Last Update : 17-June-2011, Friday
 
બોરસદ તાલુકાના રાસ-વાસણામાં અઠંગ ઘરફોડિયો ઝડપાઇ ગયો

 

આણંદ,તા.૧૬
બોરસદના તાલુકાના રાસ(વાસણા) ગામે આજે ભરબપોરના સુમારે વિરસદ પોલીસે મળેલી ગુપ્ત બાતમીના આધારે એક અઠંગ ઘરફોડીયાને ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ રીઢા તસ્કરે નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ જેટલા સ્થળો પર ચોરી કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી છે. પોલીસે આ ઘરફોડીયાને વધુ તપાસ અર્થે નડિયાદ ગ્રામ્ય પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે પૂછપરછ કરતાં નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પાંચ ચોરીઓ કબુલી
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના વિરસદ પોલીસ મથકના પીએસઆઈ કે.ડી.પ્રજાપતિને એક ગુપ્ત બાતમી મળી હતી કે અસંખ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસને હાથતાળી આપી નાસતો-ફરતો આરોપી બોરસદ તાલુકાના રાસ(વાસણા) ગામનો રીઢો ઘરફોડીયો ફુલાભાઈ સોમાભાઈ ચુનારા વાઘરી પોતાના ગામ આવ્યો છે. એવી મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ કે.ડી.પ્રજાપતિ તેમજ તારાપુરના સર્કલ ઈન્સપેક્ટરે સ્ટાફના માણસો સાથે આજે ભરબપોરના સુમારે રાસ(વાસણા) ગામે ઓચિંતો છાપો માર્યો હતો અને રીઢા તસ્કર ફુલાભાઈ ચુનારા વાઘરીને ઝડપી પાડયો હતો. વિરસદ પોલીસે આજે બપોરના લગભગ ૨ઃ૦૦ વાગ્યાના સુમારે તેને વિધિવત અટકાયતમાં લઈ ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી ફુલાભાઈ સોમાભાઈ ચુનારા વાઘરી રીઢો ઘરફોડીયો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં સને ૨૦૧૦ની સાલમાં તેના વિરૃધ્ધ ચોરીના પાંચ જેટલા ગુના નોંધાયા છે. જેમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નં.-૯૦/૨૦૧૦ મંજીપુરા, ફર્સ્ટ ગુના રજીસ્ટર નં.-૧૪૩/૧૦ જલારામ નગર, ૧૪૯/૧૦ મરીડા, ૧૯૪/૧૦ મેલડી માતા મંદિર અને ૧૪૭/૧૦ ડભાણનો સમાવેશ થાય છે. ઉક્ત પાંચેય ગુનામાં ફુલાભાઈ ચુનારા વાઘરી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકને હાથતાળી આપી નાસતો-ફરતો હતો. નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને પોલીસની ઉંઘ હરામ કરનાર અઠંગ ઘરફોડીયો ફુલાભાઈ ચુનારા વાઘરી અંતે વિરસદ પોલીસના સકંજામાં આબાદ રીતે ઝડપાઈ જવા પામ્યો છે. વિરસદ પોલીસે આ તસ્કરને વધુ તપાસ અર્થે નડિયાદ ગ્રામ્ય પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved