Last Update : 20-June-2011, Monday
 
નાની વાઘરેચના બુટલેગરનો ૧૫ વર્ષની તરૃણી પર બળાત્કાર

 

શાળાએ જતી તરૃણીને કારમાં બેસાડી એકાંતમાં લઇ જઇ બે સંતાનનો પિતા ધનસુખ ટંડેલ પાંચ મહિનાથી હવસ સંતોષતો હતો
બીલીમોરા, રવિવાર
બીલીમોરા નજીક આવેલા નાની વાઘરેચ ગામે રહેતા બુટલેગરે તેના ગામમાં રહેતી સગીરવયની વિદ્યાર્થીનીને શાળાએ જતી-આવતી વેળા પોતાના વાહનમાં બેસાડી લલચાવી ફેસલાવી તેના ઉપર એકાંત જગ્યાએ અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાને ધમકી આપી હતી કે જો આ વાત તું કોઇને કહીશ તો તને અને તારા પરિવારને હું જાનથી મારી નાંખીશ. આ અંગે પોલીસમાં ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બુટલેગરને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બીલીમોરા નજીક આવેલા નાની વાઘરેચ ગામે રહેતી પંદર વર્ષીય તરૃણી જયશ્રી (નામ બદલ્યું છે.) બીલીમોરાની એક શાળામાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તેના પિતા નોકરી અર્થે પરદેશમાં ગયા હોવાથી ઘરે તેની માતા, દાદી અને ભાઇઓ સાથે રહે છે. જયશ્રી પોતાના ગામેથી બીલીમોરા શાળાએ જતી-આવતી હતી. તે દરમ્યાન તેના જ ગામમાં રહેતો બુટલેગર અને બે સંતાનનો પિતા ધનસુખ મંગુભાઇ ટંડેલ (ઉ.વ. ૨૯)ની જયશ્રી ઉપર નજર ઠરતાં તેના મનમાં વાસનાનો કીડો સળવળી ઉઠયો હતો અને તેણે જયશ્રીને ગમે તે ભોગે પામવા માટે પોતાના ખેલ અજમાવવા માંડયા હતા. જયશ્રીના ઘરમાં કોઇ વડીલ પુરૃષ વ્યકિત ન હોવાથી ધનસુખને કોઇની બીક રહી ન હતી અને તેણે જયશ્રીનાં સ્કુલે જવા-આવવાના સમયે ગામની બહાર સ્કૂલની બહાર પોતાની મોટરસાયકલ - ફોર વ્હીલ લઇને ઉભો રહી જતો અને જયશ્રીને સ્કૂલે મુકવા ઘરે લઇ આવવા ઓફર કરતો હતો.
એક-બે વખત આનાકાની બાદ ગામનો જ માણસ એટલે જયશ્રી ધનસુખ સાથે વાહનમાં બેસી જતાં તેને ધનસુખે પોતાની મોહજાળમાં ફસાવી લીધી હતી અને લલચાવી ફોસલાવી જયશ્રીને કયારેક મોટરસાયકલ ઉપર તો કયારેક કારમાં ગાયકવાડ મીલની એકાંત ખુલ્લી જગ્યામાં તો કયારેક વાઘરેચ ગામની સ્મશાનભૂમિવાળી વેરાન જગ્યાએ લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સિલસિલો ગત તા. ૩૧-૧૨-૧૦ થી તા. ૩-૫-૧૧ સુધી એટલે કે પાંચ મહિના ચાલતો રહ્યો હતો. બાદમાં જયશ્રીએ આ સંબંધોનો વિરોધ કરતા આરોપી બુટલેગર ધનસુખે તેને જો તું મને શરીરસંબંધ નહીં બાંધવા દેશે અને કોઇને આ વાત કહીશ તો તને અને તારા પરિવારને હું જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ધમકીથી ફફડતી જયશ્રીએ પોતાની મરજી વિરૃદ્ધ પોતાના ઉપર થતો અત્યાચાર સહન કરતી રહી હતી.
અંતે તેણે કંટાળી જઇ પોતાની બહેનપણીને સમગ્ર કિસ્સો જણાવતા તેની બહેનપણીએ જયશ્રીની માતાને જાણ કરી હતી. આથી ચોંકી ઉઠેલી જયશ્રીની માતાએ ગઇકાલે સાંજે ૬-૩૦ કલાકે બીલીમોરા પોલીસમાં પોતાની સગીર પુત્રી જયશ્રી ઉપર બુટલેગર દ્વારા ધાકધમકી આપી બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધનસુખ ટડેલ સામે બળાત્કાર, હત્યાની ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે ગુનાવાળા સ્થળની તપાસ માટે એફ.એસ.એલ.ની મદદ લઇ બન્નેના મેડીકલ કરાવી વધુ તપાસ પો.સ.ઇ. ઠાકર કરી રહ્યાં છે.

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved