Last Update : 17-June-2011, Friday
 

પ્રવેશોત્સવના તાયફા બંધ કરી શિક્ષણની સાચી સ્થિતિ જાહેર કરો

 
ગાંધીનગર, ગુરૃવાર
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર ૨૦૦૩-૦૪થી માંડીને ૨૦૦૯-૧૦ સુધી સમગ્ર રાજ્યમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના રજૂ થયેલા આંકડાનો આધાર લઇને કોંગ્રેસે જણાવ્યું છે કે, દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને વસતિ વધારો ધ્યાને લઇએ તો આ સંખ્યા ઘણી મોટી થાય છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણની સાચી પરિસ્થિતિ જાહેર કરવી જોઇએ અને ઢાંકપિછોડો કરવાનું બંધ કરવું જોઇએ.
વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે ને શિક્ષણમાં ગુજરાતનો નંબર ૧૫મે પહોંચી ગયો છે ઃ કોંગ્રેસ
શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર દર્શાવેલા આંકડામાં વર્ષ ૨૦૦૩-૦૪ની પ્રવેશ સંખ્યાને બેઝ લાઈન ગણતાં ૨૦૦૪-૦૫માં ૪,૪૯,૩૫૦ વિદ્યાર્થીઓ, ૨૦૦૫-૦૬માં ૪,૨૭,૫૯૭ વિદ્યાર્થીઓ ૨૦૦૬-૦૭માં ૧૬,૮૩૫ વિદ્યાર્થીઓ, ૨૦૦૭-૦૮માં ૪૧,૫૨૮ વિદ્યાર્થીઓ અને ૨૦૦૮-૦૯માં ૪૩,૩૫૯ વિદ્યાર્થીઓ ૨૦૦૩-૦૪ની સરખામણીએ ઓછા દાખલ થયાં છે, જ્યારે ૨૦૦૯-૧૦માં માત્ર ૫૨૩૧ વિદ્યાર્થીઓ વધારે દાખલ થયાં છે. જો વસતિ વધારાનું પ્રમાણ ધ્યાને લઇએ તો ગુજરાતમાં ઘણા ઓછા વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થાય છે તે સ્પષ્ટ રીતે સાબિત થાય છે.
રાજ્યના શિક્ષણ વિભાગે ૫૦ અને ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી અનુક્રમ ૬૮૨૬ અને ૬૬૨૪ મળીને કુલ ૧૩,૪૫૦ પ્રાથમિક શાળાઓનું વિલીનીકરણ કરવાનો કરેલો નિર્ણય ગુજરાતના શિક્ષણને ગંભીર નુકસાનકારક પુરવાર થશે તેમ ઉલ્લેખતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, ધોરણ ૧ થી ૨માં અભ્યાસ કરતા બાળકોમાં અક્ષરોને ઓળખી શકવામાં તથા ૧ થી ૯ અંકને ઓળખવામાં ગુજરાતનું સ્થાન દેશમાં આઠમા ક્રમે છે તથા અંગ્રેજી વાંચી શકવામાં દેશમાં ૧૧મા ક્રમે તથા ધોરણ ૩ થી ૫માં અભ્યાસની સ્થિતિમાં ૯મા ક્રમે છે. દેશના એજ્યુકેશન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ૨૦૦૮-૦૯માં ગુજરાત ૧૩મા સ્થાને હતું તે ૨૦૦૯-૧૦માં ૧૫મા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાતનો એજ્યુકેશન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ ૦.૬૫૭ છે, જે કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને આંધ્ર કરતાં નીચો છે. ગુજરાતની પ્રાથમિક- માધ્યમિક શાળાઓમાં ૪૦.૯૯ ટકા છોકરીઓ અભ્યાસ કરે છે, જે પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાંચ ટકા ઓછું છે. તેથી ભાજપ સરકારે પ્રવેશોત્સવના નામે, સ્વપ્રસિધ્ધિના તાયફા બંધ કરવા જોઇએ, પ્રાથમિક શિક્ષકો પાસે માત્ર શૈક્ષણિક કામગીરી જ કરાવવી જોઇએ અને શિક્ષણની સાચી વિગતો જાહેર કરવી જોઇએ, એમ કોંગ્રેસે જણાવ્યું હતું.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved