Last Update : 17-June-2011, Friday
 

શિહોર પી.એસ.ઓ. યાદવનો ઘટના પર ઢાંક પીછોડો

મારામારી અને અકસ્માત મોતના બનાવોને એનકેન પ્રકારે છુપાવવા પ્રયાસ

ભાવનગર, ગુરૃવાર
પોલીસ બેડાના શિહોર પોલીસ મથકનાં પી.એસ.ઓ. ચાર્જમાં રહેલ પોલીસ કર્મી યાદવે ગઇકાલે અકસ્માત મોત અને ટાણા ગામે થયેલ મારામારીની ઘટનાઓને એનકેન પ્રકારે છુપાવવાનો પ્રયાસ કરી એસ.પી.ને કહેવુ હોય તો પણ કહો, પોલીસ ચોપડે કશુ નથી કહી પોતાની દાદાગીરી દેખાડી હતી.
ઘટના ચોપડે નોંધાઇ હોવા છતાં એસ.પી.ને ફરીયાદ કરો અહી કશુ નથીની બુંમરાગ
શિહોર પોલીસ મથકમાં શહેરના ખારા કુવા ચોકમાં રહેતા ભાવનાબેન મનોજભાઇ વ્યાસ (ઉ.વ.૫૦) પોતાના ઘરે રાત્રીના સુમારે બારીમાં ડોકાવા જતા અકસ્માતે પગ લપસી પડતા નીચે પટકાતા હોસ્પિટલમાં તેનું મૃત્યું નિપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ટાણા ગામે રહેતા રમેશભાઇ ઉકાભાઇ રાઠોડએ નાનજી, ગીરીશ અને અજાણ્યા બે શખ્સો સામે શિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બપોરનાં ૩-૦૦નાં સુમારે ફરીને સ્કુટર બાબતે ઝગડો થતા ઉક્ત શખ્સોએ ઉશ્કેરાઇ ગાળો આપી ધારીયા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. જેના પગલે આઇ.પી.સી. ૩૨૩, ૩૨૪, ૫૦૪ તેમજ ૧૩૫ તળે ગુનો નોંધાવા પામ્યો હતો.
ઉક્ત બંને બનાવો સંદર્ભે ગઇકાલે પી.એસ.ઓ. યાદવએ ઘટના પર ઢાંક પીછોડો કરી ફરજમાં બેદરકારી દાખવી કશુ ન હોવાનો નનૈયો ભણ્યો હતો. એટલેથી વાત ન અટકાવી એસ.પી.ને ફરીયાદ કરો કઇ ફેર નહી પડેનો હુંકાર દેખાડયો હતો ત્યારે જિલ્લા પોલીસ વડાનો પણ ડર ન રાખનારા આવા પોલીસ કર્મચારી સામે તપાસનાં આદેશ કરી સત્ય અને તથ્ય સામે લાવવું જ રહ્યું.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved