Last Update : 17-June-2011, Friday
 
મહાપાલિકામાં જળસંચય કે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજનનો અભાવ
પંખી, પૂસ્તકો,પર્યાવરણ પ્રશ્ને પદાધિકારીઓનું પ્લાનીંગ પોકળ
રાજકોટ,ગુરુવાર
રાજકોટ મહાપાલિકા રસ્તા,સફાઈ,ગટર,લાઈટની મૂળભૂત સેવાઓ આ માટે વર્ષે રૃ।.૨ અબજ જેવો જંગી ખર્ચ છતાં સંતોષજનક રીતે પૂરી પડાઈ નથી ત્યારે બીજી તરફ પંખી બચાવવાના, સુશિક્ષીત સમાજ માટે પૂસ્તકાલયના કે પર્યાવરણ રક્ષા, વૃક્ષારોપણ જેવા તદ્દન ઓછા ખર્ચે થઈ શકતા ભાવિપેઢી માટે અનિવાર્ય એવા કામમાં બજેટ વખતે થયેલું પ્લાનીંગ અસરકારક રીતે અમલમાં મુકવા પુરતા પ્રયાસો પણ નહીં થયાનું બહાર આવ્યું છે.
વિદ્યાર્થીઓની મોબાઈલ લાઈબ્રેરી, પંખીના માળા-ચબુતરાની યોજના કાગળ પર, અમીનમાર્ગ લાઈબ્રેરીને પ્રજાલક્ષી બનાવવામાં ઉપેક્ષા
રાજકોટ હરિયાળુ અને વાંચનાભિમુખ બને તે માટે ખર્ચ ઓછો કરવાનો છે, બિલ કરોડોને બદલે હજારો કે થોડા લાખનું જ બને તેમ હોય કદાચ તે કારણે તેમાં ઝોનલ ઈજનેરો, વોર્ડના અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા રસ લેવાતો નથી તેવો સવાલ કેટલીક હકીકતો પરથી ઉઠયો છે.
ુપૂસ્તકાલયોની બાબતમાં (ભલે તેને વાંચે ગુજરાતનું નામ આપે) (૧)ઈજનેરી,ફાર્મસી,એમ.બી.એ., સહિતના વિદ્યાર્થીઓ માટે હરતું ફરતું પૂસ્તકાલય શરુ કરવા યોજનાની જાહેરાત કરાઈ ત્યારે તેને પ્રજામાં આવકાર મળ્યો. પણ જાહેરાત સાથે જ અમલી થઈ શકતી આ યોજનાનો હજુ અમલ નથી થયો. (૨) મ્યુનિ.કોર્પો.ની એક માત્ર લાઈબ્રેરીમાં નહીવત્ ખર્ચે વિસ્તૃતિકરણ શક્ય છતાં ચાર સિટી ઈજનેરો બદલાયા પણ કામગીરી ન થઈ. (૩) ચાર દાયકામાં એકેય લાઈબ્રેરી શહેરને નહીં આપનાર મહાપાલિકા માટે અમીનમાર્ગ લાઈબ્રેરીને પ્રજાલક્ષી, રાહતદરની બનાવવાની તક છતાં પ્રજાની લાઈબ્રેરીના ખાનગીકરણમાં નેતાઓ-અફ્સરોએ રસ લીધો.
પંખીઓની બાબતમાં (૪) રૃ।.૫ લાખના ખર્ચે ઉનાળામાં પંખીઓ માટે માળા અને કુંડા પૂરા પાડવા બજેટમાં યોજના જાહેર થઈ,ઉનાળો વિત્યો તોય વિધિવત્ અમલ ન જ કરાયો. મૅયરે પોતાની રીતે ફંડફાળા કરીને માળા વિતરણ કર્યા કોર્પો.એ એકાદ લાખનું ફંડ આપી યોજના પૂરી કર્યાનો જુઠો સંતોષ લીધો. (૫) શહેરમાં ખાસ કરીને મ્યુનિ.બગીચાઓ હોય ગાઢ વનરાઈ હોય ત્યાં ચબુતરા બનાવવાની યોજના બે વાર જાહેર થઈ. પણ અફ્સરો કે નેતાઓએ એક પણ ચબુતરો (પંખી આવાસ યોજના) બનાવ્યો નહીં. (જાણે આ પાંચ-પચીસ હજાર રૃપરડીમાં રસ જ નથી) બીજી તરફ ગરીબોના નામે ૧૦૦ કરોડથી વધુ રકમની આવાસ યોજનામાં અનેક ક્ષતિઓ આજે પણ દૂર થઈ નથી. (૬) શહેરમાં ગીધ ઉપરાંત મોર,કાગડા જોવા પણ મૂશ્કેલ છે. આવા પંખીઓને બચાવવા પ્રયાસો આયોજનબધ્ધ રીતે શક્ય છતાં મહાપાલિકાએ વિચાર પણ નથી કર્યો. કેનાલ રોડ પર અનેક મોર અદ્રશ્ય થયા તેના સ્થળાંતરની યોજના પણ કાગળ પર રહી.
પર્યાવરણ રક્ષા માટે (૭) શહેરના ૧૦૫ ચો.કિ.મી.ધરતી પૈકી આશરે ૭૫ ચો.કિ.મી.એરિયામાં આવેલા મકાનોની છત પરનું પાણી બોરમાં ઉતારવા જરૃરી સાધનોનું મહાપાલિકા ખાતાકીય રીતે નજીવા ભાવે ઉત્પાદન કરીને લોકોને પૂરા પાડે, શહેરના ૧૮૦૦ કિ.મી.માર્ગ પર સતત ભરાતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા બોર કરવા વગેરે યોજના શક્ય અને આસાન છતાં તેમાં રસ લેવાયો નહીં. (૮) ગત વર્ષે ૬ હજાર વૃક્ષો માટે ટ્રીગાર્ડ તદ્દન નબળા બનાવડાવતા બે હજારથી વધુ ટ્રીગાર્ડ પડયા રહ્યા, હાલ દોઢ ઈંચ વરસાદ પડી ગયો છે, વાતાવરણમાં ભેજ હોય છે ત્યારે લોકોને ટ્રીગાર્ડ પૂરા પાડવાને બદલે અધિકારીઓ હજુ આયોજન કરે છે.
ઉપરોક્ત પ્રકારની અનેક કામગીરી નહીં થવા માટે ફંડ તો લેશમાત્ર પ્રશ્ન નથી, આથી વધુ રકમના તો એકાદ કૌભાંડમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થતી હોય છે! પણ આ કામગીરી માટે શાસકોમાં ઈચ્છાશક્તિની જરૃર છે અને જેને જમીનના સર્વે નંબરો, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો પ્રાઈવેટ ધંધો, ક્લાસ-૧ અધિકારી તરીકે પોતાની સત્તા જાળવવામાં રસ છે તેવાને નહીં પણ કર્મને ભક્તિ માનીને કામ કરનાર કોઈ અફ્સરને આ કામ સોંપાય તો તે આસાનીથી પૂરા થાય તેવો પણ લોકમત છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved