Last Update : 20-June-2011, Monday
 
સુરત મહાપાલિકા પાસે જુના હોર્ડિંગ્સ ઉતારવાનો સમય નથી
 
મુખ્યમંત્રીના જુના હોર્ડિંગ્સ ઉતારી લેવાના આદેશ પણ

હનીપાર્ક રોડ પર ખેલ મહોત્સવનું અને સહરા દરવાજા પર રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું બોર્ડ આજે પણ છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યભરમાં મુકાયેલા બોર્ડ કાર્યક્રમ પુર્ણ થયાં બાદ ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમય જતાં બોર્ડ ખરાબ થવા ઉપરાંત લોકોને ખોટી માહિતી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ સુરત મહાનગરપાલિકાને ઘણાં સમય પહેલાંના મુકવામાં આવેલા હોર્ડિંગ્સ દુર કરવામાં હજી પણ ફુરસદ મળી નથી .
ગુજરાતમાં વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, ખેલ મહોત્સવ, સમયદાન, કૃષિ મહોત્સવ ઉપરાંત અનેક યોજનાઓની જાહેરાત તથા લોકોને માહિતી પુરી પાડવા માટે રાજ્ય ભરમાં હોર્ડિંગ્સ તથા બેનર લગાવવામાં આવે છે. આ બધા જ હોર્ડિગ્સ અને બેનર પર મુખ્યમંત્રીના ફોટા સાથે કાર્યક્રમની માહિતી મુકવામાં આવે છે. કાર્યક્રમ પુરો થયાં બાદ આવા બોર્ડની હાલત ખરાબ થઈ જવા ઉપરાંત બેનર ફાટી જતાં ગંદા દેખાય છે. તેના કારણે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીનો કાર્યક્રમ પુર્ણ થાય કે તરત જ આવા હોર્ડિંગ્સ અને બેનર ઉતારી લેવા માટે પી.ડબ્લ્યુ.ડી. વિભાગને તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના પી.ડબ્લ્યુ.ડી. વિભાગ દ્વારા આ સુચના બાદ કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. પરંતુ આવી જ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમો પુર્ણ થયાં બાદ મુકવામાં આવેલા બોર્ડ ઉતારવામાં નહીં આવતાં લોકોને વાસી માહિતી મળી રહી છે.
હાલમાં હની પાર્ક રોડ પર બાળ શહિદ શીરીષકુમાર સર્કલ પાસે પાલિકાના હોર્ડિંગ્સ પર ખેલ મહોત્સવના આયોજનનું બોર્ડ દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમ પુર્ણ થયોને ઘણો લાંબો સમય થઈ ગયો છતાં પાલિકા દ્વારા આ બોર્ડ ઉતારવાની તસ્દી લેવામાં આવી નથી. આવી જ રીતે ૨૬મી જાન્યુઆરીએ વરાછાના યોગી ચોક ખાતે રાજ્ય કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે સહારા દરવાજા ફ્લાય ઓવર બ્રિજ નીચે ધ્વજ વંદન સ્થળે જવાના કાર્યક્રમનું બોર્ડ હજી હટાવવામાં આવ્યું નથી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved