Last Update : 17-June-2011, Friday
 
દમણના દેવકા ખાતે આંતરરાજય હાઇપ્રોફાઇલ સેકસ રેકેટ પકડાયું

ડમી ગ્રાહકના આધારે

વેબસાઇટથી ચાલતા આ સેકસ રેકેટમાં કીર્ગીસ્તાનની એક અને નેપાળની ત્રણ કોલગર્લ સાથે બે દલાલો પણ ઝડપાયા
કોલગર્લ વિદેશી હોવાથી વિદેશમાં પણ નેટવર્ક પથરાયેલું હોવાની શંકા

વાપી, ગુરૃવાર
સંઘપ્રદેશ દમણમાં વેબસાઈટના માધ્યમથી ચાલતા આંતરરાજ્ય હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. દમણ પોલીસે ઈન્ટરનેટ ઉપરથી મેળવેલી માહિતીના આધારે ગઈકાલે દમણના દેવકા રોડ ઉપરથી કિર્ગીસ્તાનની એક અને નેપાળની ત્રણ કોલગર્લ તથા બે દલાલો મળી ૬ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે રેકેટના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. આ સેકસ રેકેટ ગુજરાતના મેટ્રો શહેર સહિત મુંબઈ, પુના, દિલ્હીમાં પણ પથરાયેલું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંઘપ્રદેશ દમણમાં જર્બિાજૈહસેસમચૈ.ર્યિ નામની વેબસાઈટ થકી દમણમાં મોડેલ, કોલગર્લ, એક્ટ્રેસ, આન્ટી, ગૃહિણી સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ માહિતીના આધારે આઈજી મુક્તેશચંદરે સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા એક ટીમ બનાવી હતી. જે સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એન.એલ.રોહિતે વેબસાઈટ પર મુકવામાં આવેલા સંપર્ક નંબરને આધારે કોલગર્લ સપ્લાય કરતાં દલાલનો સંપર્ક સાધ્યો હતો. અને ૨ કલાકના રૃા.૧૫,૦૦૦ લેખે સોદો નક્કી કરાયો હતો. દલાલ સાથે થયેલી વાતચીત બાદ દલાલ તેની સાથે રહેલી ૪ કોલગર્લને ઈન્ડિકા કારમાં લઈને દેવકા આવી પહોંચ્યો હતો.
બીજીતરફ પોલીસે અગાઉથી નક્કી કરાયેલા પ્લાન મુજબ એક ડમી ગ્રાહકને રોડ નજીક ઊભી રહેલી ઈન્ડિકા કાર પાસે મોકલી આપ્યો હતો. જ્યાં અગાઉ થયેલી વાતચીત મુજબ એડવાન્સ પેટે રૃા.૨૦૦૦ આપી ગાડીમાં બેઠેલી કોઈપણ કોલગર્લને સાથે લઈ જવા જણાવતાં જ પોલીસે ગાડી નજીક પહોંચી ચાર કોલગર્લ નાદિરા સિંગ (ઉં.વ.૩૪, રહેં. સરઈ માલવિયા નગર, નવી દિલ્હી, મુળ રહે. કિર્ગીસ્તાન), અંચલ બાબુ શા (ઉં.વ.૧૮), બિન્દુ શ્રીરામ ચૌધરી (ઉં.વ.૨૩) અને વિમલા રામકરણ રૃદ્રભદર (ઉં.વ.૩૨) (તમામ રહે. વૈભવ બિલ્ડીંગ, ચલા,વાપી, મુળ રહે. નેપાળ) અને બે દલાલ વિક્રમ ઉર્ફે વીકી (ઉં.વ.૨૫) તથા રાજેન્દ્ર ઉર્ફે પપ્પુ અભેસિંગ પરમાર (ઉં.વ.૩૫) (બંને રહે. વડોદરા)ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.
પોલીસે પકડેલી કોલગર્લ અને દલાલો છેલ્લા ઘણા સમયથી આંતરરાજ્ય સેક્સ રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. સેક્સ રેકેટના મુખ્ય સુત્રધાર કે.સી. અને ડેવિડ વેબસાઈટના માધ્યમથી ગુજરાતના મેટ્રો શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ અંકલેશ્વર, ગાંધીનગરની સાથે અન્ય શહેરો તથા મુંબઈ, પુના, દિલ્હી સહિતના શહેરોમાં દેશી તથા વિદેશી કોલગર્લ માંગો ત્યાં અને માંગો ત્યારે સપ્લાય કરતાં હતા. પોલીસે પકડેલી કોલગર્લમાં વિદેશી યુવતિઓ હોવાથી આ નેટવર્ક વિદેશમાં પણ પથરાયેલું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. તેમજ આ નેટવર્કમાં મોટામાથા સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ મામલે દમણ પોલીસે ગુનો નોંધી રેકેટના મુખ્ય સુત્રધાર કે.સી. અને ડેવિડને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 
 
 
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved