Last Update : 20-June-2011, Monday
 
વ્યવસાયિકો, કડિયા અને ડ્રાઇવરોને પૂરતું વેતન ન ચૂકવાતા કચવાટ

 

ખેડા જિલ્લામાં શ્રમ અને રોજગાર અધિનિયમ હેઠળ

નડિયાદ, તા.૧૯
ખેડા જિલ્લામાં શ્રમ અને રોજગાર અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા કુશળ વ્યાવસાયિકો, કડિયા તથા ડ્રાયવરોને પુરતું વેતન ચૂકવવમાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. વધતી જતી મોંધવારી વચ્ચે હજારો વ્યાવસાયિકોને પુરતુ વેતન ન મળતા આર્થિક શોષણનો ભોગ બની અન્યાય સહન કરવો પડે છે. માટે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓની નીતિ જવાબદાર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
પરિપત્ર મુજબ મહેનતાણું ન મળતા મોંઘવારીમાં નિર્વાહ ચલાવવો મુશ્કેલ
જિલ્લાના જાગૃત નાગરિકો ધ્વારા આ અંગે એવું જણાવવામાં આવી રહ્યુ છેકે સરકારી નોકરીઓમાં તથા શિક્ષણક્ષેત્રે વિદ્યાસહાયકોને શરૃઆતના વર્ષોમાં પુરતો સમય કામ કરાવવા છતાં ફિક્સ પગાર ધોરણના નામે માસિક ફકત ૨૫૦૦ રૃપિયા જ ચુકવાય છે. આવી જ નીતિનગર નગરપાલિકા જેવી અર્ધ સરકારી કચેરીઓમાં પણ અપનાવવામાં આવે છે. સરકાર ધ્વારા શ્રમ અને રોજગારી અધિનિયમ હેઠળ અનુસુચિ વિભાગ-૧ અને વિભાગ-૨માં કુશળ વ્યાવસાયિકો અને શ્રમિકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં મદદનીશ સુથાર, પ્લમ્બર,કડિયા તથા ટ્રક અને કાર ડ્રાયવર વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યાવસાયિકો ને માલિકો તરફથી અપુરતું વેતન ચૂકવાનું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પ્રકારના વ્યવસાયિકોને નોટિફિકેશન અંડર ન્યુનતમ વેતન અધિનિયમ ૧૯૪૮ હેઠળના જાહેરનામાં અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તા.૧૧ ફેબુ્રઆરી -૨૦૦૯ના પરિપત્ર મુજબ એક દિવસના રૃ.૧૩૮.૪૦પૈસાથી ૧૪૮.૪૦પૈસા ચુકવવાના હોય છે. પરંતુ આમ નકકી કર્યા મુજબનું મહેનતાણું તેઓને મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે .
ખેડા જિલ્લામાં નડિયાદની જીઆઈડીસી તથા પીજ અને લીબાસીં વગેરે જેવા સ્થળોએ નાની મોટી ફેકટરીઓ આવેલી છે. જ્યાં માલનું ઉત્પાદન કરવામાં આવે છે. આવી ફેકટરીઓમાં કામકરતા તેમના કામના પ્રમાણમાં દૈનિક અથવા માસિક પુરતું વેતન ચૂકવાનું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ રીતે આર્થિક શોષણનો ભોગ બનનાર કારીગરો અને કર્મચારીઓમાં અન્યાયની લાગણી પ્રસરવાની સાથો-સાથ અસંતોષ વ્યાપ્યો છે. એકતરફ મોંધવારી વધતી જાય છે. ત્યારેઆના પ્રમાણમાં કારીગરો અને કર્મચારીઓને કામના પ્રમાણમાં પુરતું વેતન ન ચૂકવાતા કામદાર વર્ગમાં અસંતોષ વ્યાપ્યો છે.
આ પ્રશ્ને શ્રમ અને રોજગાર વિભાગ સહિતના સંબંધિત સત્તાધીશો ધ્વારા સત્વરે તપાસ કરાવી કામદારો અને કર્મચારીઓને ન્યાય મળે તેવા પગલાં ભરવાની માંગ ઉઠી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved