Last Update : 17-June-2011, Friday
 
એરપોર્ટ પર ગ્રાઉન્ડ ટેન્ડલિંગનો સ્ટાફ મુંબઇથી બોલાવાયો

ખાનગી કંમ્પનીના સીક્યોરીટી પાસ કેન્સલ થતા
એર અરેબિયા અને સિંગાપુર એરલાઇન્સ પણ ગ્રાઉન્ડ હેન્ડલિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરશે

અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદ એરપોર્ટ પર ત્રણ એરલાઇન કંપનીઓનું ગ્રાઉન્ડ હેન્ડલીંગ કરતી કંપનીએ ગુરૃવારે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી(બીસીએસ)ની સૂચનાથી તેન ા ત્રણસો કર્મચારીઓના પાસ બીસીએસ અમદાવાદ ઓફિસમાં જમા કરાવી દેવા પડયા હતા. આ સાથે જ એર ઇન્ડિયા કે જેનું તમામ ગ્રાઉન્ડ હેન્ડલીંગનું કામ આ ખાનગી કંપની કરતી હતી તેણે તાકીદે ઇન્ડિયન એરલાઇન્સનો અને અન્યત્રેથી મંગાવેલો ગ્રાઉન્ડ હેન્ડલીંગ સ્ટાફ ગોઠવવાની ફરજ પડી હતી. સિક્યુરિટી સર્ટીફીકેટ ગુમાવનારી કંપની અમદાવાદ એરપોર્ટ પર એર અરેબીયા અને સિંગાપુર એરલાઇન્સનું પણ ગ્રાઉન્ડ હેન્ડલીંગ સંભાળે છે તેથી આ એરલાઇન્સોએ પણ હવે વિકલ્પ શોધવા માટે અને માણસો રાખવા માટેની કામગીરી શરૃ કરી છે. જ્યાં આ બે એરલાઇન્સોની ફ્રિકવન્સી ઓછી છે ત્યાં એર ઇન્ડિયાની ફ્રિકવન્સી એટલેકે ફ્લાઇટોની સંખ્યા ઘણી વધુ હોવાથી ગુરૃવારે એર ઇન્ડિયાના સ્ટાફને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવતા અને બધું સુચારૃ રીતે ચાલે તે જોવા ભારે પરસેવો પડયો હતો.
બીસીએસની સૂચનાથી ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરતી ખાનગી કંપનીએ ૩૦૦ કર્મચારીઓના સિક્યુરિટી પાસ જમા કરાવી દેવા પડયા
પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં થયેલી ફરિયાદના પગલે તપાસ હાથ ધરાતા છેવટે નીકળેલા તારણોને પગલે દેશભરમાં એર ઇન્ડિયા સહિતની કેટલીક એરલાઇન્સો માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગનું કામ કરતી કંપનીને બ્યુરો ઓફ સિવિલ એવિએશને એરપોર્ટની અંદર જવા માટેના સિક્યુરિટી પાસ ઇશ્યૂ કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.આની જાણ એરપોર્ટ ઓથોરિટીને પણ કરવામાં આવી હતી. આના પગલે અમદાવાદ એરપોર્ટ પર ખાનગી કંપનીના ૩૦૦ની સંખ્યાના ગ્રાઉન્ડ સ્ટાફના પાસ જમા લઇ લેવાયા હતા. બુધવારે એરપોર્ટ પર ત્રણ એરલાઇન કંપનીઓ અને એરપોર્ટ સત્તાવાળાઓની મિટીંગ મળી હતી જેમાં આ તાકીદના પગલાને લઇને શું કરવું એ વિશે ચર્ચા થઇ હતી. એરલાઇન્સોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કોઇ બીજો માર્ગ ન હોવાનું લાગતા ખાનગી એરલાઇન્સોએ ખંભાતા એરવેઝ સહિતની અન્ય ગ્રાઉન્ડ હેન્ડલીંગ કંપનીઓ તરફ નજર દોડાવી છે, તો એર ઇન્ડિયાએ ઇન્ડિયન એરલાઇન્સનો સ્ટાફ રાખવાની, મુંબઇથી સ્ટાફ મંગાવવાની અને અન્ય કામગીરી કરતો સ્ટાફ ગ્રાઉન્ડ હેન્ડલીંગમાં મોકલી દેવાની ફરજ પડી હતી.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved