Last Update : 20-June-2011, Monday
 
કોર્પોરેટરની પૂણ્યતિથિએ જ તેની પત્નીએ એસિડ પી લીધુ
 
ભાજપના સ્વર્ગસ્થ કોર્પોરેટરની પત્ની અને સાસરીયાઓ વચ્ચે મિલ્કતના મુદ્દે વિવાદ

ભાજપના કોર્પોરેટર ડો. ભોરણીયા અને બીજા સાસરીયાઓના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયર પક્ષનો આક્ષેપ
રાજકોટ, રવિવાર
રાજકોટ ભાજપના સ્વર્ગસ્થ કોર્પોરેટર અમિત ભોરણીયાના પરિવારમાં મિલ્કતના મુદ્દે વિધવા વહુ અને સાસરીયા પક્ષના સભ્યો વચ્ચે જબરો વિખવાદ સર્જાયો છે. શનિવારે અમિતભાઇની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે જ તેના પત્ની માયાબેને એસિડ પી લીધા બાદ તેના અને સાસરીયા પક્ષના સભ્યો વચ્ચે મિલ્કતના મુદ્દે ઘણાં મહિનાથી ચાલતો વિવાદ જગજાહેર થયો છે. માયાબેને સસરા એવા વોર્ડ નંબર ૧૧ના કોર્પોરેટર ડો. છગનભાઇ ભોરણીયા, સાસુ, નણંદ, નણદોયા સહિતના સભ્યો દ્વારા અપાતા ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનો તેમના ભાઇ અને બનેવીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે અને આ બારામાં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૃ કર્યાનું કહ્યું છે.
ભાજપના ધુરંધર કોર્પોરેટર અમિત ભોરણીયાનું દિવના દરિયામાં ડુબી જવાથી મોત નિપજયું હતું. ગઇકાલે શનિવારે તેની પ્રથમ પૂણ્યતિથિ હતી તે નિમિત્તે તેના મિત્રોએ રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજયા હતાં. ઘરમાં પણ ધાર્મિક વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સાંજે તેની પત્ની માયાબેને (૩૬) સોમનાથ-૨માં સંતુર એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફલેટમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
માયાબેનના ભાઇ મુકેશ કાલરીયા અને બનેવી દિલીપભાઇએ માયાબેને સાસરીયાઓના ત્રાસને કારણે આ પગલું ભર્યાનો રોષભેર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે અમિતભાઇના મોત પછી તરત જ તેના પિતા ડો. છગનભાઇ ભોરણીયા (કે જેઓ પુત્રના મોત બાદ ભાજપની ટિકિટ પરથી વોર્ડ નંબર ૧૧ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે) અને પરિવારના બીજા સભ્યોએ ચોટીલા પાસે આવેલી ૧૧૦ વીઘા જમીન વેંચી નાખી હતી. આ પછી અમિતભાઇના વીમાની રકમના જે રૃા. ૪૦ લાખ આવ્યા હતા તે માયાબેનની કોરા ચેક પર સહી કરાવી લઇ લીધા હતા એટલું જ નહીં ઘણાં સમયથી માયાબેનને બીજા લગ્ન કરી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતાં.
તેમણે આક્ષેપ કર્યો કે માયાબેનને તેના પતિની બીજી મિલ્કતોમાં વારસાઇ હક્ક ન મળે તે માટે સાસરીયા પક્ષના સભ્યો બીજા લગ્ન માટે દબાણ કરતા હતા, એટલું જ નહીં અમિતભાઇની મિલ્કતના વારસ હોવાના કારણે માયાબેનની અવારનવાર સહીની જરૃર પડતી હોવાથી માયાબેન તેમને નડતા હતાં. જેને કારણે તેને ત્રાસ આપતા હતા.
વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ગઇકાલે માયાબેને આ પગલું ભર્યા બાદ તેના સસરાએ તેમના પિયર પક્ષમાં ફોન કરી એટલું જ કહ્યું માયાને મજા નથી તમે ફ્રી હો તો કાલે આવી જજો, આ પછી પૂરતી સગવડ ન હોય તેવી બે હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. અમિતભાઇના મોતના સમાચાર સાંભળી માયાબેન બેભાન થઇ જતાં તેને ઢોંગ ગણાવ્યું હતું. માયાબેનના આગલા ઘરની પુત્રી સાથે વાતચીત કરવા પણ દેતા નહીં. અમે માયાબેનને ઘરે આવી જવાનું કહેતા તો પતિની તિથિ સુધી રોકાઇ જવાની વાત કરી આવતા ન હતા અને આખરે આ પગલું ભરી લીધુ હતું.
પોલીસ માયાબેન બેભાન હોવાથી તેનું હજુ નિવેદન લઇ શકી નથી પરંતુ તેના બહેન હંસાબેન અને બનેવીનું નિવેદન હાલ લીધુ છે જેમણે પણ પોલીસ સમક્ષ માયાબેનના સાસરીયાઓ વિરૃદ્ધ આક્ષેપો કર્યા હતાં. માયાબેન નિવેદનમાં શું જણાવે છે તેની ઉપર મીટ મંડાઇ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved