Last Update : 20-June-2011, Monday
 
અમદાવાદમાં રથયાત્રાનો આરંભ ૧૮૬૯થી થયેલો
 
બોમ્બે ગેઝેટિયર્સની માહિતી મુજબ

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં પ્રતિવર્ષ અષાઢી સુદ બીજે જમાલપુર દરવાજા બહાર આવેલા જગન્નાથ મંદિરેથી રથયાત્રા યોજાય છે. આ વર્ષે ત્રીજી જુલાઇએ ૧૩૪મી રથયાત્રા યોજાશે એમ મંદિરના સૂત્રો કહે છે પણ ઐતિહાસિક દસ્તાવેજોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રથયાત્રાનો આરંભ ૧૮૭૮ નહીં પરંતુ ઇ.સ. ૧૮૬૯થી થયો હતો અને તે જોતાં આ ૧૪૨મી રથયાત્રા કહી શકાય.
હનુમાનદાસજી બાબાએ આ યાત્રા શરૃ કરી ત્યારે ૨૦૦૦ લોકો જોડાયેલા
અમદાવાદના અભિન્ન અંગ સમી બનેલી આ રથયાત્રાનો આરંભ ઇ.સ. ૧૮૭૮માં થયો હોવાની પ્રચલિત માન્યતા છે પરંતુ બોમ્બે ડિસ્ટ્રીક્ટ ગેઝેટિયર ભાગ-૪, અમદાવાદના પૃષ્ઠ ૩૦૪ પર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં હનુમાનદાસ બાબાએ ૧૮૬૯ના અષાઢ સુદ બીજે રથયાત્રા યોજેલી તેમાં ૨૦૦૦ જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યો હતો.
ઇતિહાસના અભ્યાસુ પ્રો. રિઝવાન કાદરીએ બોમ્બે ગેઝેટિયરનો હવાલો આપીને જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે ૧૮૭૮માં પ્રસિદ્ધ થયેલા આ સરકારી સત્તાવાર પ્રકાશનની હકીકતો છે. જો એ મુજબ ગણીએ તો આઠ વર્ષ પછી અમદાવાદમાં રથયાત્રાની ૧૫૦મી વર્ષગાંઠ ઉજવણી થઇ શકશે.
તેમના કહેવા મુજબ રથયાત્રા શરૃ થઇ હશે ૧૮૬૯માં પણ તેને વ્યાપક સ્વરૃપ મંદિરના મહંત નૃસિંહદાસજીના વખતમાં ૧૮૭૮થી મળ્યું હોય એમ બની શકે અને તે કારણોસર રથયાત્રાની શરૃઆત ૧૮૭૮થી થયાની માન્યતા સ્વાભાવિકપણે લોકમનમાં અંકિત થયેલી હોય. અલબત્ત, ઇતિહાસમાંથી મળી આવતાં નવાં તથ્યોના આધારે એની મૂલવણી કરાય તો કશું અનુચિત ના લાગવું જોઇએ.
તેમણે કહ્યું કે રામાનંદી સાધુ હનુમાનદાસજીએ અહીં ગાદી સ્થાપી હતી તે પછી તેમના ઉત્તરાધિકારી ગાદીપતિઓ સારંગદાસજી, બાલમુકુન્દદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, રામહર્ષદાસજી, રામેશ્વરદાસજી બન્યા હતા. હાલ ગાદીપતિ તરીકે દિલીપદાસજી મહારાજ છે. નોંધપાત્ર છે કે તેઓ પહેલા ગુજરાતી ગાદીપતિ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved