Last Update : 20-June-2011, Monday
 
યુવક પર પિતરાઇ ભાઇ દ્વારા બે વખત જીપ ચડાવી ખૂનનો પ્રયાસ
 
બજરંગવાડી તરફ જવાના રસ્તે બનેલી ઘટના

રાજકોટ, રવિવાર
માર્કેટીંગ યાર્ડ સામેની ભગીરથ સોસાયટી શેરી નંબર ૧૦માં રહેતાં અરજણ અગેચાણીયા (૨૯) પર ગઇકાલે સાંજે જામનગર રોડ પરના બજરંગવાડીમાં તેના જ પિતરાઇ ભાઇ વિનુએ તુફાન જીપ બે વખત માથે ચડાવી હત્યાનો હિચકારો પ્રયાસ કર્યાનો બનાવ જાહેર થયો છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી રાત્રે જ વિનુ અને તેની પત્ની શેતલબેન ઉર્ફે ચતુરાબેનની ધરપકડ કરી હતી.
વડીલોપાર્જીત મિલ્કતના ભાયુભાગના મુદ્દે ચાલતી તકરાર કારણભૂતઃ આરોપી દંપતિની રાતોરાત ધરપકડ
પોલીસ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ, ખેતી અને ખેત મજૂરી કરતા અરજણ અને મનહરપુર-૨માં રહેતાં તેના પિતરાઇ વિનુ વચ્ચે મનહરપુરમાં આવેલી વડીલોપાર્જીત મિલ્કતના ભાયુભાગ બાબતે ઘણાં વર્ષોથી વિવાદ અને તકરાર ચાલે છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ૨૦૦૯માં મારામારી થઇ હતી જે અંગે તાલુકા પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો. ગઇકાલે સાંજે અરજણ મોટર સાયકલ લઇ વકીલને મળવા ગયો હતો.
વકીલ હજુ આવ્યા ન હોવાથી તેની રાહ જોતાં બજરંગવાડીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે ઉભો હતો ત્યાં તુફાન જીપમાં વિનુ અને તેની પત્ની શેતલબેન ધસી આવ્યા હતા. વિનુએ સીધી જીપ અરજણની માથે ચડાવતા તે પટકાઇ ગયો હતો અને મોટર સાયકલમાં પણ નુકસાન થયું હતું. આ પછી જીવ બચાવી ભાગતા વિનુએ પીછો કરી બીજી વખત જીપ ચડાવી હતી એટલું જ નહીં ભાભી શેતલબેને જીપમાંથી ઉતરી ધોકાથી હુમલો કર્યો હતો. બે-બે વખત જીપ માથે નખાઇ હોવા છતાં સદ્દનસીબે અરજણને મુંઢ ઇજા થઇ હતી તેની ફરિયાદ પરથી ખૂનની કોશીષનો ગુનો નોંધી પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરી હતી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved