Last Update : 17-June-2011, Friday
 
મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ પકડાઈઃ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો
 
ગાંધીનગર,તા.૧૬
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં સવાર મુસાફરોના માલસામાનની ચોરીના બનાવો વધ્યા હતા ત્યારે ગાંધીનગર એલસીબીએ મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડયા છે જ્યારે મુખ્ય સુત્રધારને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર અને અમદાવાદમાં આ ટોળકીએ ૧૭ જેટલા ગુના આચર્યાની કબુલાત કરી લીધી છે. તેમની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે.
ગાંધીનગર એલસીબીએ રીક્ષા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયાઃટોળકી ત્રણ વર્ષથી સક્રીય હતી
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં એકલ-દોકલ પેસેન્જરોને રીક્ષામાં બેસાડીને તેમના માલસામન તેમજ દાગીનાની ચોરી કરતી ગેંગ સક્રિય થતા ગાંધીનગર જિલ્લા પોલીસવડા અર્ચના શિવહરેએ ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ટી.ચુડાસમાને સૂચના આપી આવી ગેંગને પકડવા પગલા ભરવા માટે જણાવ્યું હતું. જેના પગલે એલસીબીના હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ તથા કાન્તિભાઈએ બાતમીદારોને સક્રિય કરી આવી ગેંગ વિશે માહિતી મેળવી હતી. જેમાં મહિના પહેલા પથિકાશ્રમથી વાવોલ રોડ ઉપર મહિલાના ૬૦ હજારના દાગીના ચોરનાર ગેંગ રીક્ષા નં. જીજે-૧સીયુ-૮૯૮૫ માં ઉભી છે. જેને પગલે પોલીસે ત્યાં જઈને દહેગામના ફિરોજ અબ્દુલ અજીતસિંહ, મહેબુબ બબનભાઈ ઝાલોરી અને ચંદુ ગાભાભાઈ સોલંકીને ઝડપી પાડયા હતા. આ ત્રણેય ઈસમોને પકડી ગાંધીનગર એલસીબીમાં લાવી પૂછપરછ કરતા તેમણે ગાંધીનગર તેમજ અમદાવાદમાં ૧૭ જેટલા ગુના કર્યા હોવાની કબૂલાત કરી લીધી હતી. આ ગેંગ રીક્ષામાં મુસાફરને બેસાડી મુસાફરના પાકીટમાંથી કિંમતી ચીજોના સામાનની ચોરી કરી લેતી હતી. આ ગેંગ પૈકી ફિરોજ અમદાવાદમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે મહેબુબ ઝાલોરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ખૂનના ગુનામાં પકડાયો હોવાનું બહાર આવ્યું છે. એલસીબી પીઆઈ જે.ટી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ગેંગનો મુખ્ય સુત્રધાર ફિરોજ ઉર્ફે ગામડીયો ફરાર છે તેને શોધવા માટે ટીમો કામે લાગેલી છે. છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર અને અમદાવાદમાં સક્રિય થયેલી આ ગેંગ મોજશોખ અને જરૃરીયાત માટે ચોરી કરતી હતી. ગાંધીનગરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં હજી પણ આવી બે થી ત્રણ ગેંગો સક્રિય છે જેને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved