેવા બાબુ કાપડિયા અને સુનિલ પટેલના નામો પણ સાંભળવા મળી રહ્યાં છે. આગામી નજીકના ભવિષ્યમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. જેથી દરેક ગુ્રપ દ્વારા પોતાના ગુ્રપનાને પ્રમુખ પદ મળે તે માટે ભારે લોબીંગ કરવામા આવી રહ્યું છે. જેના કારણે ચર્ચા એવી ચાલી રહી છે કે હાલમાં જે નામોની ચર્ચા થાય છે તેમાંથી પ્રમુખ જાહેર કરાશે કે ગત ટર્મની જેમ સ્કાયલેબની જેમ નામ આવી જશે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved