Last Update : 17-June-2011, Friday
 
શાળાનાં પ્રવેશોત્સવમાં પણ રાજકારણ ઘૂસાડવાની તક મોદી ન ચૂક્યા
સિહોરનાં વરલ, ટાણા અને જાંબાળાની
ભાવનગર, ગુરૃવાર
જિલ્લામાં આજથી શરૃ થયેલા ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ ઉત્સવને રાજ્યના મુખ્યમંત્રી મોદીએ શિહોર તાલુકાનાં વરલ ગામેથી ખુલ્લો મુક્યો હતો. વરલ ઉપરાંત ટાણા અને જાંબાળા ગામની શાળાના પ્રવેશોત્સવમાં પણ તેમણે હાજરી આપી હતી. વરલમાં મુખ્યમંત્રીની ગ્રંથ તુલા કરવામાં આવી હતી.
કપાસની નિકાસના મુદ્દે કેન્દ્ર સરકારની ખેડૂતો વિરોધી નિતિના વિરોધમાં મુખ્યમંત્રીના આકરા પ્રહારો
સામાન્ય રીતે રાજકારણીઓ ૧૮ વર્ષથી ઉપરની વયનાં લોકોનું ધ્યાન રાખી ખર્ચાતા હોય છે કારણ કે, વોટબેંક તેનાથી જ મજબૂત બને છે પરંતુ હું અહિયા કોઇ મત માગવા આવ્યો નથી અને અમને અમારી ખુરશીની ચિંતા નથી માત્ર તમારી ખુશીની ચિંતા છે તેમ કહી ભાવનગરનાં સિહોર તાલુકાનાં ટાણા ગામે યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં પણ રાજકારણ ઘુસાડવાની તક મોદી ચૂક્યા ન હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકો એમ કહે છે કે, મોદી માત્ર ઉદ્યોગપતિઓને જ સાચવી વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે મેળાવડા કરે છે પરંતુ તેને એ ખબર નથી કે, મુખ્યમંત્રી ગુજરાતની આવતી કાલની પણ ચિંતા કરી ધોમધખતા તાપમાં ગામડે ગામડા ખૂંદે છે તેમ જણાવ્યું હતું.
તેમણે વરલ ગામે શાળા પ્રવેશોત્સવમાં આડકતરી રીતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું. જ્યારે ખેડૂતોના ઘરમાં કપાસ હોય ત્યારે નિકાસબંધી કરી દેવાયા છે. પણ વેપારીઓ કે જીનર્સોના ઘરમાં કપાસ આવે ત્યારે નિકાસબંધી હટાવી લેવાય છે. આવી કેન્દ્ર સરકારની ખેડૂતો વિરોધી નિતીને મુખ્યમંત્રીએ વખોડી કાઢી હતી.
ભાવનગર જિલ્લામાં આજથી શરૃ થયેલા ત્રિ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ પ્રથમ સિહોરના વરલ ગામે નાના ભૂલકાઓના દફતર ભેટ આપી શાળા પ્રવેશોત્સવ અને બીજો ટાણા ગામે અને ત્રીજો જાંબાળા ગામે વિદ્યાર્થીઓનું સન્માન કરી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ તકે ત્રણેય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved