.
Last Update : 20-June-2011, Monday
 
માલણકા ગામમાં રક્તપિતના દર્દીઓનું નાનુ કેન્દ્ર ચાલતું
 
ભાવનગર રાજ્ય હતું ત્યારે

ભાવનગર, રવિવાર
ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી રક્તપિત રોગીઓ પ્રત્યે ચિંતીત રહ્યા હતા. ભાવનગર પાસેના નાના એવા અધેવાડા ગામના સીમાડા પાસે માલણકા ગામમાં રક્તપિત્તનું પચ્ચીસ ત્રીસ માણસો રહી શકે એવું એક નાનું કેન્દ્ર ભાવનગર રાજ્ય તરફથી ચાલતું હતું. જેમાં ભાવનગર રજવાડા તરફથી કૃષ્ઠ રોગીઓને અનાજ-કપડા અને જરૃરી ઘર વપરાશ સામગ્રી ગાડામાં ભરીને નિયમિત આપવામાં આવતી.
રાજ્ય તરફથી કૃષ્ઠ રોગીઓને અનાજ-કપડા અને ઘર વપરાશ સામગ્રી ગાડામાં ભરીને નિયમિત અપાતી
મોજે માલણકા ગામે ભાવનગર તાલુકામાં દરબારી ખરાબા વાળી ભેખડયુ ખેતર સર્વે નં.૯૭ની જમીન ૧૪ એ ૧૭ ગુંઠા (દરબારી જીયારત) આ જમીન જુના ભાવનગર રાજ્ય તરફથી રક્તપિત્તયા આશ્રમને દવાખાનુ, રહેણાંકને નિભાવ અર્થે અર્પણ કરેલ અને જે તે વર્ષોમાં મહારાજા એવું કહેતા કે રક્તપિત્તના દર્દીની પરિસ્થિતિ બાબત આપણે આંખો બંધ રાખી દઇએ છીએ. જો ભારતમાં નવચેતના પ્રગટે તો આ દેશમાં એક પણ રક્તપિત્ત કે ભિખારી એવો ન રહી જાય કે જેની વ્યવસ્થા આપણે ન કરીએ.
સ્વરાજ આવ્યા પછી રક્તપિત્ત દર્દીની સારવાર વિકસાવવાનો સ્વ.બળવંતરાય મહેતાએ સંકલ્પ કર્યો. ભાવનગરની ઉત્તર દિશાએ રૃવાપરી માતાજીના મંદિર નજીક ગામ બહાર દરિયા કિનારે સને ૧૯૫૫ના નવેમ્બર માસમાં શ્રી મેઘજી પેથરાજ શાહ કૃષ્ઠ નિવારણ ધામ નામની એક મોટી લેપ્રસી હોસ્પિટલનું શિલારોપણ સ્વ.વડાપ્રધાન જવાહરલાલ નહેરૃજીના હસ્તે થયુ અને તેની ઉદ્દઘાટન વિધિ સને ૧૯૫૯ના નવેમ્બર માસમાં સ્વ.રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના શુભ હસ્તે કરવામાં આવી. આ હોસ્પિટલ બાંધવા માટે જામનગરના શાહ સોદાગર શેઠ મેઘજીભાઇ પરેથરાજભાઇ શાહ તરફથી રૃપિયા ચાર લાખ અને ત્રણ લાખ રૃપિયા રાજ્ય સરકારે આપ્યા. વિશાળ જગ્યામાં દવાખાનું વોર્ડ, ઓફીસ, કવાર્ટર, પ્રાર્થના મંદિર, રસોડુ, ઉદ્યોગ ભવન, ભાઇઓ, બહેનો, બાળકોના વોર્ડ, દર્દીના વોર્ડ, ગૌશાળા, ધોબીઘાટ ઓપરેશન થીએટર લેબોરેટરી, કસરત રૃમ તથા જીવનની અંતિ યાત્રા અર્થે સ્મશાનગૃહની વ્યવસ્થા થઇ. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન યોજના હેઠળની સ્વૈચ્છીક સંસ્થા લેપ્રસી હોસ્પિટલ ભાવનગર વર્ષોથી રક્તપિત્ત રોગપિડિત એટલે અપંગોમાં અપંગ, અસ્પૃશ્યોમાં અસ્પૃશ્ય, પોતાના જ સ્વજનોથી તિરસ્કૃત અને સમાજની બહિસ્કૃત બની ગંદા, ગોબરા, ઝુપડામાં કે ફુટપાથ પર બદતર નર્ક જેવી જીંદગી, મરવાને વાંકે જીવતી લેાશો... આવા માનવીઓને ફરીથી માનવ તરીકે સ્વમાન, સુરક્ષા અને સ્નેહભર્યુ જીવન જીવતા કરવાનો યજ્ઞા એટલે.. કૃષ્ઠ નિવારણ ધામ.
જેમણે રક્તપિત્ત રોગના દર્દીઓને શહેરી વસવાટમાં લાવી અદ્યતન વૈજ્ઞાાનિક ઢબે આરોગ્ય સારવાર મળી રહે તે માટે ૨૫ એકર જમીન લેપ્રસી દવાખાના માટે ફાળવી આપેલ. આ જમીન કલેક્ટર-ભાવનગરના હુકમ (નં.લેન્ડ/૨/૯૭ તા.૬-૮-૧૯૫૬)થી ભાડાપેટે નવી અને અવીભાજ્ય શરતે આપવામાં આવેલ છે. આ જમીન રક્તપિત્ત હેતુ માટે આપવામાં આવેલ છે.
નેક નામદાર મહારાજા સાહેબના કબજાની નિલમબાગ જંગલ ખાતાની વડવા સર્વે નં નોધ નં.૧૩૧, ૧૩૪, ૨૧૪, ૩૬૮, ૨૦૩૮ મેઘજી પેથરાજ શાહ કૃષ્ઠ નિવારણ ધામ, રૃવાપરી રોડ, ભાવનગરને અર્પણ કરેલ છે તેમજ સાજા થયેલ દર્દીનાં પુનઃ વસન માટે પણ ભાવનગર સર્વે ૩/૧ વડવા પૈકીની સરકારી પડતર જમીન ૧૧એ -૨૬ ગુંઠા આપેલ છે. તેમ એમ.પી.શાહ લેપ્રસી હોસ્પિટલના પૂર્વ એડવાઇઝરી બોર્ડ મેમ્બરે અખબારી યાદીમાં જણાવાયું હતું.
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved