Last Update : 20-June-2011, Monday
 
ટ્રકો ચોરીને બારોબાર વેચતી ટોળકી ઝડપાઈ

 

ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી

ગાંધીનગર, તા..૧૯
ગાંધીનગર જિલ્લામાં ટ્રક ચોરીના બનાવો વધતા એલસીબીએ બાતમીદારોને સક્રિય કરીને ટ્રક ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે ચોરીના આરોપીઓની સાથે અંબાપુર ગામના વચેટીયાની ધરપકડ કરી લીધી છે અને પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જો કે, આ ચોરીના કૌભાંડનો મુખ્ય આરોપી ઈકબાલ ભટ્ટી પોલીસ પકડથી દૂર છે. તે પકડાય તો રાજ્યના અન્ય જીલ્લાઓની ટ્રક ચોરીના ગુનાઓ પળવારમાં ઉકેલાઈ જવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
ગાંધીનગર એલસીબીએ બે ચોરની સાથે એક વચેટીયાને ઝડપી પાડયો ઃ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો
ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ટ્રક, જીપ જેવા વાહનોની ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થતા જિલ્લા પોલીસવડા અર્ચના શિવહરેએ ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ટી.ચૂડાસમાને સૂચના આપી આ ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબીના સ્ટાફના માણસોએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમ્યાનમાં એલસીબીના એએસઆઈ કરણસિંહ હેડ કોન્સ્ટેબલ હજારીસિંહ, અશોકભાઈ, કિરણસિંહ, ભવાનસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભવાનસિંહને બાતમી મળી હતી કે, છત્રાલમાં ગઈ ૨૫મી મેના રોજ ચોરાયેલી ટ્રક નં. જીજે-૧૨વાય-૭૩૬૮ ઈકબાલ હલુમિયા ભટ્ટી, પંકજ પટેલ અને નરેશ લવારે ચોરીને અબ્દુલ મુતલીફ ઉર્ફે મુસા, અબ્દુલ સજીદ કુરેશી તેમજ અબ્દુલ વાસીદ મુસ્તુફા કુરેશીને વેચી દીધી છે અને આ ટ્રક અંબાપુરમાં ઘનશ્યામભાઈ પટેલ મારફતે કટીંગ કરાવી કબાડીમાં વેચી છે. જે પૈકીના અમરાઈવાડીમાં રહેતા પંકજ પરશોતમભાઈ પટેલ, કલોલના રાંચરડામાં નરેશ નારણભાઈ લવાર અને અંબાપુરમાં રહેતા ઘનશ્યામ લાલજીભાઈ પટેલ ખાત્રજ ચોકડી પાસે ઉભા છે. જેની બાતમીના આધારે એલસીબીએ આ ત્રણેયને ત્યાંથી પકડી પાડયા હતા અને તેમની પૂછપરછ કરતા તેમણે ગઈ ૨૫મી મેના રોજ છત્રાલ ચોકડી પાસેથી ૧૦ લાખની કિંમતની ટ્રક ચોર્યાની કબુલાત કરી હતી અને આ ટ્રક ૫૦ હજાર રૃપિયામાં અબ્દુલ મુતલીફ અને અબ્દુલ વાસીદ મુસ્તુફાને વેચી દીધી હતી અને આંબાપુર ગામના ઘનશ્યામભાઈ મારફતે કટીંગ કરાવી લીધી હતી. એલસીબી પીઆઈ જે.ટી.ચુડાસમાએ જણાવ્યું હતુ ંકે, આ ટોળકી છેલ્લા દોઢ બે વર્ષથી સક્રય હતી અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પાચ જેટલી ટ્રકોની ચોરી કર્યાની કબુલાત કરી છે. પંકજ પટેલ અગાઉ રામોલ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલો છે. જ્યારે ઈકબાલ ભટ્ટી પણ અગાઉ ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ ટ્રક ચોરીનો માસ્ટર માઈન્ડ ઈકબાલ ભટ્ટી પકડાય તો ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં થયેલી ટ્રક ચોરીના કૌભાંડનો પર્દાફાશ થાય તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved