Last Update : 17-June-2011, Friday
 
ગાર્ડન મિલના સંચાલક સહિત પોલીસ જવાનોને કોર્ટની નોટિસ

ભાડૂત મિલ્કતનો દાવો-મનાઈ પેન્ડીંગ હોવા છતાં વર્ષો જુના ભાડૂતની મિલ્કત તોડી પાડી હતી

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
ભાડૂત તથા મિલકત માલિક વચ્ચે કોર્ટમાં દાવા-મનાઈની માંગ પેન્ડીંગ હોવાનું જાણવા છતા પોલીસના મેળા પિપણામાં મિલકત તોડી પાડી અદાલતી હુકમનો અનાદર કરવા અંગે ગાર્ડન સિલ્ક મિલના સંચાલક તથા વરાછા પોલીસના કર્મચારીઓને આજે સ્મોલ કોઝ કોર્ટના જજ ડી.એન.વ્યાસે પ્રોસેસ ભર્યેથી શો કોઝ નોટીસ ઈસ્યુ કરવા હુકમ કર્યો હોવાની વિગતો સાંપડી છે.
સહરા દરવાજા બેલામીલ કમ્પાઉન્ડ ખાતે રહેતા ફરિયાદી મધુ બુધીયાભાઈ રાઠોડે ગાર્ડન સિલ્ક મિલના સંચાલક પ્રફુલ્લ અમીચંદ શાહ,મણીલાલ કીકા રાઠોડ,મહેશકીકા રાઠોડ, મહેશ કીકા રાઠોડ, જીતુ મોહન રાઠોડ, જગદીશ આઈ પાનવાલા,ગાર્ડન મિલના વોચમેન તથા વરાછા પોલીસ મથકના બે કર્મચારીઓ વિરુધ્ધ અદાલતી હુકમના તિરસ્કાર કરવા બદલ સ્મોલ કોઝ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ ફરિયાદી મધુભાઈ રાઠોડ પોતાના બાપદાદાના સમયથી છેલ્લાં ૭૦ વર્ષોથી પોતાના કાકાના પરિવારના સભ્યો સાથે ઉમરવાડા રે.સ.નં.૭૫ તથા ફાઈનલ પ્લોટ નં.૬૨માં આવેલી ગાર્ડન સિલ્ક કોમ્પ્લેક્ષ યાને બેલા મિલના કમ્પાઉન્ડની જમીનમાં આવેલી ભાડૂતી મિલકતમાં રહેતા હતા. પરંતુ ફરિયાદીના પિતાના નિધન બાદ તેમના પિતરાઈ બંધુઓ સહિત મિલકતના માલિક પ્રફુલ્લભાઈ અમીચંદ શાહ દ્વારા ભાડાની મિલકતમાંથી ખદેડી કાઢવાનું કાવતરુ રચ્યું હતુ.જેથી ફરિયાદી મધુભાઈ બુધિયા રાઠોડે સુરતની સ્મોલ કોઝ કોર્ટમાં રેન્ટ સ્યુટ દાખલ કરીને મનાઈની અરજી તા.૨૩-૩-૨૦૧૧ના રોજ આપી હતી.જે પેન્ડીંગ હોવા દરમિયાન પ્રતિવાદી પ્રફુલ્લ શાહના વકીલ મારફતે જવાબ રજુ કરતાં વધુ સુનાવણી તા.૨૭મી જુનના રોજ રાખવામાં આવી હતી.
તેમ છતાં તા.૧૧-૬-૨૦૧૧ના રોજ શનિવારની રજા હોવા છતાં મિલકતના માલિક પ્રફુલ્લ અમીચંદ શાહ સહિત અન્ય પ્રતિવાદીઓ,વરાછા પોલીસ મથકના એ.એસ.આઈ.એફ.એસ.ગામિત, યોગેશ પાટીલ વગેરેના મેળા પિપણામાં ભાડાવાળી મિલકત તોડી પાડી હતી. કોર્ટ સમક્ષ જ્યારે વિવાદી ભાડૂતી મિલકતના દાવા-મનાઈની માંગ પેન્ડીંગ હોવાનું જાણવા છતાં તકરારી મિલકત તોડી પાડી અદાલતી હુકમનો તિરસ્કાર કર્યો હોઈ ફરિયાદી મધુભાઈ રાઠોડ મારફતે કોર્ટમાં ધા નાખી હતી.જેને વંચાણે લઈને કોર્ટે પ્રોસેસ ફી ભર્યેથી પ્રતિવાદી પ્રફુલ્લ અમીચંદ શાહ, એએસઆઈ એફ.એસ.ગામિત, યોગેશ પાટીલ સામે શો કોઝ નોટીસ કાઢવા હુકમ કર્યો હતો.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved