Last Update : 17-June-2011, Friday
 
હાયર પેમેન્ટમાં મેરીટ ઉંચુ જવાની ધારણાઃ પાદરા દોટ લગાવવી પડશે
કોમર્સમાં એડમિશનમાં કઠણાઇ વધશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરુવાર
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા વકરે તેવાં એંધાણ વર્તાય છે. હાયર પેમેન્ટ કેટેગરીમાં પણ મેરીટ ઉંચુ જવાની ધારણા છે અને તેવા સંજોગોમાં જો સત્તાધીશો મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશની નીતિને વળગી રહે તો ઓછા ટકા વાળા અનેક વિદ્યાર્થીઓએ પાદરા જવું પડે તેવી સંભાવના છે. બીજી તરફ, એફવાયબીકોમમાં ૪૫ ટકાથી ઓછા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ નહી આપવાના નિર્ણય સામે શરૃ થયેલા આંદોલનમાં વિદ્યાર્થીઓએ આજે પ્રતિક ઉપવાસ પર ઉતરીને વિરોધ કર્યો હતો.
કલાસ દીઠ ૧૩૦ને પ્રવેશની નીતિ છતાં ૧૦૦ને જ પ્રવેશના નિર્ણય સામે રોષ ઃ ૪૫ ટકાના મુદ્દે વિદ્યાર્થીઓના પ્રતિક ઉપવાસ
આજે હેપી ક્લબના વિદ્યાર્થીઓ નિશાંત શાહ,હાર્દિક શર્મા,મયુર વાઘેલા વગેરેએ ૪૫ ટકાથી ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓ સાથે કોમર્સ ફેકલ્ટીના પ્રાંગણમાં પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા.આ વિદ્યાર્થીઓએ રાજકીય પક્ષો સામે પણ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે યુનિર્સીટીના વિદ્યાર્થીઓની પ્રચાર માટે મદદ લેતા રાજકીય પક્ષો જ્યારે સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ છે ત્યારે ટેકો આપવા માટે આગળ આવ્યા નથી.ઉલ્લેખનીય છે કે કોમર્સમાં દરેક ક્લાસમાં ૧૦૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બીજી તરફ રાજ્ય સરકારે પોતાના પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક ક્લાસ દીઠ ૧૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે.આ સંજોગોમાં કોમર્સના સત્તાધીશો જો વર્ગદીઠ ૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે તો કમસેકમ પ્રથમ વર્ગ મેળવનારા વિદ્યાર્થીઓને યુનિટની જગ્યાએ મેઈન બીલ્ડીંગ પર પ્રવેશ મળી શકે છે.
આવતીકાલે સાંજે ચાર વાગ્યે યુનિટ બીલ્ડીંગ ખાતેની હાયર પેમન્ટ બેઠકો પર પ્રવેશ મેળવનારાઓનુ મેરીટ લીસ્ટ જાહેર થશે ત્યારે કોમર્સમાં પ્રવેશની સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.એેવુ પણ મનાઈ રહ્યુ છે કે હાયર પેમેન્ટ પર પ્રવેશ માટે ફોર્મ ભરનારાની સંખ્યા વધારે છે તેવા સંજોગોમાં વર્ગ દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના નિયમના કારણે યુનિટ પર મેરીટ લીસ્ટની ટકાવારી ૫૦ ટકા કરતા ઉંચી રહે.આ સંજોગોમાં યુનિટ બીલ્ડીંગ પર પ્રવેશ મેળવનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પાદરા કોલેજમાં પ્રવેશ લેવાનો વારો પણ આવી શકે છે.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved