Last Update : 20-June-2011, Monday
 
ખંભાત-તારાપુરમાં પ્રિ-મોન્સૂન પ્લાન ફ્લોપ
 
ખંભાત, તા. ૧૯
ભારતભરમાં ઘઉં અને ચોખાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર એવા ખંભાત અને તારાપુર તાલુકાના ભાલ પંથકમાં પ્રિમોન્સુન પ્લાન માત્ર કાગળ ઉપર હોઈ ૧૬ જેટલા ગામોના બાર હજારથી વધુ ખેડૂતો કફોડી સ્થીતીમાં મૂકાઈ ગયા છે. કાંસ, કેનાલ, કોઝ વે, સંરક્ષણ દિવાલ, ગરનાળા સહિતના કામોમાં ઠેરઠેર બેદરકારી દાખવવામાં આવી હોય ઉપરવાસના પાણીથી નુકશાન તેમજ જર્જરીત કેનાલોથી સિંચાઈમાં અસુવિધા ઉભી થશે.
સંરક્ષણ દીવાલ, ગરનાળાં સહિતનાં કામોમાં અક્ષમ્ય બેદરકારીથી ૧૬ જેટલાં ગામોના ૧૨ હજારથી વધુ ખેડૂતોમાં ફફડાટ
પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત તારાપુર તાલુકામાંથી સાબરમતી, મહી, શેઢી નદી ઉપરાંત ચાર જેટલા કાંસ પસાર થાય છે. આ કાંસ પહોળા કરવાની કામગીરી મંથરગતીએ ચાલતી હોય તથા તુટેલી કેનાલોના રીપેરીંગમાં માત્ર રેતી ભરેલી ગુણો મૂકી ઠાગાઠૈયા કરવામાં આવ્યા હોય ચોમાસામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડશે તેવો સૂર ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તાલુકાના રેલ, પાદરા, જાફરગંજ, ગોગડ, ખાબસર, મોર, ગોલાણા, મિતલી, પાંદડ, વડગામ સહિતના ગામોમાં ચોમાસામાં ઉપરવાસના પાણી ફરી વળતા હોય પ્રિમોન્સુન પ્લાનની બેદરકારીથી ચાલુ વર્ષે પણ ખેડૂતો ચિંતીત છે.
ભાલ પંથકના પાંદડ ગામના ચેકડેમના પાણી ફરી વળતા હોય સામે કાંઠે આવેલ ૧૨૦૦ હેક્ટર જમીનમાં ખેડૂતો ચોમાસુ તેમજ શિયાળુ પાક લઈ શકતા નથી. પાંદડના ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી નાવેડો તૂટી ગયો હોય છતાં પણ કાંસ વિભાગ રીપેરીંગ કાર્ય હાથ ધરાતું નથી. તેના કારણે પાંદડના ૪૦૦થી વધુ ખેડૂતોને ૨ કિ.મી.ના બદલે ૧૫ કિ.મીનો ધરમધક્કો ખાવો પડે છે.
ભાલ પંથકમાં આવેલ મહી જમણા કાંઠા નહેર યોજનામાં હાલ પાણીની તાતી જરૃરિયાત હોય સિંચાઈ વિભાગ પેટલાદ દ્વારા પાણી ન છોડાતા ધરૃવાડીયાનું કામ ખોરંભે ચડયું છે. આ કેનાલમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોય છતાં છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. ઠેર ઠેર તુટી ગયેલ કેનાલોના કારણે પાણીનો વ્યય થાય છે જેનાથી ખેડૂતોને નુકશાન થાય છે. છતાં સિંચાઈ વિભાગ દ્વારા માત્ર થીંગડા મારી કામ ચલાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ઉપરવાસના પાણી કમોસમી વરસાદ, પાકમાં રોગ અને સિંચાઈના પાણી સમયસર ન મળવાના કારણે ખેડૂતોને ચોમાસાના પાકમાં વ્યાપક નુકશાન થયેલ છે.
આમ પારાવાર મુશ્કેલીઓ વેઠતા ભાલ પંથકના ખેડૂતો કાંસ વિભાગ અને સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે મુશ્કેલીઓનો ભોગ બન્યા છે. તંત્ર દ્વારા હાલ સત્વરે કેનાલો રીપેર કરી પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રવર્તેલ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved